Only Gujarat

Bollywood

સલમાન-અમિતાભ કરતાંય અનેકગણું કમાય છે અક્ષય કુમાર, વર્ષમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈઃ શાહરૂખ ખાન, સલમાન ખાન સહિતના સ્ટાર કરતાં અક્ષય કુમાર દુનિયાના સૌથી હાઇએસ્ટ પેઇડ એક્ટર્સમાંથી એક છે. ફોર્બ્સના હાઇએસ્ટ પેઇડ એક્ટર્સ 2020ના લિસ્ટમાં અક્ષય કુમાર ઉપરાંત ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક્ટરનું નામ સામેલ નથી. અક્ષય કુમાર આ લિસ્ટમાં છઠ્ઠા નંબરે છે. ફોર્બ્સ મુજબ જૂન 2019થી જૂન 2020 સુધી અક્ષય કુમારની કમાણી 362.78 કરોડ છે.

લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે અક્ષય
અક્ષય કુમાર બોલિવૂડના એકમાત્ર સ્ટાર છે જે આ વર્ષમાં ઘણી ફિલ્મો શૂટ કરે છે . પ્રોડ્યુસર તરીકે પણ તેમની ફિલ્મો કરોડો રૂપિયાની કમાણી કરે છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘બોલબેટમ’ના શૂટિંગ માટે સ્કૉટલેન્ડ જવા રવાના થઈ ગયો છે. અક્ષયની જૂન 2019થી જૂન 2020 સુધીની કમાણી 4.85 કરોડ ડૉલર (લગભગ 362 કરોડ રૂપિયા) છે. અક્ષય આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે. છેલ્લાં વર્ષે આ લિસ્ટમાં અક્ષય 4 નંબર પર હતો.

નંબર 1 પર હૉલિવૂડ એક્ટર ડ્વેન જૉનસન
હોલિવૂડ ના સૌથી ફેમસ એક્ટરમાંથી એક ડ્વેન જૉનસન સતત બીજા વર્ષે પણ હાઇએસ્ટ પેઇડ એક્ટર્સના લિસ્ટમાં પહેલાં નંબર પર છે. રેસલર ધ રૉકના નામથી ફૅમસ એક્ટર ડ્વેન જૉનસને તેમની એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. વર્ષ 2019માં તેમની કમાણી 8.94 કરોડ ડૉલર હતી, તો જૂન 2019થી જૂન 2020માં તેમની કમાણી 8.75 કરોડ ડૉલર રહી હતી.

કોણ-કોણ છે લિસ્ટમાં સામેલ
ફોર્બ્સનાં લિસ્ટ મુજબ, રયાન રેનૉલ્ડ્સ બીજા નંબરે, માર્ક વાલબર્ગ ત્રીજા નંબરે, બ્રેન એફલેક ચોથા નંબરે, વિન ડીઝલ પાંચમા નંબરે, બૉલિવૂડમાંથી અક્ષય કુમાર છઠ્ઠા નંબરે, મૈનુઅલ મિરાંડા સાતમા નંબરે, તો4.45 કરોડ ડૉલર સાથે વિલ સ્મિથ. એડમ સેન્ડલર નવમાં નંબરે અને માર્શલ આર્ટ સ્ટાર જેકી ચેન 2020ના હાઇએસ્ટ પેઇડ એક્ટરના લિસ્ટમાં 10માં નંબર પર છે.

રયાન રેનૉલ્ડ્સ
ફોર્બ્સના લિસ્ટમાં રયાન રેનૉલ્ડ્સ 71.5 મિલિયન ડૉલરની કમાણી સાથે બીજા નંબરે છે.

માર્ક વાલબર્ગ
ફોર્બસ્ના લિસ્ટમાં માર્ક વાલબર્ગ 58 મિલિયન ડૉલરની કમાણી સાથે ત્રીજા નંબરે છે.

બેન એફલેક
ફોર્બ્સના લિસ્ટમાં બેન એફલેક 55 મિલિયન ડૉલરની કમાણી સાથે ચોથા સ્થાન પર છે.

વિન ડિઝલ
ફોર્બ્સના લિસ્ટમાં વિન ડિઝલ 54 મિલિયન ડૉલરની કમાણી સીથે પાંચમા નંબરે છે.

લિન મૈનુઅલ મિરાંડા
ફોર્બ્સના લિસ્ટમાં લિન મૈનુઅલ મિરાંડા 45.5 મિલિયન ડૉલરની કમાણી સાથે સાતમા નંબરે છે.

વિલ સ્મિથ
ફોર્બ્સના લિસ્ટમાં વિલ સ્મિથ 44.5 મિલિયન ડૉલરની કમાણી સાથે આઠમાં નંબર પર છે.

એડમ સેન્ડલર
ફોર્બ્સના લિસ્ટમાં એડમ સેન્ડલર 41 મિલિયન ડૉલરની કમાણી સાથે નવમાં નંબરે છે.

જેકી ચેન
ફોર્બ્સના લિસ્ટમાં જેકી ચેન 40 મિલિયન ડૉલરની કમાણી સાથે 10માં નબરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page