Only Gujarat

Bollywood

ખુલ્લા વાળ અને મોટા ઈયરિંગ્સમાં સુંદર લાગી રહી છે અજય દેવગણની દીકરી, માતાની કરે છે કોપી

મુંબઇઃ કોરોના લોકડાઉન વચ્ચે બોલિવૂડના તમામ સ્ટાર પોતાના ઘરમાં કેદ છે. અજય દેવગણની દીકરી ન્યાસા અને પત્ની કાજોલની એક એવી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફોટોમાં લોકો મા-દીકરીની સુંદરતાની સરખામણી કરી રહ્યા છે. આ ફોટોમાં ન્યાસાએ ખુલ્લા વાળ અને મોટા મોટા ઝૂમકા પહેંર્યા છે. જ્યારે માતા કાજોલનો અંદાજ પણ સાડીમાં સારો લાગી રહ્યો છે. ફોટો જોઇને અનેક યુઝર્સે કાજોલની દીકરીને તેના કરતા વધુ સુંદર ગણાવી હતી.

એક વ્યક્તિએ લખ્યું કે, દીકરી માતાથી વધુ સુંદર છે. જ્યારે એક અન્ય યુઝર્સે ન્યાસાને મા જેવી નહી પરંતુ પિતા અજય જેવી ગણાવી હતી.

20 એપ્રિલ 2003ના રોજ જન્મેલી ન્યાસા 17 વર્ષની થઇ ચૂકી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ન્યાસા પોતાના પિતા અજની નજીક છે.

ન્યાસા હાલમાં સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. તે અભ્યાસમાં હોશિયાર હોવાની સાથે એક સારી સ્વિમર પણ છે.

કોરોના વાયરસના કારણે ન્યાસાની સ્કૂલ બંધ થઇ ગઇ છે. બાદમાં કાજોલ તેને લેવા માટે સિંગાપોર ગઇ હતી. બંન્નેને મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પાછા ફરતા બંન્ને સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં રહ્યા હતા.

એવી પણ અફવા હતી કે ન્યાસાને કોરોના થયો છે. જોકે બાદમાં અજયે ટ્વિટર પર આ અહેવાલને ખોટા ગણાવ્યા હતા.

અજયે લખ્યું કે, ચિંતા કરવા માટે તમામનો આભાર. કાજોલ અને ન્યાયા પુરી રીતે સ્વસ્થ છે. તેમની તબિયતને લઇને ઉઠેલી અફવા પુરી રીતે આધારહીન અને ખોટી છે.

એક ઇન્ટરવ્યૂમાં અજયે કહ્યું હતું કે, ન્યાસા ખૂબ સમજદાર છે. તે ખૂબ વિચારે છે અને ચીજોને એનાલાઇઝ કરે છે.

માતા કાજોલની સાથે ન્યાસાની સારી બોન્ડિંગ છે. ન્યાસાના મતે તે ફિલ્મોમાં એક્ટિવ કરવા માંગતી નથી તેનું સ્વપ્ન છે કે તે વર્લ્ડ ફેમસ શેફ બને.

કાજોલ પોતાના બાળકોને લઇને વધુ પ્રોટેક્ટિવ છે. તે કહે છે કે હું ખૂબ પ્રોટેક્ટિવ છું. જો કોઇએ મારા બાળકો સામે આંખ ઉઠાવીને જોવે તો મને લાગે કે હું તેને કાપી નાખીશ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page