Only Gujarat

Bollywood

22 વર્ષથી સલમાનની કરી રહ્યો છે સુરક્ષા, દર મહિને લે છે એટલી રકમ કે જાણીને આંખો થશે પહોળી!

મુંબઈઃ કોરોના વાયરસ લૉકડાઉનના કારણે સલમાન ખાન હાલ પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં છે. હાલમાં જ તેના બોડીગાર્ડ શેરાએ ઈદના તહેવાર પર સલમાન સાથે એક ફોટો શેર કર્યો હતો. શેરા ઉર્ફ ગુરમીત સિંહ જૉલી છેલ્લા 22 વર્ષથી સલમાનની સુરક્ષા કરી રહ્યા છે. શેરા આજે સલમાન માટે એક કર્મચારી માત્ર નથી, પરંતુ સલમાનનો પરિવાર તેને પોતાના ઘરના સભ્યની જેમ જ માને છે.

એક જાણીતી વેબસાઈટના પ્રમાણે, સલમાનને સુરક્ષા આપવાના બદલામાં શેરા વર્ષના લગભગ 2 કરોડ રૂપિયા લે છે. એટલે કે ફી તરીકે તેમને 16 લાખ રૂપિયા મહિનાના મળે છે.

સલમાનને જ્યાં જવાનુ હોય છે, શેરા તે જગ્યાની એક દિવસ પહેલા મુલાકાત લે છે. અનેક વાર તેણે રસ્તો ક્લિયર કરાવવા માટે પાંચ-પાંચ કિમી સુધી ચાલતા જવું પડે છે. એક વાર તો શેરાને રસ્તો ક્લિયર કરાવવા માટે કારમાંથી ઉતરીને 8 કિમી પગપાળા ચાલવું પડ્યું હતું.

શેરાને બાળપણથી જ બૉડી બિલ્ડિંગનો શોખ હતો. એ જ કારણ છે કે તે 1987માં જૂનિયર મિસ્ટર મુંબઈ અને તેના પછીના વર્ષે જૂનિયર વર્ગમાં મિસ્ટર મહારાષ્ટ્ર બન્યા. શીખ પરિવારમાં જન્મેલા શેરાને મુંબઈમાં ગાડી રિપેર કરવાનો વર્કશોપ ચલાવતા તેમના પિતા પ્રેમથી શેરા બોલાવે છે.

એક દોસ્તના કહેવા પર શેરાએ ફિલ્મી સિતારાઓ અને અન્ય બિઝનેસમેનના સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું કામ શરૂ કર્યું. તેણે કંપનીનું નામ દીકરાના નામ પર ‘ટાઈગર સિક્યોરિટિઝ’ રાખ્યું છે.

શરૂઆતમાં શેરા કેટલાક એક્ટર્સની સાથે જ હોલીવુડમાં ફિલ્મોના ભારતમાં શૂટિંગ દરમિયાન તેમના એક્ટર્સના બોડીગાર્ડ બન્યા. 1995નું વર્ષ શેરા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું, આ વર્ષે સોહેલ ખાને સલમાનના વિદેશ પ્રવાસ માટે શેરાની કંપની પાસેથી સર્વિસ માંગી. બાદમાં સોહેલે શેરાને પુછ્યું- ભાઈ સાથે હંમેશાં રહીશ!

જે બાદ શેરાની સર્વિસથી ખુશ થઈને સલમાને તેને હંમેશાં માટે પોતાનો બોડીગાર્ડ બનાવી લીધો. ત્યારથી જ તે સલમાનના પરિવારના સભ્યની જેમ જ છે. શેરાના પ્રમાણે, તે એક મિત્રની જેમ સલમાનની સુરક્ષા કરે છે. શેરા મુંબઈમાં સલમાનના પાડોશમાં જ રહેતા હતા. બાદમાં તેના બૉડીગાર્ડ બની ગયા.

સલમાનના કહેવા પણ શેરાએ કેટલાક વર્ષો પહેલા પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વિઝક્રાફ્ટ ખોલી છે. સાથે જ તેની અન્ય એક કંપની ટાઈગર સિક્યોરિટી પણ છે, જે સ્ટાર્સને સુરક્ષા આપવાનું કામ કરે છે. શેરા એક્ટર સલમાન ખાનને માલિક કહીને બોલાવે છે. સલમાને ‘બોડીગાર્ડ’ ફિલ્મ શેરાને સમર્પિત કરી હતી.

You cannot copy content of this page