Only Gujarat

Bollywood

એકટીશે જોતો રહ્યો પિતાનો અંતિમ વખત ચહેરો, હાજર સૌ કોઈની આંખ થઈ ગઈ નમ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રિશી કપૂર આ દુનિયામાં નથી રહ્યા. તેમના નિધનથી કલા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખતાં રિશી કપૂરના પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધા સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો. મુંબઈના ચંદનવાડી સ્થિત વિદ્યુત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા રણબીર કપૂરે અંતિમ સંસ્કારની વિધિ નિભાવી હતી. રણબીર પિતાના પાર્થિવ દેહને એકટીશ જોતો રહ્યો હતો. લોકડાઉનના નિયમોના કારમે અંતિમ સંસ્કારમાં ફક્ત 15 લોકો સામેલ થયા હતા.

રીશિ કપૂરના નિધન બાદ રણબીરે આઈસીયુની બહાર આવીને રડતી માતાને સાંત્વના આપી હતી અને તરત જ દિલ્હીમાં રહેતી રિદ્ધિમાને ફોન કર્યો હતો. આ ઉપરાંત રણબીરે કેટલાંક ક્લોઝ ફ્રેન્ડ્સને મેસેજ કર્યાં હતાં. બહેનને ફોન કરીને રણબીરે જ્યારે પિતાના માઠા સમાચાર આપ્યા ત્યારે તે ભાંગી પડ્યો હતો.

લોકડાઉનના નિયમ પ્રમાણે, અંતિમ યાત્રામાં માત્ર 25 લોકો જ હાજર રહ્યાં હતાં. રીશિ કપૂરના મોટાભાઈ રણધીર કપૂર, નાનો ભાઈ રાજીવ કપૂર, ભત્રીજી કરીના, ભત્રીજા જમાઈ સૈફ અલી ખાન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પિતાના નિધનના સમાચાર રણબીરે ફોન પર આલિયાને આપ્યા હતાં. આલિયાને સમાચાર મળતાં જ તે સીધી હોસ્પિટલ દોડી આવી હતી. આ મુશ્કેલ ઘડીમાં આલિયાએ નીતુ તથા રણબીરને સધિયારો આપ્યો હતો.

પત્ની નીતૂ કપૂરે ધ્રુજતા હાથે પતિ રિશી કપૂરના દેહને માળા પહેરાવી અંતિમ વિદાઇ આપી હતી. દીકરા રણબીરે માતાને સધિયારો આપ્યો હતો.

You cannot copy content of this page