Only Gujarat

Religion TOP STORIES

મે મહિનાનો પહેલો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો આ રહ્યું આખા મહિનાનું સંપૂર્ણ રાશિફળ

શુક્રવાર, 1 મે 2020ના ટેરો ભવિષ્ય મુજબ 12માંથી 8 રાશિના જાતકો માટે દિવસ ખૂબ સારો અને સફળતા ભર્યો રહેશે. કેટલાક લોકોને આર્થિક બાબતોમાં મનમાગ્યું લાભ મેળવવાની તક મળી શકે છે, કેટલાંટ લોકો માટે દિવસ એક જબરદસ્ત ઉર્જાથી ભરેલો રહેશે. તો, 4 રાશિ માટે સમય થોડો વિપરીત રહી શકે છે. મેષ રાશિવાળાને કોઈ બાબતે દગો મળવાની આશંકા છે, વૃષભ રાશિવાળા માટે આર્થિક લાભનો યોગ છે, મિથુન રાશિના જાતકોને પ્રશંસા મળી શકે છે.


મેષ – Ace of Swords
આજના દિવસે તમારે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે દગો અથવા ગેરસમજ થવાનો યોગ છે. કોઈ પર દૃઢ વિશ્વાસ કરવો નહીં. તમારે સાવધાનીથી કામ કરવાની જરૂર છે. કોઈ સાથે કામ શરૂ કરતાં તેનાં વિશે જાણી લેવું નહીં, તો તમને નુકસાન થઈ શકે છે. સકારાત્મકતાને આકર્ષિત કરવા તમારા ઘરને ધૂળને મુક્ત રાખવું.


વૃષભ – The Hierophant
આજના દિવસે કેટલીક બાબતો તમને આશ્ચર્યચકિત કરનારી હશે. તમારા માટે આર્થિક સ્થિતી સકારાત્મક પરિણામ આપનારી બની શકે છે. અચાનક મોટો ધનલાભ અથવા ઘણાં સમયથી અટકેલું કામ પૂરું થઈ શકે છે. સકારાત્મક ઉર્જા માટે રૂમમાં પ્રાકૃતિક પ્રકાશને વધારવો.


મિથુન – Three of Cups
આજે તમે કામ પ્રત્યે સજાગ અને જવાબદાર રહેશો. તમે સમય કરતાં પહેલાં તમારો ટાર્ગેટ પૂરો કરવાનું વિચારશો. તમારા કામની ગંભીરતાની પ્રશંસા થઈ શકે છે. આજે તમે ખુદને નવી ઉર્જાથી ભરેલાં અનુભવી ખૂબ જ સકારાત્મક અનુભવશો. તમારી યોજનાઓ પણ અધિકારીઓને પસંદ આવશે. સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવા તમારા ઘરનો મુખ્ય દરવાજાનો રસ્તો સાફ રાખવો.


કર્ક- Judgement
આજના દિવસે તમારું મન કામમાં લાગ્યું રહેશે. તમારી જવાબદારી સામાન્ય દિવસ કરતાં વધી શકે છે. તમે ખૂબ જ વ્યસ્ત રહી શકો છો. કોઈ કારણે તમે જરૂરી કામ પૂરાં કરવાનું ટાળી શકો છો. કોઈ એક કામ પૂરું કરવા માટે ખૂબ જ દબાવ રહી શકે છે. નકારાત્મકતાનો દૂર કરવાં વડના પાનનો ધૂપ કરવો.


સિંહ- The Chariot
આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિસ્થિતીઓું નિર્માણ કરનારો છે. કેટલાંક લેકો જે અત્યાર સુધી પડકારથી હેરાન છે, તે પરિસ્થિતીમાં વિજય મેળવી શકે છે. કોઈ નવી વસ્તુ તમને મળશે અથવા કોઈ નવી વ્યવસ્થા સાથે જોડાશો. તમારે તમારી દરેક ઇન્દ્રીયને જાગૃત રાખવી પડશે. થોડી લાપરવાહીને લીધે મોટું નુકસાન થઈ શકે છે. ઇચ્છઓ પ્રગટ કરવા અને તેને પૂરી કરવા માટે ચંદ્રની આરાધના કરવી.


કન્યા – Wheel of Fortune
આજનો દિવસ વાત અને તર્કમાં ખૂબ જ અસર લાવનારો છે. તમે લોકોને તમારી વાતોથી સહમત અને પ્રભાવિક કરી શકો છો. આ આવડતના ખૂબ જ વખાણ થશે. તમારું વ્યક્તિત્વ અને વાતો બંને પ્રભાવી રહેશે. તમે ખુદ લોકો સાથે જોડાયેલાં હોવોનો અનુભવ કરશો. સફળતા અને પુરસ્કાર બંને જ આજે તમારા ખાતામાં આવી શકે છે. તમારી ઘરની ઉત્તર પૂર્વમાં તુલસીનો છોડ રાખવો.


તુલા – The Star
આજનો દિવસ તમારા માટે કામને વધુ મહત્ત્વ આપનારો રહેશે. તમારી આજુબાજુનો માહોલ થોડો સારો નહોવાતી તમારું કામ પર ફોક્સ રાખવું. જેનાથી જ તમારો વિજય થશે. આજે તમને એવી વસ્તુ મળી શકે છે જે તમારી પ્રગતીમાં સહાયક બની શકે છે. તમારે તમારા કામ માટે થોડું રિસર્ચ અને યાત્રા કરવાનું થઈ શકે છે. ધન પ્રાપ્તી માટે શુક્ર અથવા લક્ષ્મી યંત્રનો જાપ કરવો.


વૃશ્ચિક- The Magician
આજનો દિવસ તમારા માટે ખાસ છે. તમારા પ્લાન, વાતો અને સલાહને મહત્ત્વ આપાશે. આ માટે તમને પ્રશંસા પણ મળી શકે છે. તમારા વરિષ્ઠ તમારી કાર્યપ્રણાલીથી ખુશ રહેશે. દિવસ સારો પસાર થશે. તમારે ખાવાં-પીવામાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. ધનને આકર્ષિત કરવા માટે લાલ કપડાં પહેરવાં અથવા લાલ વસ્તુઓનો ઉપયોગ કરવો.


ધન – Page of Pentacles
આજનો દિવસ તમારા માટે નવાં પડકારવાળો હોઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ મુશ્કેલી લાવી શકે છે. તમને પરિસ્થિતીઓ વિપરીત હોવાનો આભાસ થઈ શકે છે. તમારું કામમાં કેટલાંક ટેક્નિકલ ખામીને લીધે અટકી શકે છે, પણ તે લાંબા સમય સુધી રહેશે નહીં. બપોર પછી આ કામોમાં ગતી આવી શકે છે. ધનને આકર્ષિત કરવા માટે પાઇરાઇટર ક્રિસ્ટલ રાખવું.


મકર – Three of Wands
આજનો દિવસ તમારા માટે લાભકારી પરિસ્થિતીઓનું નિર્માણ કરનારો રહેશે. કેટલીક બાબતોમાં ઈચ્છા મુજબ ફળની પ્રાપ્તિ થશે, જે તમારા માટે કોઈ મોટી સફળતા જેમ હોઈ શકે છે. કોઈ રીતે તમને પ્રમોશન મળવાની સંભાવના છે. તમને તમારા સાથીઓનો સારો સાથ મળશે. સમસ્યાઓ દૂર કરવા માટે તમે ખૂબ જ સફળ રહેશો. ધનને આકર્ષિત કરવા માટે તમારા પર્સમાં તુલસી રાખવું.


કુંભ- Two of Swords
આજનો દિવસ તમારા કામને પૂરો કરવાનો છે પણ ઓછાં લોકોના સહયોગથી કામ પૂરાં થશે. તમારી ટીમ અને સાથિઓનો પૂરો સહકાર મળશે. તમારી નેતૃત્વ ક્ષમતા નીખરી શકે છે. લોકોની મદદથી ઘણાં કામ બની શકે છે. આજે તમારો મૂડ પણ સારો રહેશે, લોકોને મળી તમને ખુશી થશે. કોઈ યાત્રાની યોજના બની શકે છે. સમૃદ્ધિ માટે તમારા ડાઇનિંગ હોલમાં એક દર્પણ રાખવો.


મીન – Temperance
આજનો દિવસ તમારા માટે આર્થિક બાબતોમાં રાહત ભર્યો રહી શકે છે. કેટલાંક લોકોને અપેક્ષિત લાભ મળવાના સંકેત છે. બિઝનેસ તમારા માટે સારો લાભદાયી રહેશે. આજે કેટલાંક મિત્રો સારા કલાકારની ભૂમિકા નિભાવશે. તમારી વર્ક પ્રોડક્ટિવિટી સારી રહેશે. વધારે રચનાત્મક હોવાથી વાદળી રંગના વસ્ત્ર અથવા રત્ન પહેરવાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page