Only Gujarat

Bollywood TOP STORIES

BMCએ અરબાજ ખાન અને સોહેલ ખાન વિરૂદ્ધ કેમ નોંધાવી ફરિયાદ, જાણો ક્લિક કરીને

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને ભારતમાં કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી ત્યારે બીએસીએ અભિનેતા અરબાજ ખાન અને સોહેલ ખાનની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કોરોના ગાઈડલાઈન્સ તોડવાના આરોપમાં બીએમસીએ આ બન્ને અભિનેતાઓ અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાનની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ લોકો પર બીએમસીને ખોટી જાણકારી આપવાનો આરોપ છે. આ લોકો 25 ડિસેમ્બરે યુએઈથી મુંબઈ પરત ફર્યાં હતાં. તેમણે બીએમસીને જાણ કરીને કહ્યું કે, અમે પોતે તાજ હોટેલમાં કોરોન્ટાઈન કરીશું પરંતુ તાજ હોટલમાં કોરોન્ટાઈન થવાના બદલે આ લોકો બાંદ્રા સ્થિત પોતાના ઘરે જતાં રહ્યાં હતાં.

ભલે દુનિયાના ઘણાં ભાગોમાં લોકડાઉનથી લોકોને રાહત આપવામાં આવી છે ત્યારે કોરોના વાયરસથી બચવા તમામ ગાઈડલાઈન્સનું કડક પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. લોકડાઉન ખત્મ થયા બાદ ઘણા બોલિવૂડ સ્ટાર્સે વિદેશોમાં વેકેશનની માજ માણી અને શૂટિંગ કર્યું. જ્યારે એવી ઘણાં સ્ટાર્સ છે જેમણે આ દરમિયાન લોકડાઉનના નિયમોનું પાલન કર્યું. જ્યારે બીજા ઘણાં એવા સ્ટાર્સ છે કે જેમણે આ દરમિયાન લાપરવાહી પણ બતાવી હતી. તો આવું જ કંઈક સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાજ ખાન પણ કરતા જોવા મળ્યાં છે.

બીએમસીએ બન્ને સ્ટાર્સ સહિત સોહેલના પુત્ર નિર્વાનની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આનાથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે, સોહેલ અને અરબાજની મુશ્કેલીઓ હવે વધવાની છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સ્ટાર્સને માસ્ક ન પહેરવાને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી ચૂક્યા છે. જોકે આ ઘટના ગંભીર જોવા મળી રહી છે. હવે અરબાજ અને સોહેલ પર શું કાર્યવાહી કરવામાં આવી શકે છે તે આવનારો સમય જ બતાવશે. જોકે ભાઈ સલમાન ખાને આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

You cannot copy content of this page