Only Gujarat

National TOP STORIES

વિશાખાપટ્ટનમ ગેસ લીક ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, કાળજુ કંપાવનાર દ્રશ્યો જોવા મળ્યા

વિશાખાપટ્ટનમ: 7 મે 2020ના રોજ વિશાખાપટ્ટનમ જીલ્લામાં એલજી પૉલિમર્સ ફેક્ટ્રીથી નિકળેલી ઝેરીલી હવાના કારણે 12 લોકોએ ગુંગળામણના કારણે જીવ ગુમાવ્યો હતો. હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઝેરી ગેસ ફેલાયો. વાસ્તવમાં એલજી પૉલિમર્સ ફેક્ટ્રીથી ઝેરી ગેસ લિકેજની ઘટના સવારે 3.47 કલાકે બની હતી. અમુક જ મિનિટોમાં આસપાસના ગામમાં આ ઝેરી ગેસ ફેલાયો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાસમાં આવેલા વેંકટપુરમ ગામમાં ઝેરી ગેસ ફેલાયો હતો.

એક અન્ય કેમેરમાં જ્યારે રાતના 3 વાગ્યાને 51 મિનિટ થઈ હોય છે ત્યારે એક વ્યક્તિ ગેસના કારણે કારના બોનટ પર બેભાન થઈને પડી જાય છે. એક તસવીર વધુ ભયાનક છે જેમાં એક મહિલા રોડ પર ચાલતા સમયે અચાનક બેભાન થઈ ત્યાં જ ઢળી પડે છે અને બેચેનીને કારણે ત્યાં જ આળોટવા લાગે છે.

ચોથી તસવીરમાં રસ્તા પર એક બાળક શ્વાસ લેવામાં થતી સમસ્યાને કારણે આળોટી રહ્યો છે. વેંકટપુરમ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી અંદાજ લગાવી શકાય છે કે આસપાસના ગામમાં ગેસ લીકેજના કારણે કેવા ભયાનક દ્રશ્યો સર્જાયા હશે.

એલજી પૉલિમર્સ ફેક્ટ્રીથી લીક થયેલા સ્ટાઈરીન ગેસ લીકેજના કારણે 12 લોકોએ જીવ ગુમાવ્યા ઉપરાંત 45 બાળકો સહિત 300 લોકોની તબિયત લથડી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, ગેસ લીકેજની ઘટનાના 9 દિવસ બાદ પણ અત્યારસુધી કોઈ દોષીનું નામ સામે આવ્યું નથી.

આ મામલે હજીસુધી કોઈની ધરપકડ પણ નથી કરવામાં આવી, જ્યારે કે સીસીટીવી ફૂટેજમાં લીકેજ બાદના દ્રશ્યો જ રુંવાટા ઊભા કરી દે તેવા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page