Only Gujarat

Bollywood TOP STORIES

સુપર સ્ટાર મહેશ બાબુ પાસે છે શાનદાર વેન, આ કિંમતમાં તો તમે ખરીદી લેશો વૈભવી બંગલો

હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ લૉકડાઉનમાં હાલ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. મહેશ બાબુ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે પરંતુ તેણે ફિલ્મ્સમાં પોતાની આગવી ઓળખ બનાવવા ઘણી મહેનત કરી છે. એક્ટ્રેસ નમ્રતા શિરોડકરે હિન્દી ફિલ્મ્સ બાદ તેલુગુ ફિલ્મ ‘વામસી’ સાઈન કરી હતી, જેમાં લીડ રોલમાં મહેશ બાબુ હતો. આ ફિલ્મથી મહેશ બાબુએ ડેબ્યૂ કર્યું હતું.

આજે નમ્રતા મહેશ બાબુની પત્ની છે. જ્યારે મહેશ બાબુ સાઉથનો સૌથી વધુ ફિલ્મ લેતા સુપરસ્ટાર્સમાંથી એક છે. આ ઉપરાંત તેની પાસે પોતાની વેનિટી વેન પણ છે. આજે અમે તમારી સમક્ષ મહેશ બાબુની વેનિટી વેન સાથે જોડાયેલી વાતો જણાવી રહ્યાં છીએ.

મહેશ બાબુ પાસે જે વેનિટી વેન છે તેની કિંમત લગભગ 6.02 કરોડ રૂપિયા છે. 2013માં આવેલી ફિલ્મ ‘સીતમ્મા વકિતલો સિરિમલે ચેત્તુ’ દરમિયાન તેણે આ વેન ખરીદી હતી. આ વેનમાં જ પોતાના ઘર કરતા વધુ સમય પસાર કરતો હોય છે. હાલ તો લૉકડાઉનના કારણે તમામ લોકો ઘરમાં બંધ છે. પરંતુ જ્યાર મહેશ બાબુ શૂટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે તેને સૌથી વધુ આરામ વેનમાં જ મળે છે.

મહેશ બાબુની વેનિટી વેનમાં 2 બેડરુમ છે. તેમાં તેનો પર્સનલ બેડરુમ પણ છે. તેમા લાગેલું ટીવી સેટ પણ સામાન્ય નથી. આ સેટેલાઈટ ટીવી છે. જેના થકી ગમે ત્યાં ઈન્ટરનેટ એક્સેસ કરવામાં આવે છે અને કોઈપણ દેશની ચેનલ્સ જોઈ શકાય છે. મહેશ બાબુની વિશેષ ડિમાન્ડ પર આ ટીવી સેટ લગાવવામાં આવ્યું હતું.

આ વેનિટીની સરખામણી તમે કોઈપણ હરતા-ફરતા ઘર સાથે કરી શકો છો. તસવીરોમાં મહેશ બાબુની મેકઅપ ચેર પણ જોઈ શકાય છે. વેનિટી વેનના એ ભાગને તેનું હરતું-ફરતું ગ્રીન રુમ કહી શકાય.

મહેશ બાબુએ પોતાની ઈચ્છા અનુસાર વેનને ડિઝાઈન કરાવી છે. વેનિટી વેનને ‘કારવાં’ પણ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, મહેશ બાબુની વેનિટીમાં દીકરાની સાથે તેની તસવીર પણ લગાવવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page