Only Gujarat

Bollywood FEATURED

મોટો ટીકો ને ગુલાબી ચણિયા ચોલીમાં ભાવિ પતિ સાથે નેહા કક્કરે કર્યાં ભાંગડા

મુંબઈ: જાણીતી સિંગર નેહા કક્કડ 24 ઑક્ટોબરે રાઈઝિંગ સ્ટાર સિંગર રોહનપ્રીત સાથે લગ્ન કરવાની છે. તેમના લગ્નને લઈને ચાહકો ખુશ છે તો કેટલાક લોકોને કન્ફ્યૂઝન પણ છે. જો કે આ વચ્ચે આ ખબરને કન્ફર્મ કરતા હવે નેહાએ રોહનપ્રીત સાથે સગાઈ કરી લીધી છે. બંનેની તે સેરેમનીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં નેહા અને રોહનપ્રીત ઢોલના તાલ પર નાચતા અને મજા કરતા નજર આવ્યા. જો કે આ વચ્ચે ખબર આવી રહી છે કે, પરંપરાગત રીતે લગ્ન કરતા પહેલા તેઓ 22 ઑક્ટોબરે દિલ્લીમાં રજિસ્ટર્ડ મેરેજ કરશે. જેમાં નેહા અને રોહનના ઘરના લોકો જ હાજર રહેશે.

જણાવી દઈએ કે નેહા કક્કડના લગ્ન પહેલા 21 ઑક્ટોબરે રોહનપ્રીત સાથેનો તેને પહેલો આલ્બમ નેહૂ દા વ્યાહ પણ રિલીઝ થશે. જણાવી દઈએ કે અત્યાર સુધી લોકો તેને સૉન્ગના પ્રમોશનનો સ્ટંટ માની રહ્યા હતા, જે લૉકડાઉન વેડિંગ પર આધારિત છે.

નેહાએ પોતાની અને રોહનપ્રીતની રોકા સેરેમનીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા નેહાએ લખ્યું કે- નેહૂ દા વ્યાહ વીડિયો કાલે રીલિઝ થશે. ત્યા સુધી મારા ચાહકો માટે નાનકડી ભેટ. આ છે અમારી રોકા સેરેમનીની વીડિયો ક્લિપ. હું રોહનપ્રીત અને તેમના પરિવારને પ્રેમ કરું છું. થેંક્યું મિસિસ એન્ડ મિસ્ટર કક્કડ એટલે કે મમ્મી પાપા. બેસ્ટ ઈવેન્ટ માટે થેંક્યૂ.

રોકા સેરેમનીમાં બંનેએ એકબીજાનો હાથ પકડીને એન્ટ્રી કરી. આ ગ્રાંડ સેરેમનીમાં નેહા અને રોહનના પરિવારના અનેક સભ્યો સામેલ થયા. એન્ટ્રી દરમિયાન નેહા અને રોહન પ્રીતે ઢોલ પર ભાંગડા અને ડાન્સ કર્યો. પહેલો વીડિયો સામે આવતા જ ઈન્ડસ્ટ્રીના મિત્રોએ તેને શુભકામનાઓ આપી.

આ પહેલા નેહાએ વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો નેહા અને રોહનપ્રીતના પરિવારની પહેલી મુલાકાતનો હતો. જેમાં નેહા, રોહનપ્રીતનો હાથ પકડીને તેની સાથે બેઠેલી નજર આવે છે અને તેઓ એકબીજા સાથે વાતો કરીને સ્મિત આપી રહ્યા છે.

જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતે કેટલાક સમય પહેલા જ પોતાના સંબંધને સોશિયલ મીડિયા પર ઑફિશિયલ કર્યો છે જે બાદથી બંનેના લગ્નની ચર્ચા ચાલી રહી છે. જાણકારી પ્રમાણે બંને આ મહીને જ લગ્ન કરી લેશે. જણાવી દઈએ કે રોહનપ્રીત નેહાથી 6 વર્ષ નાનો છે.

રોહનપ્રીત સિંહ પણ સિંગર છે. તેણે 2007માં રિયાલિટી શો સા રે ગા મા પા લિટલ ચેંપ્સથી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે 2018માં રાઈઝિંગ સ્ટાર 2માં નજર આવ્યા. તે શોના ફર્સ્ટ રનર અપ રહ્યા. આ બે શોથી જ રોહનપ્રીતને ઓળખ મળી. પટિયાલા, પંજાબમાં પેદા થયેલા રોહનપ્રીત સિંહ માત્ર 26 વર્ષના છે.

જણાવી દઈએ કે રોહનપ્રીત પહેલા નેહા હિમાંશ કોહલી સાથે રિલેશનશિપમાં હતી. તો ઈન્ડિયન આઈડલના સેટ પર ટીઆરપી વધારવા માટે કરવામાં આવેલા સ્ટંટમાં આદિત્ય નારાયણ સાથે લગ્ન પણ કર્યા હતા.

તો બીજી તરફ, નેહા કક્કર પહેલા રોહનપ્રીત શહનાઝ ગિલ સાથે લગ્ન કરવા કલર્સના રિયાલિટી શોમાં પહોંચ્યા હતા. જો કે, કોરોનાના કારણે આ શોને વચ્ચેથી જ બંધ કરવો પડ્યો હતો.

You cannot copy content of this page