Only Gujarat

Bollywood

શ્રેયા ઘોષાલે 6 મહિનાના દીકરાનો ફોટો શેર કર્યો, ઈન્ટરનેટ પર મચાવે છે ધમાલ

બોલિવૂડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલે પોતાના 6 મહિનાના દીકરાનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમનો દીકરો ક્યૂટ લાગે છે. શ્રેયાના આ ક્યૂટ ફોટો સોશિયલ મીડિયામાં યૂઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફૅમસ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ 6 મહિના પહેલાં મા બની હતી. સોમવાર એટલે કે, 22 નવેમ્બરે શ્રેયા ઘોષાલે પોતાના દીકરાનો ફોટો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રેયા ઘોષાલે 6 મહિના પહેલાં 22 મેએ દીકરાને જન્મ આપ્યો હતો. તેમના દીકરાનું નામ દેવયાન છે. શ્રેયા ઘોષાલે ઇન્સ્ટાગ્રામ પર દીકરાનો ફોટો શેર કરીને નોટ્સ પણ લખી છે.

શ્રેયા ઘોષાલે ઇન્સ્ટાગ્રામ પર દેવયાનનો ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘હાય, મારું નામ દેવયાન છે અને હું આજે 6 મહિનાનો થઈ ગયો છું. અત્યારે હું મારી આસપાસની દુનિયાનો એક્સપ્લોર કરવામાં વ્યસ્ત છું. પોતાના ફેવરિટ ગીત સાંભળી રહ્યો છું. ફોટોવાળી પુસ્તકો વાંચી રહ્યો છું. જોક્સ પર હસી રહ્યો છું અને મા સાથે ઘણી બધી વાતો કરી રહ્યો છું. મને ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

શ્રેયા ઘોષાલની આ પોસ્ટ પર અત્યારસુધી લગભગ 10 હજાર ઇન્સ્ટા યૂઝર્સે કોમેન્ટ કરી છે તો, સાડા બાર લાખ લોકોથી વધુ યૂઝર્સે આ પોસ્ટને લાઇક કરી છે. શ્રેયા ઘોષાલની આ પોસ્ટ પર વસુધા શર્માએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે, દેવયાન ખૂબ જ ક્યૂટ છે, ખૂબ જ મસ્ત સ્માઇલ છે. ભગવાન તેને હંમશા ખુશ રાખે. દેવયાનને 6 મહિના પૂરા થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા.

ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલે આ વર્ષે માર્ચ મહિનામાં પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતાં. પોતાના ફેન્સને જણાવતાં શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, બેબી શ્રાયદિત્ય આવવાનો છે. શિલાદિત્ય અને હું આપની સાથે આ સમાચાર શેર કરી ખૂબ જ ખુશ અનુભવી રહ્યા છીએ.

શ્રેયા ઘોષાલના દીકરા વિશે તો તમે જાણી લીધું. હવે તમને શ્રેયા ઘોષાલના પતિ શિલાદિત્ય વિશે જણાવીએ છીએ. શ્રેયા ઘોષાલે પોતાના બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગભગ 6 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં. 5 ફેબ્રુઆરી 2015માં શ્રેયા ઘોષાલ અને શિલાદિત્ય મુખોપાધ્યાય લગ્ન કર્યા હતાં.

આ લગ્નમાં માત્ર શ્રેયા અને શિલાદિત્યના પરિવારના લોકો સામેલ થયા હતાં. આ લગ્ન છુપી રીતે કર્યા હતાં અને તેની જાણ જ્યાં સુધી શ્રેયાએ કોઈને કરી નહીં ત્યાં સુધી કોઈને ખબર પડી નહોતી. લગ્નના એખ દિવસ પછી સોશિયલ મીડિયા પર જ્યારે શ્રેયા ઘોષાલના લગ્નના ફોટો શેર કર્યા ત્યારે તેમના ફેન્સને ખબર પડી કે, શ્રેયા ઘોષાલ અને શિલાદિત્ય મુખોપાધ્યાય એકબીજાના જીવનસાથી બની ગયા છે.

You cannot copy content of this page