Only Gujarat

Bollywood FEATURED

પત્ની ને બાળકો સાથે ‘સિંઘમ’ રહે છે આ આલિશાન બંગલામાં, તસવીરોમાં માણો ભવ્યતા

મુંબઈઃ અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મૈદાન’ની નવી રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે 15 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ભારતીય ફૂટબોલના ગોલ્ડન એરા પર આધારિત આ ફિલ્મ પહેલાં ઓગસ્ટ, 2021માં રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ આવતા વર્ષે દશેરા પર રિલીઝ થશે. ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે. આમ તો અજય પોતાના શરમાળ સ્વભાવને કારણે જાણીતો છે. જોકે, તે લક્ઝૂરિયસ લાઈફનો શોખીન છે. અજય દેવગન મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં રહે છે. તેના બંગલાનું નામ ‘શિવશક્તિ’ છે. આજે આપણે જોઈએ અજય દેવગનના લક્ઝૂરિયસ બંગલાની તસવીરો.

અજય દેવગન તથા કાજોલે પોતાના બંગલામાં વુડનવર્ક કરાવ્યું છે. આ સાથે જ દીવાલમાં વ્હાઈટ રંગ છે. આ સાથે જ સુંદર પેઈન્ટિંગથી દીવાલો સજાવી છે. 

કાજોલે પોતાના ઘરનો દરેક ખૂણો સુંદરતાથી ડેકોરેટ કર્યો છે. ઘરમાં સ્વિમિંગ પૂલ, જીમ, મિની થિયેટર, લાઈબ્રેરી, સ્પોર્ટ્સ રૂમ તથા મોટું ગાર્ડન છે. અજય દેવગનનું માત્ર મુંબઈમાં જ નહીં લંડનમાં પણ ભવ્ય ઘર છે. 

લંડનના પાર્ક લેન વિસ્તારમાં આવેલા આલિશાન વિલાની કિંમત 54 કરોડ રૂપિયા છે. અજય દેવગન અવાર-નવાર વેકેશન મનાવવા આવે છે. 

અજય દેવગનના પ્રોડક્શન હાઉસ ‘અજય દેવગન ફિલ્મ્સ’ છે. આ કંપનીની વેલ્યૂ અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. 

અજય દેવગન બાલકનીમાંથી ચાહકોનું ઘણીવાર અભિવાદન કરતો હોય છે.

કાજોલ પોતાની માતા તનુજા સાથે

અજય દેવગન દીકરી ન્યાસા તથા પત્ની કાજોલ સાથે

હળવાશની પળોમાં અજય દેવગન, કાજોલ તથા ન્યાસા

You cannot copy content of this page