Only Gujarat

Business FEATURED

હવે મન પડે એટલું નેટ વાપરો, જિઓની આવી છે સૌથી સસ્તી ઓફર, માત્ર ત્રણ રૂ.થી શરૂ

મુંબઈઃ કોરોનાની મહામારીના કારણે મોટાભાગના લોકો વર્કફ્રોમ કરી રહ્યાં છે. કંપનીનું કામ ઘરેથી કરવા માટે અને બીજા કર્મચારીઓ સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે ઇન્ટરનેટ જરૂરી છે. આ સ્થિતિમાં દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો તેમના ગ્રાહકો માટે સૌથી સસ્તો પ્લાન લઇને આવ્યું છે. આ પ્લાનમાં આપ માત્ર 3.5થી 4 રૂપિયામાં 1 જીબી ડેટા મેળવી શકો છો. આ પ્લાન એ લોકો માટે સૌથી બેસ્ટ છે, જે ઓછી કિંમતે વધુ ડેટા ઇચ્છે છે. તો જિઓના સૌથી સસ્તા અને બેસ્ટ પ્લાન્સ વિશે થોડું જાણીએ..

149 રૂપિયાનો પ્લાન: Jioના આ પ્લાનમાં ગ્રાહકને રોજ 6 રૂપિયામાં 1GBનો ડેટા મેળે છે. આ સાથે જિયો ટૂ જિયો અનલિમિટેડ લોક અને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 300 મિનિટ ફ્રી મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.

199 રૂપિયાનો પ્લાનઃ Jioના આ પ્લાન આપને સાડા ચાર રૂપિયામાં 1 જીબી ડેટા મળશે. આમ તો તેમાં આપને રોજના 1.5 જીબીનો ડેટા આપવામાં આવે છે. આ હિસાબે 1 જીબીનો રેટ 4.5 રૂપિયા થશે. 199નો આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં આપને જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલ અને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 1,000 મિનિટ આપવામાં આવે છે.

249 રૂપિયોનો પ્લાનઃ Jioના આ પ્લાનમાં ગ્રાહકને માત્ર 4 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં આપને રોજના 2 જીબીનો ડેટા મળશે. તેમજ જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલ અને બીજા નેટવર્ક પર કોલ માટે 1,000 મિનિટનું જિઓ ટૂ નોન જિઓ FUP મળી રહી છે. આ પ્લાનની વેલિડીટિ 28 દિવસની હોય છે.

399 રૂપિયાનો પ્લાનઃ Jioનો પ્લાન ગ્રાહકો માટે માત્ર 4.75 રૂપિયામાં રોજના 1 જીબી ડેટા આપે છે. 399 રૂપિયાના આ પ્લાનની વેલિડીટિ 56 દિવસની છે. આ પ્લાનમાં આપને રોજ 1.5 જીબીનો ડેટા મળે છે. આ સાથે જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલ અને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે 2,000 મિનિટ આપવામાં આવે છે.

599 રૂપિયાનો પ્લાનઃ Jioનો 599 રૂપિયાના પ્લાન યૂઝર્સને માત્ર 3.5 રૂપિયામાં 1 જીબી ડેટા મેળશે. આ પ્લાનની વેલિડીટિ 84 દિવસની છે. તેમાં દરરોજ 2 જીબી મેળે છે. આ હિસાબે 1 જીબીનો રેટ 3.5 રૂપિયા થશે. આ પ્લાનમાં જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલિંગ અન્ય નેટવર્ક માટે 30000 મિનિટ ફ્રી મળે છે. આ જિઓનો પ્લાન સૌથી સસ્તો અને સારો છે. આ સાથે જિઓના બધા જ પ્લાન સાથે આપને રોજ 100 એસએમએસ અને જિઓ એપ્સના સબ્સસ્ક્રિપ્શનનો પણ ફાયદો મળશે.

You cannot copy content of this page