Only Gujarat

FEATURED International

ગુસ્સામાં પત્નીનો છટક્યો પારો ને પોતાના સંતાન સાથે કરી નાખ્યું આવું કામ…!

ક્યોવ: એક માતાની દુનિયા તેમના બાળકોમાં સમેટાઇને રહી જાય છે. મા માટે તેમના બાળકથી મહત્વનું કે વિશેષ કંઇ જ નથી હોતું. જોકે ક્યારેક એવી ઘટના સામે આવે છે, જે માની મમતાને પણ કલંકિત કરી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક મહિલાની તસવીર વાયરલ થઇ છે, જેમાં તે એક પ્લાસ્ટિકની બેગમાં બાળકને નાખીને આરામથી શોપિગ કરતી જોવા મળી. તેની બેગમાં બાળકને જોઇને લોકો દંગ રહી ગયા. બાળક અંદર બેગમાં રડી રહ્યું હતું, પરંતુ તે મહિલા આરામથી ફરી રહી હતી. જ્યારે લોકોએ મહિલાને બાળક વિશે પૂછ્યું તો તેણે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તે બાળકને ફરવા લઇ ગઇ છે. ત્યારબાદ કોઇએ પોલીસને કોલ કરી દીધો અને પોલીસે બાળકને બેગમાંથી કાઢીને બચાવ્યું.

ઘટના યૂક્રેનના ક્યોવની છે. મિરર ઓનલાઇનમાં પ્રકાશિત થયેલ આ સમાચાર મુજબ 29 વર્ષીય એક મહિલાને બાળકને બેગમાં નાખીને બજારમાં ફરતા લોકોએ જોઇ હતી. આ મહિલા તેના પતિ સાથે ઝઘડો કરીને બહાર નીકળી હતી. જો કે તેણે આ ગુસ્સામાં બાળકને પણ બેગમાં નાખી દીધું હતું અને ત્યારબાદ શોપિંગ કરવા માંડી. મહિલાએ જ્યાં સુધી શોપિગ કર્યું ત્યાં સુધી બાળક તેની બેગમાં જ હતું.

થોડા સમય બાદ લોકોને બેગમાંથી રડવાનો અવાજ આવ્યો. પહેલા તો લોકો આ સીન જોઇને કંઇ સમજી ન શક્યા પરંતુ ત્ચારબાદ તેણે મહિલાને આવું કરવાનું કારણ પૂ્છ્યું. જો કે મહિલાએ લોકોની વાતનો યોગ્ય રીતે જવાબ ન આપતા, તેણે જણાવ્યું એવું કહ્યું હતું,’તમે લોકો તમારું કામ કરો’, બાળક બેગમાં રડી રહ્યું હતું અને મહિલા આરામથી શોપિંગ કરી રહી હતી.

આ સમય દરમિયાન કોઇએ પોલીસને ફોન કર્યો અને ઘટનાની જાણકારી આપી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાના હાથમાંથી બેગ ઝૂંટવી લીધું. જો કે પહેલા તો મહિલાએ વિરોધ કર્યો ત્યારબાદ બેગ પોલીસને આપી દીધી. પોલીસે બાળકને બેગમાંથી બહાર કાઢ્યું. આ સમયે પણ બાળક રડી રહ્યું હતું. આ સમયે ત્યાં ગરમી હતી. 30 ડિગ્રી તાપમાનમાં મહિલાએ બાળકને થેલીમાં કેદ કરી દીધું હતું.

બેગમાં રહેવાથી બાળકની તબિયત લથડતાં પોલીસે બાળકે હોસ્પિટલમાં એડમિટ કરાવ્યું. હાલ બાળકનો ઇલાજ ચાલી રહ્યો છે. ગરમીના કારણે બાળકની તબિચત વધુ ખરાબ થઇ ગઇ હતી. આ ઘટનાને જોનાર લોકોનું કહેવું છે કે બાળક બેગમાં પડ્યું -પડ્યું રડી રહ્યું હતું પરંતુ મહિલાને કોઇ જ ફરક પડતો ન હતો. ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page