Only Gujarat

FEATURED National

પિતાની વાળંદની દુકાન, 13 વર્ષીય દીકરીએ જે કર્યું તમે સલામ ઠોકશો એ નક્કી!

મદુરાઈઃ લોકડાઉનમાં સૌથી વધુ ખરાબ હાલત ગરીબોની થઇ છે. લોકો એક ટંક ખાવા માટે તરસી રહ્યા છે. પરિસ્થિતિ હજુ પણ વિકટ છે. આવા સંજોગોમાં સેવાભાવી લોકો ભગવાનથી ઓછા નથી. આપણા દેશમાં આ મુસીબતના સમયે લાખો લોકો ગરીબોને મદદ કરવા આગળ આવ્યા. પરંતુ આ દીકરી એક સીમાચિન્હ રૂપ બની ગઈ. તેણીના પિતા મદુરાઈમાં એક સલૂન ચલાવે છે. તેમણે પોતાની પુત્રી નેત્રાના અભ્યાસ માટે એક એક રૂપિયો જોડીને 5 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. પરંતુ દીકરીએ જયારે ગરીબોની હાલાકી જોઈ, તો એ પૈસા એણે ગરીબોની મદદ માટે ખર્ચ કરી નાખ્યા.


આ દીકરી ‘યુનાઇટેડ નેશન્સ એસોસિએશન ફોર ડેવેલોપેમેન્ટ એન્ડ પીસ(UNADAP)’ને માટે ‘ગુડવિલ એમ્બેસેડર ટુ ધ પુઅર’ નિયુક્ત કરવામાં આવી છે. સાથે જણાવવાનું કે, પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં નેત્રા અને તેના પિતાની પ્રશંસા કરી હતી.


એમ.નેત્રા જણાવે છે કે જયારે એણે લોકડાઉનમાં તેની આસપાસ રહેલા ગરીબ લોકોને ભૂખ્યા જોયા તો તેને ઘણું દુઃખ થયું. તેણે પોતાની ઈચ્છા પિતા સમક્ષ રજૂ કરી. પહેલા તો તેમને પણ નવાઈ લાગી, પરંતુ પછી તેઓ પણ સહમત થઇ ગયા.

તમિલનાડુના મંત્રી સેલુર રાજુ એ નેત્રાની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેઓ મુખ્યમંત્રી પલાનીસામી જોડે સ્વર્ગીય જે.જયલલિતાના નામ પર એક પુરસ્કારથી આ દીકરીને બિરદાવવા માટેની વાત રજૂ કરશે.

સાથે જણાવવાનું કે, મોદીએ ‘મન કી બાત’માં નેત્રાનો ઉલ્લેખ કર્યો હતો. નેત્રાને ન્યૂયોર્ક અને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રના સંમેલનોમાં પોતાની વાત રજુ કરવાનો મોકો મળશે. નેત્રા કહે છે કે, તેને પોતાની આસપાસ રહેલા લોકોની તકલીફો જોઈને ઘણું દુઃખ થાય છે. પૈસા તો આવતા-જતા રહેશે પરંતુ હાલની પરિસ્થિતિ લોકોની મદદ કરવાની છે. નેત્રા કહે છે કે, તેણીના પિતાએ દાખવેલી હિમ્મતથી જ તેનું આત્મબળ વધ્યું છે.

You cannot copy content of this page