Only Gujarat

Religion

જો હથેળી આવી હોય તો તમારા જીવનમાં બસ હશે પૈસા જ પૈસા, તમારી હથેળી પણ આવી છે?

અમદાવાદઃ હથેળીના આકાર અને રેખાઓની બનાવટનું અવલોકન કરીને વ્યક્તિના ભવિષ્ય,રૂપિયા-પૈસાની પરિસ્થિતિઓનો તાગ મેળવવાની વિદ્યાને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. આજે આપણે હાથના આકાર અને તેના પ્રકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ આધાર પર હાથને સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. દરેક પ્રકારના હાથની કેટલીક ખાસ વિશેષતાઓ હોય છે. તમે જુઓ કે,તમારો હાથ ક્યાં પ્રકારમાં આવે છે.

નાનો અથવા તો તામસિક હાથઃ આવો હાથ ખુબ જ નાનો અથવા મોટો અને બેડોળ હોય છે. આ પ્રકારમાં રેખાઓ બહુ જ ઓછી, ખરબચડી, ભારે અને કઠણ હોય છે. આવા હાથમાં આંગળીઓ પણ અસમાન હોય છે અને અંગુઠો પણ નાનો અથવા મોટો હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે આવા હાથવાળા લોકોને સફળતા ખુબ જ સંઘર્ષ પછી મળે છે.આવા લોકો સ્વભાવથી ખુબ ચાલાક, તકસાધુ, અસભ્ય અને નકલખોર હોય છે. ઘણી વખત આવા લોકો માર્ગ ભૂલીને અપરાધી બની જતા હોય છે.

મહેનતી હાથઃ આ પ્રકારના હાથ કંઈક લાંબા,સખ્ત અને આગળની બાજુથી થોડા હલકા હોય છે.આવા હાથમાં આંગળીઓ ચોરસકાર અથવા તો ચપટી હોય છે અને પર્વત દબાયેલા હોય છે. આવો હાથ ઘણો વિસ્તૃત અને પહોળો હોય છે. આ પ્રકારના હાથ વાળા લોકો આત્મનિર્ભર અને ગુણ-સંપન્ન હોય છે.આવા લોકો મહેનતી હોવાની સાથે સાથે હંમેશા કંઈક નવું શોધવા અંગે વિચારતા હોય છે. એ લોકોને તેમના જીવનમાં દરેક પ્રકારના કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. આવા લોકો જીવન માં આગળ જઈ ને ડૉક્ટર, એન્જીનીયર અને મહાન અભિનેતા બને છે.

ચોરસ આકારનો હાથઃ આવા હાથોની આંગળીઓ લાંબી અને સમકોણ હોય છે.એમના નખ નાના અને ચોરસ હોય છે. એમની હથેળી લંબાઈ અને પોહળાઈમાં એકસમાન હોય છે. સાત્વિક વૃત્તિના લોકો અને વેપારીઓનો હાથ સામાન્ય રીતે આવો જ હોય છે. આવા લોકોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આવા લોકો પરિશ્રમી હોવાના કારણે રૂપિયાની ઘણી બચત કરી શકે છે. આવા લોકો વ્યવસાયિક દ્રષ્ટિથી જ વાતનું મહત્વ સમજે છે. આવા લોકો ઘણા કિસ્સાઓમાં હઠાગ્રહી પણ હોય છે, પરંતુ આ પ્રકારની હઠથી તેમને લાભ પણ થાય છે.

દાર્શનિક હાથઃ આવા હાથ લાંબા,પાતળા અને થોડા લચીલા અને કોમળ હોય છે. આવા હાથ સામેની બાજુથી અણીદાર, લાંબા નખવાળા,પાતળી અને ગાંઠદાર આંગળીઓ વાળા અને તેના જોડાણમાં ગાંઠ હોય છે. આવા લોકોને ધનના મામલામાં ખૂબ ઓછી સફળતા મળે છે. આવા પ્રકારના હાથ વાળા લોકો વધુ ધૈર્યવાળા હોય છે. સામાન્ય રીતે આવા હાથ મહાપુરુષો કે સંતોના હોય છે. તેમને ભૌતિકતાને લઈને વધુ ઉત્સાહ નથી હોતો.

કલાત્મક હાથઃ આ પ્રકારના હાથ અણીદાર, પહોળા, ગુલાબી અને થોડા મુલાયમ હોય છે. તેમની આંગળીઓ પાતળી, સુડોળ અને એકસરખા જોડ વાળી હોય છે. આ પ્રકારના હાથમાં આંગળીઓ શરૂઆતમાં થોડી જાડી હોય છે, પરંતુ નખ સુધી પહોંચતા પાતળી થઈ જાય છે. આવા લોકોમાં ગજબની ઈચ્છાશક્તિ હોય છે. આવા લોકો કલાના ક્ષેત્રમાં ખૂબ જ નામ કમાય છે. સામાન્ય રીતે આવા હાથ સંગીત, કલા અને વિજ્ઞાનના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના હોય છે.

આદર્શ હાથઃ આવા હાથ સુંદર મુલાયમ, પાતળા, લચીલા, અણીદાર, લાંબા નખવાળા હોય છે. તેની બનાવટ ખૂબ જ સુંદર હોય છે. આવા પ્રકારના હાથ આધ્યાત્મિક જગત સાથે જોડાયેલા લોકોના હોય છે. આ પ્રકારના લોકો સપનાનાની દુનિયામાં રહેતા આદર્શવાદી વ્યક્તિ હોય છે. આવા વ્યક્તિ દરેક વસ્તુમાં સુંદરતા જુએ છે. તેઓ સ્વભાવના નમ્ર અને શાંતિપ્રિય હોય છે. તેઓ જલ્દી કોઈ પર વિશ્વાસ નથી કરતા, પરંતુ સૌની સાથે મૃદુ વ્યવહાર કરે છે.

મિશ્ર હાથઃ આ પ્રકારના હાથમાં આંગળીઓની બનાવટ મિશ્રિત પ્રકારની હોય છે. આ હાથની આંગળીઓ કોઈ એક પ્રકારની નથી હોતી. તેમાં શુભ અને અશુભ બંને પ્રકારના ગુણો હોય છે. આવા હાથ ધરાવતા લોકો દયાળુ પણ હોય છે. આવા હાથ વાળા લોકો ચતુર પણ હોય છે, પરંતુ પોતાની બુદ્ધિનો પ્રયોગ યોગ્ય જગ્યા પર નથી કરતા.

You cannot copy content of this page