Only Gujarat

FEATURED Religion

મૃગશિરા નક્ષત્રમાં આવ્યો સૂર્ય, આ 5 રાશિના જાતકોએ રાખવી પડશે સાવચેતી

8 જૂન સોમવારે સવારે લગભગ 6.30એ સૂર્ય રોહિણી નક્ષત્રમાંથી મૃગશિરા નક્ષત્રમાં આવી ગયો છે. જે 21 જૂન સુધી આ નક્ષત્રમાં રહેશે. આ પછી સૂર્ય 22 જૂને સવારે આદ્રા નક્ષત્રમાં જતો રહેશે. સૂર્યએ નક્ષત્ર બદલવાથી મેષ, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર અને મીન રાશિના જાતકો માટે સારું રહેશે. મિથુન, વૃશ્વિક અને કુંભ રાશિવાળા લોકોએ સંભાળીને રહેવું પડશે. વૃષભ અને તુલા રાશિ માટે સમય ઠીક રહેશે.

સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં આવવાથી કેટલાક લોકોના વર્તનમાં આક્રમકતા વધી શકે છે. મંગળના નક્ષત્રમાં સૂર્ય હોવાથી લોકોમાં ગુસ્સો વધશે, પણ સૂર્યના શુભ પ્રભાવથી કેટલાક લોકોને જોબ અને બિઝનેસમાં મહેનત વધારે કરવી પડશે અને તેમને ફાયદો પણ મળશે. તો કેટલાક લોકો ઇમ્યૂનિટી પાવર વધી શકે છે અને સ્વાસ્થ્ય પણ સુધરશે.

મેષ
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને ફાયદો થશે. સૂર્યના પ્રભાવથી મહેનત વધશે અને તેનું સારું ફળ પણ મળશે. 22 જૂન સુધી આ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કરવામાં આવેલા કામથી સફળતા મળશે. સ્વાસ્થ્યની બાબતે સંભાળીને રહંવુ પડશે.

વૃષભ
મૃગશિરા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરવાથી ભાઈ-બહેનના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારોનો યોગ બની રહ્યો છે. રોકાયેલા રૂપિયા પાછા મળી શકે છે. આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. સારી આદતો અપનાવવી. દાંપત્ય સુખ વધશે. દરરોજના કામ પૂરા થશે.

મિથુન
આ રાશિના જાતકો માટે મુશ્કેલીનો સમય રહેશે. ખર્ચો વધવાની સંભાવના રહેશે. દૂરની યાત્રા થઈ શકે છે, પણ સ્વાસ્થ્યને લઈ સાવધાન રહેવું પડશે. કોઈ વિવાદ થઈ શકે છે. કામકાજ માટે દોડાદોડી બની શકે છે. મહેનત વધારે થશે અને ફાયદો ઓછો થશે. પણ 15 જૂન પછી સ્થિતિમાં સુધારો થશે.

કર્ક
સૂર્યના નક્ષત્રમાં બદલાવવાથી આ રાશિના જાતકોની યોજનામાં આક્રમકતા આવી શકે છે. સંતાન સંબંધી સુખ વધશે. સૂર્યના પ્રભાવથી તમારી યોજનાઓ ફાયદાકાર રહેશે. રોકાયેલા રૂપિયા મળવાની સંભાવના રહેશે. પણ 15 જૂન પછી લેણ-દેણ અને રોકાણમાં સાવધાની રાખવી પડશે.

સિંહ
સૂર્યના પ્રભાવથી આ રાશિના જાતકોને જોબ અને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. પદોન્નતિ નો રસ્તો પણ ખૂલી શકે છે. વર્ક પ્લેસ પર સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સૂર્યના પ્રભાવથી પ્રોપર્ટી સંબંધી રોકાયેલા કામ પૂરા થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઇમ્યૂનિટી પાવર વધશે.

કન્યા
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી તમારી જોબ, બિઝનેસ અને આર્થિક બાબતોમાં નસીબનો સાથ મળી શકશે. દૂરના સ્થાન સાથે જોડાયેલી બાબતોમાં ફાયદો થવાના યોગ બની રહ્યા છે. મહેનતનું પૂરું ફળ મળશે. રોકાયેલા રૂપિયા પણ મળવની સંભાવના છે. તમારા માટે કરવામાં આવેલા કામથી મોટાંભાગના લોકો પ્રભાવિત થશે.

તુલા
સૂર્યના પ્રભાવની સમય મિશ્રફળદાયી રહેશે. 15 જૂન સુધી સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં સંભાળીને રહેવું પડશે. અત્યારે તમારે મહેનત વધારે કરવી પડશે. કામકાજમાં અડચણ આવી શકે છે. 15 જૂન પછી તમારી મહેનતનો થોડો ફાયદો મળી શકે છે. સમજી વિચારીને કરેલા કામ પૂરા કરવામાં તમારે સમય લાગી શકે છે.

વૃશ્ચિક
સૂર્યનું નક્ષત્ર બદલવાથી તમારા રોજિંદા કામો પ્રભાવિત થશે. આ સાથે નોકરી અને વેપારમાં મહેનત વધારે કરવી પડશે. 15 જૂન પછી તમને મહેનતનું ફાયદો ઓછો મળી શકે છે. સાવધાન રહેવું પડશે. વાતચીતમાં તમારા રાઝ પણ ઉજાગર થઈ શકે છે. સેવિંગ ખર્ચ થઈ શકે છે. તમારી વાતચીતની રીતમાં આક્રમકતા આવી શકે છે. ખુદ પર કંટ્રોલ રાખવો.

ધન
મૃગશિરા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરવાથી તમારા દુશ્મનો પર જીત મળી શકે છે. આ સાથે જ તમારા મિત્ર પણ વધશે. કામકાજમાં પણ તમારો પ્રભાવ રહેશે. દાંપત્ય સુખ વધશે. રોજગારની બાબતોમાં પણ સારો સમય રહેશે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. બીમારિઓ સાથે લડવાની તાકાત વધશે. નોકરી અને વેપારમાં સફળતાથી તમે સંતુષ્ટ થશો.

મકર
સૂર્યના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ તમારી યોજનાઓમાં જોવા મળશે. આ કારણે પ્લાનિંગમાં આક્રમકતા આવી શકે છે. નોકરી અને વેપારમાં આપ પ્લાનિંગ કરી શકો છો. જેમાં તમારો પ્રભાવ વઘારે રહેશે. તમારા માટે ફાયદાકારક સમય રહેશે. સંતાનના સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ વધી શકે છે. લવ લાઇફમાં ડોમિનેટિંગ વર્તન થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઇમ્યૂનિટી પાવર વધશે.

કુંભ
માતાના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી ચિંતા ઓછી થઈ શકે છે. પ્રોપર્ટીની બાબતોમાં આક્રમક યોજનાઓ બની શકે છે. જેનાથી બિજાને નુકસાન થઈ શકે છે પણ, આવું કરવાથી બચવું જોઈએ. સૂર્યના પ્રભાવથી તમારામાં બીમારીઓ સામે લડવાની તાકાત ઓછી થઈ શકે છે.

મીન
સૂર્યના નક્ષત્ર બદલવાથી તમારી નાણાકિય સ્થિતીમાં સુધારો થશે. રોકાયેલા રૂપિયા મળવાનો યોગ બની રહ્યો છે. કેટલીક બાબતોમાં નસીબનો સાથ મળશે. મહેનતનો પૂરો ફાયદો તમને મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતોમાં તમારે સંભાળીને રહેવું પડશે. માથાનો દુખાવો અને આંખો સાથે જોડાયેલી મુશ્કેલી થઈ શકે છે.

You cannot copy content of this page