Only Gujarat

Bollywood FEATURED

વ્હાઈટ આઉટફિટમાં સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાનો જોવા મળ્યો બોલ્ડ અવતાર

અભિનેત્રી અંકિતા લોખંડા ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ચાહકોથી વધારે કનેક્ટ રહેવાની કાશિશ પણ કરે છે. હાલમાં જ અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે બહુ જ ખુબસુરત લાગે છે.

અંકિતાની આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તે પોતાની આ તસવીરો પર ચાહકો દ્વારા ખૂબ પ્રેમ વહેંચી રહી છે.

અંકિતા લોખંડેએ તસવીર શેર કરતાં એક નોટ પણ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, છોકરી, તમારા તરફની કહાનીના લોકો ઓળખતા નથી તો કોઈ વાંધો નથી. તમારે કોઈને પણ પ્રુફ કરવાની જરૂર નથી. તેની આ પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. અંકિતાનો આ મેસેજ ટ્રોલ થયા બાદ જવાબ પણ માનવામાં આવી રહ્યો છે.

અંકિતા આ તસવીરોમાં વ્હાઈટ આઉટફિટ પહેર્યું છે. જેમાં તે બહુ જ સુંદર લાગે છે. તેની આ તસવીરો પર ચાહકો કમેન્ટ્સ કરી રહ્યાં છે. અંકિતા લોખંડેની આ તસવીરો પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ આવી ચૂક્યા છે.

અંકિતા લોખંડેએ હાલમાં જ પોતાના મંગેતરની સાથે એક તસવીર શેર કરી હતી. જેની પર લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી. તે પોતાના મંગેતર વિક્કી જૈનની સાથે ગોવા ટ્રિપ પર ગઈ હતી. જ્યાંની તેણે થ્રોબેક તસવીરો પોસ્ટ કરી હતી.

અંકિતા લોખંડેના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો તેણે શો પવિત્ર રિશ્તાથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. સીરિયલ પવિત્ર રિશ્તામાં અંકિતાની સાથે સુશાંત સિંહ રાજપુત મુખ્ય પાત્ર નિભાવતો હતો. આ સીરિયલ બાદ શક્તિ-અસ્તિત્વના અહેસાસ જેવી ટીવી સીરિયલમાં જોવા મળી ચૂકી છે.

હાલમાં જ સુશાંતના નિધન બાદ અંકિતાએ તેના પરિવારને બહુ જ સપોર્ટ કર્યો હતો. તે સોશિયલ મીડિયા પર પણ સુશાંત માટે બહુ જ પોસ્ટ કરતી જોવા મળી છે અને તેના ચાહકોએ પણ બહુ જ સપોર્ટ કર્યો હતો. સુશાંત અને અંકિતા ઘણાં વર્ષો સુધી સાથે રહ્યા હતા પરંતુ વર્ષો બાદ તેમના સંબંધમાં તિરાડ પડી હતી જેના કારણે તે બન્ને વચ્ચેના સંબંધો તુટી ગયા હતાં

અંકિતા લોખંડેએ કંગના રણૌતની પીરિયડ-ડ્રામા ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે બાગી 3માં પણ જોવા મળી છે. તેણે ઘણાં રીયાલિટી શો ઝલક દિખલા જા અને કોમેડી સર્કસ જેવામાં પણ કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page