Only Gujarat

Bollywood FEATURED

1300 કરોડની પ્રોપર્ટીનો માલિક છે સાઉથનો આ સુપરસ્ટાર, જુઓ અદભુત તસવીરો

મુંબઈઃ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને ચિરંજીવીના દીકરા રામચરણ ટોલિવૂડના ફેમસ એક્ટરમાંથી એક છે. રામચરણની સાઉથના સૌથી અમીર સ્ટારમાં ગણતરી થાય છે. રામરચણનું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. લોકો રામચરણની એક્ટિંગને ખૂબ જ પસંદ કરે છે. રામચરણે વર્ષ 2007માં ફિલ્મ ‘ચિરુથા’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. રામચરણની ગણતરી તે સાઉથના સ્ટાર્સમાં થાય છે, જેમણે બોલિવૂડમાં કામ કર્યું હોય. રામચરણ ખૂબ જ લક્ઝૂરિયસ લાઇફ જીવે છે અને તેમની પાસે આલિશાન બંગલો છે, જ્યાં તે પરિવાર સાથે રહે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રામચરણ હૈદરાબાદના જુબલી હિલ્સના પ્રાઇમ લોકેશનમાં 38 કરોડ રૂપિયાના બંગલામાં રહે છે. આ બંગલામાં વર્લ્ડ ક્લાસ અમેનિટીઝ સામેલ છે. આ બંગલાની દીવાલો પર મોંઘા પેઇન્ટિંગ્સ લગાડવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, રામચરણનો આ બંગલો સાઉથના કોઈ પણ સેલેબ્રિટી કરતાં સૌથી મોઁઘો છે. રામચરણ ફિલ્મ એક્ટર ઉપરાંત સફળ બિઝનેસમેન પણ છે.

રામ ચરણના આ બંગલામાંથી નયનરમ્ય નજારો જોવા મળે છે. તેમનો આ બંગલો ખૂબ જ સુંદર છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાચચરણે આ બંગલા માટે વિદેશથી વસ્તુ ખરીદી છે, ત્યારે આ બંગલો લક્ઝૂરિયસ અને આલીશાન બન્યો છે. રામચરણના બંગલામાંથી શાનદાર વ્યૂ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, રામચરણ પાસે પહેલાંથી જ 100 કરોડ રૂપિયાની કિંમતનો બંગલો છે. રિપોર્ટ મુજબ, રામચરણ લગભગ 1300 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે. રાચચરણને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે, જેનું નામ ‘કોનિડેલા પ્રોડક્શન’ કંપની છે.

રામચરણે અપોલો હોસ્પિટલના એક્ઝિક્યૂટિવ ચેરમેન પ્રતાપ સી. રેડ્ડીના પૌત્રી ઉપાસના કમિનેનીએ લગ્ન કર્યા છે. રામચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રામચરણ બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRમાં કામ કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page