મુંબઈઃ બોલિવૂડના ઘણાં એક્ટર તેમના સહ કલાકાર સાથે લગ્ન કરવાને લીધે ચર્ચામાં રહે છે. આ બોલિવૂડ સ્ટારે લગ્ન પહેલા અનેકવાર એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા છે. એવા અનેક બોલિવૂડ એક્ટર-એક્ટ્રસ છે જેમનું નામ લગ્ન પહેલાં અનેક એક્ટ્રસ સાથે જોડાયેલું છે, પણ તેમણે બીજી એક્ટ્રસ સાથે એરેન્જ મેરેજ કરી દરેકને હેરાન કરી દીધા છે. આજે અમે તે બોલિવૂડના સ્ટાર વિશે જણાવીએ.
ગોવિંદા
ગોવિંદા 90નાં દશકના સુપહિટ અને શાનદાર એક્ટર છે. ગોવિંદાની ફિલ્મો દર્શકો ખૂબ જ પસંદ કરતાં હતાં. લગ્ન પહેલાં ગોવિંદાનું નામ અનેક એક્ટ્રસ સાથે સંભળાયું છે, પણ સુનિતા આહુજા સાથે લગ્ન કરી ગોવિંદાએ તેમના ફેન્સને ચોંકાવી દીધા હતા. ગોવિંદા અને સુનિતાને એક દીકરો અને એક દીકરી છે.
વિવેક ઓબેરોય
એક્ટર વિવેક ઓબેરોય અનેક ફિલ્મોમાં તેમના એભિનયથી દર્શકોનું દિલ જીતી ચૂક્યા છે. વિવેક ઓબેરોયનું લગ્ન પહેલાં બોલિવૂડની સુંદર એક્ટ્રસ ઐશ્વર્યા રાય સાથે અફેર હતું, પણ વિવેક ઓબેરોયે પણ એરેન્જ મેરેજ કર્યા હતા. વિવેક ઓબેરોયની પત્નીનું નામ પ્રિયંકા અલ્વા છે. પ્રિયંકા કર્ણાટકના નેતા જીવારાજી અલ્વાની દીકરી છે.
નીલ નીતિન મુકેશ
‘જૉની ગદ્દાર’, ‘ન્યૂયોર્ક’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘ગોલમાલ રીટર્ન’ સહિતની ફિલ્મોમાં જોવા મળેલા નીલ નીતિન મુકેશે પણ એરેન્જ મેરેજ કર્યા છે. નીલ નીતિન મુકેશે વર્ષ 2017માં રુક્મિણી સહાય સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલાં નીલ નીતિન મુકેશનું નામ સોનલ ચૌહાણ અને સાશા આગા જેવી એક્ટ્રસ સાથે જોડાઈ ચૂક્યું છે, પણ નીલ નીતિન મુકેશે રુક્મિણી સાથે લગ્ન કર્યા હતાં.
શાહિદ કપૂર
શાહિદ કપૂર ભલે એરેન્જ મેરેજ કર્યા હોય પણ, તે હંમેશા લગ્ન અને પત્ની મીરાને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. લગ્ન પહેલાં શાહિદ કપૂર અને કરીના કપૂરનું અફેર જગજાહેર હતું. કરીના કપૂર અને શાહિદ કપૂરે ઘણાં વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતાં, પણ શાહિદ કપૂરે વર્ષ 2015માં મીરા રાજપુત સાથે લગ્ન કરી તેમના ફેન્સને ચોંકાવી દીધા હતાં.
રાકેશ રોશન
એક્ટર રિતીક રોશનના પિતા રાકેશ રોશન પણ બોલિવૂડના શાનદાર એક્ટરમાંથી એક છે. રાકેશ રોશને અનેક ફિલ્મમાં કામ કરી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. રાકેશ રોશને પણ પિંકી રોશન સાથે અરેન્જ મેરેજ કર્યા હતાં.