Only Gujarat

Bollywood FEATURED

અભિનેત્રી રવિના ટંડન સાથે આ હદે રોમેન્ટિક થયો હતો સની દેઓલ પછી…..

મુંબઈઃ દમદાર ડાયલૉગ ડિલીવરી અને ગુસ્સાવાળા એક્સપ્રેશનથી કરોડો દર્શકોના દિલ પર રાજ કરનારા સની દેઓલ ડાન્સની બાબતે હંમેશા શરમાય છે. જોકે, અત્યારે સની દેઓલનો એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે રવિના ટંડન સાથે રોમેન્ટિક થતાં જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ત્યારનો છે, જ્યારે સની દેઓલ તેમના દીકરા કરણ દેઓલની ડેબ્યુ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું પ્રમોશન કરવા એક ડાન્સ રિઆલિટી શૉમાં આવ્યા હતાં.

આ દરમિયાન જેવું જ ફિલ્મ ‘ઇમ્તિહાન’નું ગીત ‘તેરે ચહેરે પે અપની નજર છોડ જાઉંગા…’ શરૂ થયું તો સની દેઓલ રવીના ટંડન સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સની દેઓલ રવિના ટંડન સાથે રોમેન્ટિક ડાન્સ કરવા લાગ્યા હતા.

કરણ તેમના પિતા સની દેઓલને આ રીતે રોમેન્ટિક અંદાજમાં જોઈ એક ક્ષણ માટે ચોંકી ગયા હતા. કરણને જોઈ તેમની બાજુમાં બેસેલી એક્ટ્રસનું એક્સપ્રેશન પણ જોવા લાયક હતું.

સની દેઓલના રોમેન્ટિક અંદાજને જોઈ રવિના ટંડન પણ થોડી ક્ષણ માટે શરમાઈ ગઈ હતી. આ દરમિયાન રવીનાનાં એક્શપ્રેશન પણ જોવા લાયક હતું.

રવીના ટંડન અને સની દેઓલને આ અંદાજમાં જોઈ હાજર લોકો એકીટકે જોઈ રહ્યા હતાં.

સની દેઓલનો રોમેન્ટિક અંદાજ જોઈ તેમનો રવિના ટંડને હાથ પકડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સની દેઓલ અને રવીના ટંડને અનેક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જેમાં ‘ક્ષત્રિય’, ‘ઇન્સાનિયત’, ‘ઇમ્તિહાન’, ‘જિદ્દી’ અને ‘સલાખે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

સની દેઓલ તેમના દીકરા કરણે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેમના પિતા સની દેઓલે જ બનાવી હતી. આ ફિલ્મની હીરોઇન સહર બામ્બા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page