Only Gujarat

Bollywood FEATURED

સુષ્મિતા-પ્રિતી સહિતના સ્ટાર્સ સાથે કામ કરનાર અભિનેત્રી આ રીતે બની રાતોરાત સ્ટાર

મુંબઈઃ ભારતમાં ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્લિકેશન બેન કરી દેવામાં આવી છે. દેશમાં ટિકટોક એટલું ફેમસ હતું કે, તે અંગે હજુ પણ પ્રતિક્રિયા આવી રહી છે. આવું થવાનું એક કારણ હોઇ શકે કે, ભારતમાં ટિકટોક દ્વારા કલાકારોએ તેમની અલગ ઓળખ બનાવી રૂપિયા કમાયા હતા. એહસાસ ચન્ના પણ તેમાંથી એક છે. જોકે, એહસાસ ટિકટોક ઉપરાંત બાળપણથી બોલિવૂડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ પ્લે કરતી હતી, પણ ટિકટોક પર એહસાસ ચન્ના ખૂબ જ એક્ટિવ હતી. એહસાસ ચન્નાની ટીકટોક ID @ahsaaschanna હતી. જેમાં 3.4 મિલિયન ફોલોઅર્સ હતાં.

એહસાસ ચન્નાનો 5 ઓગસ્ટ, 1999માં મુંબઈમાં જન્મ થયો હતો.

એહસાસ ચન્નાના પિતા ઇકબાલ ચન્ના સિંધી ફિલ્મ નિર્માતા છે. મા કુલબીર કૌર બડસરન એક ટેલીવિઝન અભિનેત્રી છે.

એહસાસ ચન્નાએ તેમના કરિયરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરમાં કરી હતી. એહસાસે તેમની શરૂઆત ફિલ્મ ‘વાસ્તુ શાસ્ત્ર’થી કરી, જેમાં તેમણે રોહન, સુષ્મિતા સેનની દીકરીનો રોલ પ્લે કર્યો હતો.

એહસાસ ચન્નાએ ‘માઇ ફ્રેન્ડ ગણેશા’માં આશૂ અને ‘કભી અલવિદા ના કહેના’માં અર્જુનનો રોલ પ્લે કર્યો હતો.

એહસાસે ટેલીવિઝન પર નિખિલ સિન્હાની ‘દેવો કે દેવ મહાદેવ…’માં ભગવાન શિવ અને પાર્વતીની દીકરી અશોક સુંદરીનો રોલ પ્લે કર્યો હતો.

એહસાસ ચન્નાએ ‘એમટીવી ફનાહ’માં ધારાનો રોલ પ્લે કર્યો હતો, જે 21 જુલાઈ 2014થી શરૂ થયેલી એમટીવી ઇન્ડિયા પર પ્રસારિત થનારી પહેલી મીની ટીવી સિરીઝ હતી.

એહસાસ ખન્નાની 20 વર્ષની ઉંમરમાં વિકિપીડિયા, ફોર્બ્સ, આઇએમડીબી અને અલગ-અલગ સોર્સ મુજબ નેટવર્થ 1.5 મિલિયન ડોલર છે.

એહસાસ ડિજની ચેનલના શૉ ‘ઓય જસ્સી’ અને ‘બેસ્ટ ઓફ લક નિક્કી’ની ચોથા સીઝનમાં જોવા મળી હતી.

એહસાસે બાળપણમાં મોટાભાગની ફિલ્મોમાં છોકરી નહીં પણ છોકરાનો રોલ પ્લે કર્યો છે.

એહસાસે ‘કભી અલવિદા ના કહેના’માં પ્રીતિ જિન્ટાનો દીકરો બની હતી.

એહસાસને ઘણીવાર બાળપણમાં છોકરાનો રોલ પ્લે કર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page