Only Gujarat

Bollywood TOP STORIES

મળો, પહેલી જ વાર ‘સીતામાતા’ની બે નટખટ દીકરીઓને, લંડનથી ભણીને આવી છે એક લાડલી

મુંબઈઃ 1987માં ટેલિકાસ્ટ થયેલી ‘રામાયણ’ સીરિયલ હાલ દૂરદર્શન પર ફરીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. આ સીરિયલ જોઈને કલાકારોને લોકો વાસ્તવમાં ભગવાન માનવા લાગ્યા હતાં. આટલું જ નહીં તેઓ જ્યા પણ જતા ત્યાં તેમને પગે લાગતા હતાં. આ સીરિયલમાં રામનો રોલ અરુણ ગોવિલ તથા સીતાનો રોલ દીપિકા ચિખલિયાએ કર્યો હતો. દીપિકા ચિખલિયા હાલમાં 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેમનો જન્મ 29 એપ્રિલ, 1965માં મુંબઈમાં થયો હતો. દીપિકાની દીકરીઓની તસવીરો ભાગ્યે જ સામે આવી છે. આજે અમે તમને દીપિકાની પતિ તથા દીકરી સાથેની તસવીરો બતાવીશું.

દીપિકાએ ‘રામાયણ’ સીરિયલ ઉપરાંત અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં ‘ભગવાનદાદા’, ‘રાત કે અંધેરે મેં’, ‘ખુદાઈ’, ‘સુન મેરી લૈલા’, ‘ચીખ’, ‘આશા ઓ ભાલોબાશા’ (બંગાળી), તમિળ ફિલ્મ ‘નાંગલ’ જેવી ફિલ્મ કરી હતી. જોકે, આમાંથી મોટાભાગની સીરિયલ બી ગ્રેડની હતી.

વર્ષ 2017માં દીપિકાએ ગુજરાતી સીરિયલ ‘છૂટાછેડા’થી ગ્લેમર વર્લ્ડમાં કમબેક કર્યું હતું. આ ઉપરાંત દીપિકાએ મનોજ ગિરીની ફિલ્મ ‘ગાલિબ’માં પણ કામ કર્યું હતું. દીપિકા ચિખલિયા ફિલ્મ ‘બાલા’માં યામી ગૌતમની માતાના રોલમાં જોવા મળી હતી.

દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં હતાં. હેમંત ટોપીવાલા બિઝનેસમેન છે. તેઓ શિગાંર ચાંદલો, ટિપ્સ એન્ડ ટોઝ નેલપોલિશના ઓનર છે. દીપિકા તથા હેમંતને બે દીકરીઓ છે, નિધી તથા જૂહી.

લગ્ન બાદ દીપિકાએ ગ્લેમરવર્લ્ડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. દીપિકાએ પતિનો બિઝનેસ સંભાળ્યો હતો અને તેમાં માર્કેટિંગ ટીમને લીડ કરી હતી.

દીપિકાની બે દીકીઓ નિધી તથા જૂહી. બંને બહેનો વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ જોવા મળે છે. બંને બહેનો

દીપિકા ચિખલિયા પોતાના પિતા સાથે પોતાના વેડિંગ રિસેપ્શનમાં.  યુવાનીના દિવસોમાં દીપિકા કંઈક આવા જોવા મળતાં હતાં.

માતા સાથે દીપિકા. દીપિકાની દીકરી નિધી પિતા હેમંતની કંપની શિગાંરમાં ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે કામ કરે છે. આટલું જ નહીં તે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે. દીકરી જૂહીની વાત કરવામાં આવે તો તેણે લંડનમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે હાલમાં એફએમસીજી કંપનીમાં સેલ્સ તથા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. દીપિકાની બંને દીકરીઓ માતાની જેમ એક્ટિંગ ફિલ્ડમાં જવા માગતી નથી.

વેડિંગ રિસેપ્શનમાં દીપિકા પતિ હેમંત તથા કાકા એટલે કે સ્વ. રાજેશ ખન્ના સાથે.

You cannot copy content of this page