Only Gujarat

Bollywood FEATURED

હનિમૂન દરમિયાન પતિએ અભિનેત્રી પત્નીને માર્યો માર, પત્નીની ફરિયાદ બાદ પોલીસે કરી ધરપકડ

મુંબઈઃ બોલિવૂડમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારી પૂનમ પાંડેએ આ મહિને જ 10 સપ્ટેમ્બરના બૉયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે સિક્રેટલી લગ્ન કર્યા હતા. લગ્નને 12 દિવસ પણ નથી થયા કે તેમના સંબંધોનો અંત આવવા જઈ રહ્યો છે. સોમવારે પૂનમે પતિ સૈમ બોમ્બે વિરુદ્ધ માર મારવા, ત્રાસ અને ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગોવા પોલીસે સૈમ બોમ્બેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કપલ હાલ ગોવામાં હનિમૂન ટ્રિપ પર છે. પૂનમ પાંડે અહીં કોઈ ફિલ્મની શૂટિંગ પણ કરી રહી હતી.

ગોવામાં કાનાકોના પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરે જણાવ્યું કે, પૂનમે પોતાની ફરિયાદમાં સોમવાર રાતે પતિએ શારીરિક શોષણ કરવાની સાથે માર માર્યો હોવાની વાત કહી હતી. આ ઉપરાંત પતિએ એક્ટ્રેસ પત્નીને ધમકી પણ આપી હતી. પોલીસે કહ્યું કે, પૂનમને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

પૂનમની ફરિયાદના આધારે પતિ સૈમની મેડિકલ ટેસ્ટ બાદ આઈપીએસની 354એ, 323, 324 અને 506(2) કલમ હેઠળ ધરપકડ કરવામા આવી છે. જેમાંથી અમુકમાં જામીન મળી શકતા નથી. હવે આરોપીને કોર્ટમાં રજૂ કરવામા આવશે.

પૂનમ પાંડેએ આ વર્ષે જ જુલાઈના અંતે બૉયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે સગાઈ કરી હતી. સૈમ દ્વારા સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ રિંગ પહેરેલી પૂનમ સાથેની એક તસવીર પણ શેર કરી હતી. આ સાથે જ પૂનમ પાંડેએ પણ આ વાતની પૃષ્ટિ કરી હતી.

આ અગાઉ સૈમે ઈન્સ્ટા પર એક તસવીર શેર કરી હતી, જેમાં બંને પોતાની રિંગ્સ દેખાડી રહ્યાં હતા. સૈમે લખ્યું હતું કે,‘અંતે અમે આ કરી લીધુ.’ જેના જવાબમાં પૂનમે લખ્યું કે,‘બેસ્ટ ફિલિંગ.’ કોરોના મહામારીમાં લૉકડાઉનના ભંગ બદલ મુંબઈ પોલીસે પૂનમ પાંડે અને તેના પ્રેમી સૈમની ધરપકડ કરી હતી. બંને બહાર ફરવા નીકળ્યા હતા. જોકે પૂનમે આવી કોઈપણ ઘટનાનો ઈન્કાર કર્યો હતો.

પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ ‘નશા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ એડલ્ટ સર્ટિફિકેશનવાળી ફિલ્મમાં પૂનમે એવી ટીચરનો રોલ કર્યો હતો, જે પોતાના જ એક સ્ટુડન્ટ સાથે સેક્સયુઅલ રિલેશનશિપમાં હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page