Only Gujarat

Bollywood FEATURED

ડિવોર્સ બાદ આ એક્ટ્રેસ ફરી વાર કરશે લગ્ન, ભાવિ પતિના પણ છે બીજા લગ્ન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા છૂટાછેડા બાદ એકવાર ફરીથી પોતાની જિંદગીમાં બીજા લગ્ન કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર દીયાના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. એવામાં દીયાના લગ્ન પ્રંસગે અમે તમને દીયા અને તેના પહેલા પતિની લવ સ્ટોરી વિશે બતાવવા જઈ રહ્યાં છીએ.

દીયા મિર્ઝા અને સાહિલ સાંગાના રિલેશન લગભગ 11 વર્ષથી છે. પરંતુ તેમણે વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2014માં લગ્ન કર્યાં હતાં.

દીયા અને સાહિલની લવ સ્ટોરી પહેલા તમને બતાવી રહ્યાં છીએ કે, દીયા આજે એટલે 15 ફેબ્રુઆરીએ મુંબઈના બિઝનેસમેન વૈભવ રેખીની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના એક દિવસ પહેલાં જ આ કપલે વેલેન્ટાઈન ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

વાત કરીએ દીયા અને એક્સ હસબેન્ડ સાહિલની તો આ બંન્નેની પહેલી મુલાકાત એક ફિલ્મને લઈને થઈ હતી. સાહિલ દીયાને કોઈ સ્ક્રિપ્ટ સંભળાવવા માટે આવ્યો હતો.

આ પહેલી મુલાકાત બાદ બન્નેની વચ્ચે મુલાકાતો થવા લાગી ત્યાર બાદ બન્ને ધીરે ધીરે એકબીજાની નજીક આવતાં ગયા. દીયાના પ્રેમમાં પાગલ થઈ ગયેલા સાહિલે તેને પ્રપોઝ કરવા માટે એક ફિલ્મી સ્ટાઈલમાં પસંદગી કરી હતી.

સાહિલે ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ પર દીયાની સાથે જિંદગી વિતાવવા માટે પરમિશન માંગી હતી. આ સાંભળીને દીયા પહેલાં તો ચોંકી ગઈ હતી પરંતુ ત્યાર બાદ તેણે હા પાડી દીધી હતી.

ત્યાર બાદ વર્ષ 2014માં દીયા અને સાહિલે દિલ્હીના એક ફાર્મ હાઉસમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બહુ જ ચર્ચામાં રહ્યાં હતાં. આ સાથે દીયાએ બ્રાઈડલ લુકની તો આજે પણ બહુ જ ચર્ચા થઈ રહી છે.

પોતાના લગ્નના ખાસ અવસર પર દીયા મિર્ઝાએ ફેશન ડિઝાઈનર રિતુ કુમાર કિયા બ્રાઈડલ લંહેગો પહેર્યો હતો. સાહિલે ઓફ વ્હાઈટ અન ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી. આ જોડી શરૂથી જ ચાહકોની બહુ જ પસંદગી હતી પરંતુ વર્ષ પહેલા થયલા છુટાછેટાએ બધાંને ચોંકાવી દીધા હતા.

જોકે, રિપોર્ટ્સ પ્રમાણે લગ્નના થોડા દિવસ પહેલા બન્નેની વચ્ચે બોલાચાલી થઈ હતી જેની માહિતી સામે આવી હતી. સાહિલના જીવનમાં બીજી એક મહિલાની એન્ટ્રી થઈ હતી જેના કારણે આ બન્નેની વચ્ચે અણબનાવ બનતો હતો.

11 વર્ષના રિલેશન અને 5 વર્ષના લગ્નને તોડતા આ બન્ને વર્ષ 2019માં એકબીજાથી સંપૂર્ણ રીતે અલગ થઈ ગયા હતાં.

બન્ને અલગ થયા જેની જાણકારી દીયાએ સોશિયલ મીડિયા પર આપી હતી. દીયાએ લખ્યું હતું કે, સહમતિથી અમે અલગ થયા હતાં પરંતુ જીવનભર મિત્ર રહીશું.

આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં જન્મેય દીયા મિર્ઝા મિસ એશિયા પેસિફિક જીત્યા બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દીયાએ ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.

You cannot copy content of this page