Only Gujarat

FEATURED National

એક સમયે ખંડેર મકાન રિપેર કરાવવાના પૈસા નહોતા, આજે એટલા પૈસા કે આલિશાન ઘર ખરીદી શકે

કોચ્ચિ (કેરળ): જ્યારે સામાન્ય વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય ત્યારે તેને વિચાર આવતો હોય છે કે- કોઈ લોટરી લાગી જાય તો કેવું સારું. આવી જ એક ઘટના વાસ્તવમાં કેરળમાં બની છે. એક 24 વર્ષીય યુવક ઘરે બેઠા-બેઠા અમુક જ મિનિટોમાં કરોડપતિ બની ગયો.

300 રૂપિયામાં બન્યો કરોડપતિ
વાસ્તવમાં આ ઘટના કોચિના અનંતુ વિજયન સાથે બની છે. ભાગ્યએ એવો સાથ આપ્યો કે સમગ્ર જીવન જ બદલાઈ ગયું. વિજયને 300 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી હતી. જેની સામે તેને 12 કરોડ રૂપિયાની લોટરી લાગી. તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તેની પાસે ક્યારેય આટલી મોટી રકમ આવશે. અનંતુએ જણાવ્યું કે,‘આ અગાઉ હું એક વખત 5000 રૂપિયા જીત્યો હતો. તેથી મને વિશ્વાસ હતો અને મે લોટરીની ટિકિટ ફરી ખરીદી.’

મળ્યું બમ્પર ઈનામ અને જીત્યા 12 કરોડ રૂપિયા
ઉલ્લેખનીય છે કે, અનંતુ કોચિના એક મોટા મંદિરમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. તે ઘરમાં એકમાત્ર કમાનારી વ્યક્તિ છે. લૉકડાઉનના લીધે તેની બહેને નોકરી ગુમાવી હતી. જેના કારણે તેની જવાબદારી વધી ગઈ. ભાગ્ય પર વિશ્વાસ રાખતા તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી. રવિવાર સાંજે જયારે કેરળ સરકારે ઓનમ બમ્પર લોટરી 2020ના પરિણામ જાહેર કર્યા તો ઈનામ જીતનારા લોકોમાંથી એક નામ અનંતુનું પણ હતું.

12 કરોડનું બમ્પર ઈનામ તેને મળ્યું હતું. જોકે ટેક્સ અને અન્ય ચાર્જીસના કપાત બાદ તેને 7.5 કરોડ રૂપિયા મળશે. અનંતુને પ્રથમ પ્રાઈઝ મળ્યું છે. અન્ય 6 લોકોને બીજા પ્રાઈઝ તરીકે 1-1 કરોડ રૂપિયા મળ્યા. હાલ સુરક્ષાના કારણોસર તેણે પોતાની લોટરી ટિકિટને બેંકમાં સુરક્ષિત રાખી છે.

જર્જરિત ઘર રિપેર કરાવવાના પૈસા પણ નહોતા
અનંત મૂળ કોચ્ચિના ઈડુક્કીનો રહેવાસી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તે પોતાની ક્લાર્કની નોકરીમાંથી જેટલી કમાણી કરે છે તે પરિવારના ગુજરાન પાછળ ખર્ચ થઈ જાય છે. લૉકડાઉનના કારણે તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેનું ઘર જર્જરિત છે અને ગમે ત્યારે પડી શકે છે. પરંતુ તેમની પાસે એટલા રૂપિયા નહોતા કે તે ઘરનું રિપેરીંગ કામ કરાવી શકે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page