Only Gujarat

Bollywood FEATURED

શાહરુખે સુશાંતને છેતરીને પહેલા સ્ટેજ પર બોલાવ્યને પછી કર્યું હતું અપમાન

સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ હાલતમાં મોતનાં કેસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. અભિનેતાના ઘણા મિત્રો અને પરિચિતો પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે. આ દરમિયાન પોતાને સુશાંતના જિમ પાર્ટનર ગણાવતા સુનીલ શુક્લા કહે છે કે ફિલ્મ ઉદ્યોગમાં સુશાંતને પરેશાન કરવામાં આવી રહ્યો હતો. તેણે તેના આક્ષેપો અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

સુશાંતનો પોતાને જીમ પાર્ટનર ગણાવતા સુનીલ કહે છે કે કેટલાક લોકો સુશાંતની ફિલ્મી કરિયરને ખતમ કરવા માટે કામ કરી રહ્યા હતા. તેણે જણાવ્યુ કે, કેવી રીતે એક એવોર્ડ ફંક્શનમાં શાહરૂખે છેતરીને તેને બોલાવ્યો અને પછી તેનું અપમાન કર્યું.

આટલું જ નહીં સુનિલે એમ પણ કહ્યું છે કે સલમાન ખાન અને કરણ જોહરે તેની કારકિર્દીને બગાડવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. સુનિલના જણાવ્યા અનુસાર, તે જીમમાં સુશાંતનો ભાગીદાર હતો. સુશાંત તેની સાથે વારંવાર તેનાં દિલની વાતો શેર કરતો હતો.

સુનિલના જણાવ્યા અનુસાર, જ્યારે સુશાંત આઈફા એવોર્ડ દરમિયાન શાહરુખ અને શાહિદ સાથે સ્ટેજ શેર કરવા જઇ રહ્યો હતો, ત્યારે શાહરૂખે શો પહેલા તેની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે ફિલ્મ ‘કાઈ પો છે’ વિશે સ્ટેજ પર તેની સાથે વાત કરશે. આ માટે તેને સિગ્નેચર સ્ટેપની પ્રેક્ટિસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

સુનિલે વધુમાં કહ્યું, પરંતુ સ્ટેજ પર પહોંચતાં જ તેણે સુશાંતનું અપમાન કરવાનું શરૂ કર્યું. શાહરૂખની આ વર્તણૂકથી સુશાંત બહુજ દુખી થયો હતો. તે જીમમાં આવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ, હું ત્યાં ગયો, મારી સાથે ખોટું કર્યું, તેમણે મારું અપમાન કર્યું.

તમને જણાવી દઈએ કે આઈફા દરમિયાન સુશાંતને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતો, ત્યારે શાહિદ કપૂરે લોકોને તેનું નામ જણાવતા કહ્યું હતું કે, તે સુશાંત સિંહ રાજપૂત છે. શાહરૂખે આ પર કહ્યું, આ નામ છેકે, આખું સરનામું છે. આ અંગે શાહિદે કહ્યું, તમે તેને સુશ કહી દો. શાહરૂખે કહ્યું-સુશ પણ છે, શાંત પણ છે, તે શું વાત કરશે.

આ પછી શાહિદે કહ્યું, લોકો કહે છે કે તે ઓલરાઉન્ડર છે અને અભિનયની સાથે સાથે તેણે સાંભળ્યું છે કે, ડાન્સ પણ સારો કરે છે. લોકો આવું કહે છે… શાહરૂખે આના પર કહ્યું – અરે, આવું તેના જ ઘરના બે-ચાર લોકોએ કહેતા હશે.

સુનિલ શુક્લાએ કહ્યું કે, કરણ જોહરે સલમાન સાથે મળીને કાવતરું ઘડ્યું હતું કે સુશાંતને કોઈ ફિલ્મ ન મળે. કરણે સુશાંત અને જેક્લીનને ફિલ્મ ‘ડ્રાઇવ’ માટે સાઇન કરી હતી. પરંતુ ફિલ્મની વચ્ચે જ જેકલીનને રેસ-3 માં કામ કરવાની તક મળી.

દરમિયાન, કરણ જોહરે સુશાંતને અન્ય કોઇ ફિલ્મમાં સાઇન કરવાની મંજૂરી આપી નહીં, પરંતુ જેક્લીનને સલમાનની ફિલ્મમાં કામ કરવાની મંજૂરી આપી, જેના કારણે ડ્રાઇવનું શૂટિંગ મોડું થયું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page