Only Gujarat

FEATURED National

મુસ્લિમ યુવકે જાહેરમાં મારી નાખી હિન્દુ યુવતીને, આખા દેશમાં ફાટી નીકળ્યો રોષ

નવી દિલ્હીઃ નિકિતા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હરિયાણાની દીકરીને ન્યાય અપાવવા માટે વિવિધ સ્થળોએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોનો રોષ વધવાના કારણે તેમણે ગૌંછી-સોહના રોડ પર ટ્રાફિક જામ કર્યો હતો. જ્યારે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પીડિત પરિવારને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે ફરીદાબાદ પોલીસને સૂચના આપી છે અને સાથે જ તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી.

વગદાર છે આરોપીનો પરિવાર
મૃતક યુવતીના ભાઈ નવીન તોમરે જણાવ્યું કે, હત્યાના આરોપી તૌસીફના કાકા આફતાબ અહેમદ કોંગ્રેસના ધારાસભ્ય છે. આ લોકો વગદાર છે અને તેમની કોંગ્રેસના મોટા નેતાઓ સુધી પહોંચ છે. નિકિતાના ભાઈએ જણાવ્યું કે, આરોપી 2 વર્ષ અગાઉ પણ તેની બહેનને પરેશાન કરી ચૂક્યો છે, પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. જોકે આરોપીઓના વગદાર પરિવારને જોઈ નિકિતાના પરિવારજનો ડરી ગયા હતા અને પંચાયત સમક્ષ સમાધાન કરી લીધું હતું. નિકિતાના પરિવારે ઈન્સાફ માટે યોગી મૉડલ અપનાવવાની માગ કરી હતી.

જાહેરમાં મારી હતી ગોળી
અભ્યાસમાં આગળ રહેતી નિકિતા એક મોટી અધિકારી બનવાનું સ્વપ્ન સેવી રહી હતી. પરંતુ તેના એકતરફી પ્રેમમાં રહેલો તૌસીફ તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો. નિકિતાએ તેનો પ્રસ્તાવ ફગાવી દીધો. જેથી રોષે ભરાયેલા આરોપીએ તેની હત્યા કરી હતી.

જોકે હવે સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે, તૌસીફની પાછળ રહેલા વગદાર લોકોના કારણે જ તેનામાં એટલી હિંમત આવી કે તે જાહેરમાં ધોળા દિવસે નિકિતાની હત્યા કરી નાંખે.

જોકે હવે સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે, તૌસીફની પાછળ રહેલા વગદાર લોકોના કારણે જ તેનામાં એટલી હિંમત આવી કે તે જાહેરમાં ધોળા દિવસે નિકિતાની હત્યા કરી નાંખે.

કોંગ્રેસના બેવડા વલણ અંગે સોશિયલ મીડિયા પર સવાલ કરવામા આવી રહ્યાં છે. હાથરસમાં રાહુલ-પ્રિયંકાએ ધમપછાડા કરી પીડિત પરિવારને મળવામાં સફળતા મેળવી હતી. જોકે હવે આ કેસમાં કોંગ્રેસના કોઈ ધારાસભ્ય પણ પીડિત પરિવારને મળવા આવ્યા નથી.

You cannot copy content of this page