Only Gujarat

FEATURED Sports

હંમેશા બુરખામાં રહેતી ઈરફાન પઠાણની પત્ની લાગે છે એકદમ સુંદર, ભાગ્યે જ જોવા મળે છે જાહેરમાં

ભારતમાં ક્રિકેટની દીવાનગી લોકો પર છવાયેલી હોય છે. ચાહકો પોતાના માનીતા પ્લેયર સાથે તેના પરિવારને પણ ફૉલો કરે છે. તેમની પ્રોફેશનલ લાઈફથી લઈને પર્સનલ લાઈફમાં લોકોને ખૂબ જ રસ હોય છે. રમતના મેદાન પર કમાલ બતાવનાર ઈન્ડિયન ક્રિકેટર્સની પત્નીઓ પણ ખૂબ જ ખૂબસૂરત અને ગ્લેમરસ છે. અનેક ખેલાડીઓની પત્ની બોલીવુડ એક્ટ્રેસ કે મોડેલ છે. આવી જ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણની પત્ની છે, જે બલા જેવી ખૂબસૂરત છે. એક જમાનામાં ટોચની મોડેલ રહી ચુકેલી ઈરફાનની પત્ની સફા બેગ લગ્ન બાદ ગ્લેમરની દુનિયાથી દૂર છે અને મોટાભાગે હિજાબમાં જ નજર આવે છે.

પોતાનાથી 10 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરનાર ઈરફાન પોતાની પત્નીને બુરખા પાછળ રાખવા બદલ અનેકવાર ટ્રોલ થઈ ચુક્યા છે. લગ્ન બાદ સફાને હિજાબમાં જ જોવામાં આવી છે.

સફા બેગ હૈદરાબાદની છે પરંતુ તે સઊદી અરબના જેદ્દા જિલ્લાના અજિજયામાં મોટી થઈ છે અને ત્યાંની ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

સફા બેગ શરૂઆતથી આવી નહોતી. સઊદી અરબમાં ઉછરેલી સબા વ્યવસાયે એક મોડેલ હતી. આ તસવીરમાં જુઓ તેનો ગ્લેમરસ લૂક.

ઈરફાન પઠાણે સફા સાથે 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે સતત સમાચારોમાં રહ્યા. ક્યારેય વાઈફને બુર્ખો પહેરાવવાના કારણે તો ક્યારેય પત્નીના માત્ર નખ બતાવવાના કારણે તેઓ ટ્રોલ થયા હતા.

ઈરફાને દુબઈમાં લગ્ન કર્યા હતા. જ્યાં તેના ખૂબ જ નજીકના ક્રિકેટર મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા. લગ્ન બાદ તે પોતાના પરિવાર સાથે વડોદરામાં રહે છે. તેનો એક દીકરો પણ છે.

પઠાણની વાઈફ બેહદ ખૂબસુરત છે. તેની તસવીરો ઈસ્ટ એશિયાના અનેક મોટા મેગેઝિનમાં છપાતી હતી. લાખો લોકો તેના દીવાના હતા. સોશિયલ મીડિયા અને ગૂગલ પર તેની અનેક તસવીરો છે.

જો કે ઈરફાન સાથે લગ્ન કર્યા બાદ તે લાઈમલાઈટથી દૂર થઈ ગઈ છે. કેટલાક વર્ષો પહેલા લગ્નના એક પ્રોગ્રામમાં તેને બુરખામાં જોઈને ચાહકોએ ઈરફાનને ખૂબ જ ટ્રોલ કર્યો હતો અને તેના વિચારોના રૂઢિવાદી ગણાવ્યા હતા. આ તમામના કારણે ઈરફાન અને તેના મોટાભાઈ યુસૂફ પઠાણ પર અનેક આરોપો લાગ્યા હતા. લોકોએ તેને કટ્ટરપંથી અને રૂઢિવાદી વિચારધારાને પ્રોત્સાહન આપનારો પણ કહ્યો હતો.

You cannot copy content of this page