Only Gujarat

Sports

એક સમયે ‘હિટમેન’ જીવતો ગરીબીમાં, આજે ઘર આગળ ઊભી છે અનેક કાર

મુંબઈઃ આઈપીએલ 2020માં હાલ વિશ્વના ધુરંધર ખેલાડીઓ રમી રહ્યાં છે. આ સમયે ઘણા યુવા ખેલાડીઓ પણ પોતાની સ્કિલ્સ દેખાડી રહ્યાં છે, તેમની સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ પોતાનો ઝલવો દેખાડી રહ્યાં છે. જેમાંથી એક છે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા. તે પોતાની રમતની સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર વન-ડેમાં બેવડીના સદીના રેકોર્ડ માટે પણ જાણીતો છે.

જોકે ઘણા ઓછા લોકોને ખબર હશે કે આજે કરોડોની કમાણી કરતા રોહિત શર્માનો પરિવાર એકસમયે આર્થિક તંગીનો સામનો કરતો હતો, તેમની માટે ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું. ઘણા વર્ષ અગાઉ પિતાએ નોકરી ગુમાવ્યા બાદ રોહિતના પરિવારે મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો.

રોહિત શર્માનું જીવન ઘણું અકલ્પનીય રહ્યું છે. તેણે પ્રારંભિક જીવનમાં જે ખોટનો અનુભવ કર્યો તે પછી પોતાના દમ પર પરિવારને તે દરેક સુખ આપ્યું. રોહિત આજે ટીમ ઈન્ડિયાનો અભિન્ન અંગ છે. તેની કમાણી પણ કરોડોમાં છે.

રોહિતના પિતા ગુરુનાથ શર્માની વય 60થી વધુની છે. તેઓ અગાઉ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા અને અચાનક નોકરી ગુમાવી હતી. તે સમયે આર્થિક તંગીની સ્થિતિ સર્જાઈ હતી. જે પછી રોહિતે ઘરની જવાબદારી ઉઠાવી, તે સમયે રોહિત ક્રિકેટમાં જાણીતું નામ નહોતું. તેથી તે લોકલ ક્રિકેટમાં રમીને પૈસા ભેગા કરતો હતો.

ઘણા પ્રયાસ બાદ તેને મુંબઈ તરફથી રણજી મેચ રમવાની તક મળી. જૂન 2007માં રોહિતે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. તેણે આયર્લેન્ડ વિરુદ્ધ પોતાની પ્રથમ વન-ડે મેચ રમી હતી. જે પછી સપ્ટેમ્બર 2007માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 ડેબ્યૂ કર્યું પરંતુ બેટિંગની તક મળી નહીં.

બીજી મેચમાં રોહિતે પ્રથમવાર ઈન્ટરનેશનલ લેવલે બેટિંગ કરતા સિક્સ ફટકારી અણનમ 50 રન કર્યા હતા. આ તેના પિતા માટે યાદગાર ક્ષણ હતી. આજે રોહિત શર્મા ભારતના દિગ્ગજ ક્રિકેટર્સમાંથી એક છે. તેની કમાણી કરોડોમાં પહોંચી ચૂકી છે.

તેણે પરિવારની મદદ કરવાની સાથે જ ઘર અને કાર પણ ખરીદી. તેના કાર કલેક્શનમાં 1.40 કરોડની BMW એમ5 સામેલ છે. તેની પાસે એક સ્ક્વૉડા લૉરા અને ઑડી 6 કાર પણ છે. રોહિતે અમુક વર્ષ અગાઉ મુંબઈના વર્લીમાં 30 કરોડની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો. અંદાજે 5700 સ્કે. ફૂટમાં ફેલાયેલો 4 બેડરૂમનો આ ફ્લેટ 29મા માળે છે.

રોહિત શર્મા Royal Oak Offshore Masato ઘડિયાળ પહેરે છે, જેની કિંમત 25 લાખ રૂપિયા છે. રોહિતે યુવરાજની ધર્મની બહેન અને પોતાની મેનેજર રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા. આ બંનેની લવ સ્ટોરી ઘણી વાઈરલ થઈ હતી. જ્યારે રોહિતે બેવડી સદી ફટકારી હતી ત્યારે દર્શકો વચ્ચે બેસનારી રિતિકા રડવા લાગી હતી. રોહિત એક દીકરીનો પિતા પણ છે.

You cannot copy content of this page