Only Gujarat

Sports

સૂર્યાનાં માતા-પિતાને પાડોશી-સંબંધીઓ આવા આવા ટોણાં મારતા

સૂર્ય કુમાર યાદવને એબી ડિવિલિયર્સ બાદ હવે વિશ્વ ક્રિકેટનો નવો મિસ્ટર 360 ડીગ્રી કહેવામાં આવી રહ્યો છે. વસીમ અકરમ જેવા દિગ્ગજ બોલરે સૂર્યા વિશે કહ્યું- આ કોઈ બીજા જ ગ્રહ પરથી આવ્યો છે. SKY નામ પણ પ્રખ્યાત સૂર્યાના શોટ પસંદગી અને ક્રિએટિવ ક્રિકેટને અન્ય બેટ્સમેન પણ ફોલો કરી રહ્યા છે.આ વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે 5 મેચમાં 75ની એવરેજથી 225 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 193 રહ્યો હતો. આ રાઈટ હેન્ડરે 3 ફિફ્ટી પણ ફટકારી છે. હાલમાં તે T20 ફોર્મેટમાં વિશ્વનો નંબર 1 બેટ્સમેન છે.જોકે 2020માં એક સમય એવો હતો, જ્યારે સૂર્યાને ડોમેસ્ટિક અને IPLમાં શાનદાર પ્રદર્શન બાદ પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી. તેણે મેદાન પર બેટ વડે પોતાનો ગુસ્સો કાઢ્યો અને તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આરસીબી સામે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર ઈનિંગ રમી અને તેના ડગઆઉટ તરફ ઈશારો કર્યો. ઈશારામાં કહ્યું- ચિંતા ન કરો. હું છું ને… સૂર્યાના પિતા અશોક કુમાર યાદવે આ વાતો ભાસ્કર સાથે એક ખાસ ઈન્ટરવ્યૂમાં શેર કરી હતી.ત્યાર બાદ IPL UAEમાં રમાઈ હતી
અશોક કહે છે- આજે ભલે સૂર્યા T20માં વર્લ્ડ નંબર 1 બેટ્સમેન છે, પરંતુ બે વર્ષ પહેલાં મારો પુત્ર ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાથી નિરાશ હતો, ગુસ્સામાં હતો. ત્યાર બાદ યુએઈમાં આઈપીએલની મેચો રમાઈ હતી. એક મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે હતો. આ મેચ પહેલાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યાનું નામ ટીમમાં નહોતું. તે ગુસ્સામાં અને નિરાશામાં હતો.બીજા દિવસે જ્યારે તે વિરાટ કોહલીની ટીમ સામે બેટિંગ કરવા વિકેટ પર પહોંચ્યો ત્યારે તેની સ્ટાઈલ અલગ હતી. તેણે લગભગ 184ના સ્ટ્રાઈક રેટથી 43 બોલમાં 79 રન બનાવ્યા. 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.વાસ્તવમાં ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી અને ટીમના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 37 રન ઉમેર્યા. મુંબઈને પહેલો ફટકો ક્વિન્ટન ડિકોક (18)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી મુંબઈની ટીમે એક છેડેથી સતત વિકેટો ગુમાવી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે અંત જાળવી રાખ્યો અને ટીમને 5 વિકેટે જીત અપાવી.આ મેચ દરમિયાન જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક હતી ત્યારે સૂર્યાએ તેની ટીમના ડગઆઉટ તરફ જોયું અને ઈશારામાં કહ્યું- હું છું ને… કદાચ તે કેપ્ટન કોહલીને કહેવા માગતો હતો કે તેની સાથે અન્યાય થયો છે.દરેક મેચ પહેલાં માતાના આશીર્વાદ
સૂર્યનું નામ આજે ભલે આકાશમાં ચમકતું હોય, પણ તેના પગ એકદમ જમીન પર છે. તે પારિવારિક મૂલ્યોમાં ઘણો વિશ્વાસ કરે છે. અશોક કુમાર આગળ કહે છે- સૂર્યને બાળપણથી જ તેની માતા પ્રત્યે સૌથી વધુ લગાવ હતો. આજે પણ મેચ માટે મેદાનમાં જતાં પહેલાં ટીમ સાથે બસમાં હાજર હાય છે અને ત્યાંથી જ માતાને ફોન કરે છે, તેમના આશીર્વાદ લે છે. મેચ બાદ પણ ઘરે પરત ફરતી વખતે તે તેની માતાને ફરીથી ફોન કરે છે અને તેની ઇનિંગ્સ વિશેની વાતો જણાવે છે.

પાડોશીઓ કહેતા હતા, રમતમાં શું રાખ્યું છે

  • આજે સૂર્યા અને તેમનો પરિવારને દેશ-દુનિયા ઓળખે છે, પરંતુ સ્થિતિ હંમેશાં આવી નહોતી. અશોક કહે છે કે હું મુંબઈમાં ભાભા રિસર્ચ સેન્ટરમાં ઈજનેર છું. અમારી સોસાયટીમાં મોટા ભાગે ઈજનેરો અને વૈજ્ઞાનિકો રહેતા હતા. અહીં બાળકો માટે પ્રથમ ફોકસ સ્ટડી હતું.
  • સૂર્યા ભણવામાં એવરેજ રહ્યો. તેની પાછળનું કારણ તેનું ધ્યાન રમત પર વધુ હતું. પહેલાં બેડમિન્ટન રમતો હતો, પછી ક્રિકેટર બની ગયો. અશોક કુમાર કહે છે, મારી સોસાયટીના લોકો મને અને સૂર્યાની માતાને ટોણાં મારતા હતા. તેઓ કહેતા હતા, રમતમાં શું રાખ્યું છે.
  • તમારો પુત્ર તો માત્ર રમત પર જ ધ્યાન આપે છે, એમાં કોઈ કારકિર્દી નથી. અમે બનારસના રહેવાસી છીએ. ત્યાંના સંબંધીઓનો અભિપ્રાય અલગ હતો. તેઓ પણ રહેતા હતા કે રમતમાં નાખીને છોકરાની જિંદગી શા માટે ખરાબ કરી રહ્યા છો?
  • તેમના કહેવા પ્રમાણે- એક દિવસ તેના કોચે મને કહ્યું કે તમારો દીકરો ખૂબ જ પ્રતિભાશાળી છે. તે ચોક્કસપણે કંઈક કરશે. ત્યાર બાદ મેં મારા પુત્રને ક્યારેય રોક્યો નથી. તે જાણતો હતો કે ઓછામાં ઓછું તે રણજી ટ્રોફી રમશે અને જો આવું કંઈક થશે તો તેને નોકરી તો મળી જ જશે. આજે તેણે જે કર્યું છે, તો પછી આપણાથી વધુ ખુશ કોણ હોઈ શકે. તેણે પોતાની જાતને સાબિત કરી છે.
You cannot copy content of this page