Only Gujarat

Sports

હાર્દિક ને કુનાલ પંડ્યા કરે છે એકબીજાની નકલ, ફેશનમાં બંને બધાને ય ટપી જાય એવા…

દુબઈઃ જે રીતે બોલિવૂડમાં જય-વીરુ, રામ-લખનની જોડી લોકપ્રિય રહી છે તે રીતે જ ક્રિકેટમાં પંડ્યા બ્રધર્સની જોડી હિટ છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલ એક જ ટીમ માટે રમે છે. મેચ દરમિયાન બંને ભાઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાડે છે પરંતુ રિયલ લાઈફમાં બંને ભાઈ રૉકસ્ટારથી ઓછા નથી. હાર્દિકની ફેશન સેન્સ તો ચર્ચામાં રહે જ છે પરંતુ કૃણાલ પણ કંઈ પાછો પડે તેમ નથી.

હાલ બંને ભાઈ દુબઈમાં આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યાં છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં બંને ભાઈના ગળામાં ચેન, માથા પર ટોપી સાથેનો સ્વેગ તમામ ફેન્સને ગમ્યો હતો.

બંને ભાઈના પ્રદર્શનના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત આગળ વધી રહી છે. મેચ ઉપરાંત બંને ભાઈઓ ઓફ ધ ફિલ્ડ પણ એકબીજા સાથે સારા સંબંધો ધરાવે છે. તેમની ઘણી તસવીરો વાઈરલ થતી રહે છે. હાર્દિકે જ બંને ભાઈઓને રૉકસ્ટાર દર્શાવતી તસવીર શેર કરી હતી. ભાઈ ઉપરાંત હાર્દિક પોતાની ભાભી સાથે પણ સારી બોન્ડિંગ ધરાવે છે. તે ભાઈ કૃણાલ અને ભાભી પંખુડી સાથેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.

આઈપીએલમાં મોટાભાગના ખેલાડીઓ પોતાના પરિવાર સાથે દુબઈ ગયા છે. કૃણાલ પણ પોતાની પત્ની સાથે જ ત્યાં છે. જોકે હાર્દિક એકલો જ આઈપીએલ માટે ત્યાં પહોંચ્યો હતો. તેની પત્ની નતાશાએ થોડાસમય અગાઉ જ દીકરાને જન્મ આપ્યો હતો. જેના કારણે નતાશા પતિ હાર્દિક સાથે દુબઈ ગઈ નથી.

પંડ્યા બ્રધર્સ દર મેચમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરી રહ્યાં છે. ક્યારેક બેટિંગ તો ક્યારેક બોલિંગ કે ફિલ્ડિંગથી મેચમાં પોતાની છાપ છોડે છે. તાજેતરમાં કૃણાલે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 500ની સ્ટ્રાઈક રેટથી રન કર્યા હતા. બંને ભાઈઓ આટલી ઊંચાઈએ સંઘર્ષનો સામનો કરીને પહોંચ્યા છે. પિતા હિમાંશુની આર્થિક સ્થિતિ સારી નહોતી.

ઘણીવાર તો એવી સ્થિતિ સામે આવી કે હાર્દિક અને મોટાભાઈ કૃણાલને દિવસમાં એક જ વાર ભોજન મળતું હતું. હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા પણ ક્રિકેટના જબરા ફેન છે. બંને ભાઈઓનો ક્રિકેટમાં રસ જોતા તેમના પિતાએ 5 વર્ષના હાર્દિક અને 7 વર્ષના કૃણાલનું એડમિશન કિરન મોરેની ક્રિકેટ એકેડમીમાં કરાવી આપ્યું.

દીકરાઓના રમત પ્રત્યેના ઝનૂનને જોતા જ પિતા બરોડાથી મુંબઈ શિફ્ટ થયા હતા. વર્ષોની મહેનત બાદ પંડ્યા બ્રધર્સ આજે કરોડપતિ બની ગયા છે. તેમના લાખો-કરોડો ફેન્સ છે અને બંને પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહ્યાં છે.

You cannot copy content of this page