Only Gujarat

Sports TOP STORIES

ઘરે બેસીને જુઓ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માના લગ્નની સુંદર તસવીરો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર યુઝવેન્દ્ર ચહલે આજે ડોક્ટર અને યુટ્યુબ ધનાશ્રી વર્મા સાથે ગુરૂગ્રામમાં લગ્નના સાત ફેરા લીધા હતાં. ચહલ અને ધનાશ્રીએ લગ્નની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જે બહુ જ ઝડપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પહેલીવાર ચહલ અને ધનાશ્રીના લગ્નનો આબ્લમ સામે આવ્યો છે.

લાલ જોડામાં સજી દુલ્હન ધનાશ્રી અને શેરવાનીમાં દુલ્હો ચહલ ખૂબસુરત લાગતાં હતાં.

આ વર્ષ થોડા મહિના પહેલા જ બન્નેએ સગાઈ કરી હતી જેની જાણકારી પણ યુઝવેન્દ્રએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી હતી.

હવે વેડિંગ સમાચાર પણ ક્રિકેટરે ટ્વિટર પર એક તસવીરો પોસ્ટ કરી આપ્યા હતાં.

ધનાશ્રીએ પોતાના લગ્ન માટે તેણે લાલ જોડો પસંદ કર્યો હતો જેમાં તે મહારાણી જેવી લાગતી હતી. આ લહેંગાને તેણે સારી રીતે કેરી કર્યો હતો. આ સાથે જ તેની સાથે મેચિંગ જ્વેલરીએ ધનાશ્રીને ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ પોસ્ટ પર હવે યુઝવેન્દ્ર અને ધનાશ્રીના ચાહકો કમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેમને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટીમના જાણીતો ક્રિકેટર છે તો ધનાશ્રી બહુ જ પોપ્યુલર યુટ્યુબર છે જે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે.

ધનાશ્રી સારી ડાન્સર પણ છે અને ઘણીવાર તેના ડાન્સના વીડિયો વાયરલ પણ થયેલા છે.

You cannot copy content of this page