Only Gujarat

National TOP STORIES

દીકરાને કારણે આખા ઘરને થયો કોરોના, 100 વર્ષના દાદીમા આ રીતે જીતી જંગ

બેંગલુરુઃ કોરોના વાઈરસને માત આપનારી કર્ણાટકની એક 100 વર્ષીય વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે, આ વાઈરસ એક સામાન્ય શરદી જેવો છે. કર્ણાટકના બેલ્લારી જીલ્લાના હુવિના હદગાલી શહેરમાં રહેતી 100 વર્ષીય મહિલા આ મહિનાના પ્રારંભે કોરોના પોઝિટિવ થઈ હતી.

100 વર્ષીય વૃદ્ધા હૉલ્મ્માએ જણાવ્યું કે,‘ડૉક્ટર્સે મારી સાથે સારો વ્યવહાર કર્યો. નિયમિત ભોજન મળતું, રોજ એક સફરજન ખાતી. ડૉક્ટર્સે દવા અને ઈન્જેક્શન આપ્યા અને હવે હું ફિટ છું. કોરોના એક સામાન્ય શરદી જેવો વાઈરસ છે.’


મહિલાનો દીકરો, તેમની પુત્રવધૂ અને પૌત્રને પણ કોરોના થયો હતો. તે તમામને ઘરે જ સારવાર આપવામાં આવી. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, તેમનો દીકરો એક બેંકમાં કામ કરે છે અને 3 જુલાઈએ કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, દીકરાના પોઝિટિવ આવ્યા બાદ હૉલમ્માનો 16 જુલાઈએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 100 વર્ષીય મહિલાની સારવાર કરવામાં આવી અને 22 જુલાઈએ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કુલ કોરોના કેસની સંખ્યા 90 હજારથી વધુ થઈ ગઈ છે અને 72થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સમગ્ર દેશમાં પણ કેસની સંખ્યામાં રોજ સતત વધારો થઈ રહ્યો છે અને 13 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

You cannot copy content of this page