Only Gujarat

National

તમે પણ લારી પરથી જ શાકભાજી ખરીદો છો ને? તો આ તમારા માટે જ છે, જરૂર ક્લિક કરો

નવી દિલ્હીઃ હાલના સમયમાં મોટાભાગના લોકો લારીમાંથી જ શાકભાજીની ખરીદી કરે છે. કારણ કે શાકભાજીવાળા તમારા ઘર સુધી લારી લઇને આવે છે જેથી તમને ઘણી સરળતા રહે છે. પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે લારીમાંથી શાકભાજી લેવાનું પસંદ કરશો નહીં. વીડિયો ક્યાંનો છે તેને લઇને હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. જોકે અમુક લોકોનું કહેવું છે કે લારીનું ટાયર ગટરમાં આવી જવાથી શાકભાજી ગટરમાં પડી ગયા હતા તે લારીવાળો ઉઠાવી રહ્યો છે. જોકે આ અંગે વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.

આ વીડિયોમાં એક વ્યક્તિ  લારી લઈને શેરીઓમાં શાકભાજી વેચવા નીકળે છે.

તે વ્યક્તિ સામે એક શાકભાજીની લારી છે.

પોતાની લારીને એક ગટરની સામે લાવીને તે ઉભો છે.

આ ગટરના પાણીમાં અનેક પ્રકારના શાકભાજી તરી રહ્યા છે.

વીડિયોમાં તે વ્યક્તિ ગટરના પાણીમાં હાથ નાખીને પોતાના શાકભાજી.

તે ગટરના પાણીમાં ટામેટાને ધોઇ રહ્યો છે. બાદમાં ટામેટા ધોયા બાદ તેને પોતાની લારીમાં ગોઠવી દે છે.

એટલું જ નહી એ ગટરમાં વટાણા ધોઇને લારીમાં મુકી દે છે.

તે વ્યક્તિ કોબીજને પણ આ જ રીતે ગટરના પાણીમાં ધોવે છે.

શાકભાજીને ગટરના પાણીમાં ધોયા બાદ તે વ્યક્તિ તેને વેચવા નીકળી જાય છે.

સોશિયલ મીડિયા પર આનો વીડિયો ખૂબ ઝડ઼પથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જોકે અમુક લોકોનું કહેવું છે કે લારીનું ટાયર ગટરમાં આવી જવાથી શાકભાજી ગટરમાં પડી ગયા હતા તે લારીવાળો ઉઠાવી રહ્યો છે. જોકે આ અંગે વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page