Only Gujarat

National

તીર-કામઠા વેચનારાની દીકરી IAS ઓફિસર બની, પરિવારને બે ટાઈમ ખાવાના પણ હતા ફાંફા

કેરલના વાયનાડના એક આદિવાસી વિસ્તાર એટલો પછાત છે કે અહી સ્કૂલ અને અભ્યાસ વિશે કોઇ જાણતું નથી. પ્રાથમિક સુવિધાઓનો અહી સદંતર અભાવ છે. અહી બાળકો જંગલમાં રહીને બાળકો માતાપિતા સાથે રહી હથિયારો બનાવે છે. આ વિસ્તારમાં એક મનરેગા મજૂરની દીકરીએ ગામની પ્રથમ આઇએએસ બની ઇતિહાસ રચી દીધો છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રીધન્યા સુરેશના સંઘર્ષની જેણે તમામ વિપરીત પરિસ્થિતિમાં આઇએએસ બની ઇતિહાસ રચી દીધો હતો.

શ્રીધન્યાના પિતા એક મજૂર છે. જે ગામના બજારમાં ધનુષ્ય અને તીર વેચવાનું કામ કરે છે. આટલા ગરીબ પરિવારમાં જન્મ લીધો હોવાના કારણે શ્રીધન્યાને બાળપણથી જ પ્રાથમિક સુવિધાઓ મળી નથી. તેના પિતા મનરેગામાં મજૂરી કરી પોતાના બાળકોને ઉછેરતા હતા કુરિચિયા જનજાતિના સંબંધ ધરાવનારા શ્રીધન્યાને ત્રણ ભાઇ-બહેન છે.

તમામનો ઉછેર ફક્ત તેના પિતાની આવક પર થાય છે. શ્રીધન્યાના પિતાએ કહ્યું કે, અમારુ જીવન મુશ્કેલભર્યું હતું પરંતુ અમે ક્યારેય બાળકોના શિક્ષણ સાથે સમાધાન નથી કર્યું. આજે શ્રીધન્યાએ અમને અણમોલ ભેટ આપી છે જેના માટે અમે સંઘર્ષ કરતા રહ્યા. અમને તેના પર ગર્વ છે. શ્રીધન્યાએ સેન્ટ જોસેફ કોલેજમાંથી જૂલોજીમાં ગેજ્યુએટનો અભ્યાસ કર્યો બાદમાં કાલીકટ યુનિવર્સિટીમાઁથી પોસ્ટ ગેજ્યુએશન કર્યું.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રીધન્યા કેરલમાં જ અનુસુચિત જનજાતિ વિકાસ વિભાગમાં ક્લાર્કના રૂપમાં કામ કરવા લાગી. કેટલાક સમય વાયનાડમાં આદિવાસી હોસ્ટેલની વોર્ડન પણ રહી. એક આઇએએસ અધિકારનું સન્માન જોઇ શ્રીધન્યા ખૂબ પ્રભાવિત થઇ ગઇ હતી. ત્યારથી તેણે નક્કી કર્યું કે તે અધિકાર બનીને રહેશે.

કોલેજના સમયથી તેની સિવિલ સેવામાં રસ પડવા લાગ્યો તો તેણે જાણકારી એકઠી કરવા લાગી. તેણે યુપીએસસી માટે ટ્રાઇબલ વેલફેર દ્ધારા ચલાવવામાં આવી રહેલા સિવિલ સેવા ટ્રેનિંગ કેન્દ્રમાં કેટલાક દિવસ કોચિંગ લીધું. બાદમાં તે તિરુવનંતપુરમ જતી રહી અને ત્યાં તૈયારીઓ કરી. આ માટે અનુસુચિત જનજાતિ વિભાગે શ્રીધન્યાને આર્થિક મદદ કરી હતી.

શ્રીધન્યાએ સિવિલ સેવા પરીક્ષામાં 2018માં 410 રેન્ક હાંસલ કર્યો હતો. મેઇન એક્ઝામ બાદ તેનું નામ ઇન્ટરવ્યૂની યાદીમાં આવ્યું તો તેને આ માટે દિલ્હી જવાનું હતું પરંતુ પોતાની પાસે પૈસા નહોતા. શ્રીધન્યાએ કહ્યું કે, એ સમયે મારા પરિવાર પાસે એટલા રૂપિયા નહોતા. આ વાત મારા મિત્રોને થઇ તો તેમણે ભેગા થઇને ચાલીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં હું દિલ્હી પહોંચી હતી. નોંધનીય છે કે શ્રીધન્યાએ ત્રીજા પ્રયાસમાં આ સફળતા મેળવી હતી.

પરીક્ષા પાસ થયા બાદ શ્રીધન્યાએ પોતાની માતાને ફોન કર્યો હતો. શ્રીધન્યાએ કહ્યું કે, પરીક્ષા પાસ કર્યા બાદ અનેક મીડિયાકર્મી મારા ઘરે આવ્યા હતા. મારુ ઘર ખરાબ હાલતમાં હતું. આ ઘરમાં જ તમામ લોકોએ પરિવારનું ઇન્ટરવ્યૂ લીધું. એટલું જ નહી કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ તેમને મળવા તેના ઘર પર પહોંચી હતી. મીડિયા સાથે વાત કરતા શ્રીધન્યાએ કહ્યુ કે, હું રાજ્યના સૌથી પછાત જિલ્લામાંથી આવું છું.

અહીથી કોઇ આદિવાસી આઇએએસ નથી બન્યું. મને આશા છે કે મારી સિદ્ધિ આવનારી પેઢી માટે આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે પ્રેરિત બનશે. શ્રીધન્યાએ કહ્યું કે, સફળ થવાની જીદ તમને સફળતા અપાવી શકે છે. બનાવી શકે છે. કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શ્રીધન્યાની સફળતાની પ્રશંસા કરતા ટ્વિટ કરી તેને અભિનંદન આપ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page