Only Gujarat

National

હોકી શીખવા દરરોજ 12 કિલોમીટર સાઇકલ ચલાવી જતી હતી આ આદિવાસી છોકરી, હવે અમેરિકામાં લેશે ટ્રેનિંગ

ઝારખંડના ખૂંટીમાં રહેતી ગરીબ આદિવાસીની છોકરી પુંડી સારુની પસંદગી અમેરિકામાં હોકી ટ્રેનિંગ માટે કરવામાં આવી છે. નોંધનીય છે કે યુએસ કંસોલેટ અને એક એનજીઓ શક્તિવાહિનીએ રાંચી, ખૂંટી, લોહરદગા અને ગુમલા અને સિમડેગા જિલ્લાના 107 બાળકીઓને રાંચીમાં હોકી કમ લીડરશીપ કેમ્પમાં ટ્રેનિંગ આપી હતી. સાત દિવસ ચાલેલા આ કેમ્પમાંથી પાંચ બાળકીઓને અમેરિકામાં ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવી છે.

પુંડી સારુ ખૂંટી જિલ્લાના હેસલ ગામની છે. આ આદિવાસી વિસ્તાર ખૂબ પછાત છે. પાંચ ભાઇ-બહેનોમાં બીજા નંબરની પુંડી નવમા ધોરણમાં ભણે છે. ઘરનો ખર્ચ ચલાવવા માટે તેના મોટા ભાઇ સહારાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. પુંડીની એક મોટી બહેને 10માં નાપાસ થયા પછી તેણે ફાંસી લગાવી દીધી હતી.

પુંડી જણાવે છે કે તેના પિતા મજૂરી કરે છે. 2012માં કોઇ ગાડીએ તેના પિતાની સાઇકલને ક્કર મારી દીધી જેના કારણે તેમનો હાથ તૂટી ગયો જેને કારણે તેને મજૂરી કરવી પડી. તેમની પાસે હોકી ખરીદવાના પૈસા નહોતા. તેણે અનાજ વેચી અને સ્કોલરશીપમાં મળેલા 1500 રૂપિયામાંથી પ્રથમ હોકી સ્ટિક ખરીદી હતી.

પુંડીનો પરિવાર ગાય-બકરી, મરઘી, બળદ વગેરે પ્રાણીઓ પાળે છે. પુંડી પણ પ્રાણીઓ ચરાવે છે. બાદમાં પુંડી હોકી માટેં ટાઇમ કાઢે છે. તે પોતાના ગામથી દરરોજ આઠ કિલોમીટર દૂર સાઇકલ ચલાવી ખૂંટી જાય છે. અહી એક કોમ્પિટિશનમાં તેણે ટ્રોફી જીતી હતી. અમેરિકાના સાંસ્કૃતિક વિભાગના સહાયક સચિવ મૈરી રોઇસે કહ્યું કે પસંદ પામેલી તમામ છોકરીઓ 12 એપ્રિલના રોજ અમેરિકા જવા રવાના થશે. ત્યાં મિડલબરી કોલેજ વરર્મોટમાં ટ્રેનિગ ચાલશે. આ છોકરીઓને ત્યાં 21થી25 દિવસોની ટ્રેનિગ આપવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page