Only Gujarat

FEATURED National

વરદીના નશામાં ભાન ભૂલ્યો પોલીસ, સરકારી ગાડી નીચે કચડી નાખ્યું જગતના તાતનું શાક

પ્રયાગરાજ: યૂપીના પ્રયાગરાજ જિલ્લાના ધૂરપૂર પોલીસ સ્ટેશનમાં તૈનાત એક પોલીસકર્મીની કરતૂતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં સીએમ યોગી આદિત્યનાથે પોલીસકર્મી સામે પગલા લેતા તેને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યાં છે. સીએમ યોગીનો આદેશ મળતા જ એસએસપીએ પ્રયાગરાજના પોલીસકર્મીને સસ્પેન્ડ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મી સમિત આનંદ ધુરપુરની અઠવાડિક ભરાતી શાકભાજીની માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા ખેડૂતના શાકને ગાડીથી કચડી નાખ્યું હતું. ઘટનાની ગંભીરતાના જોતા સીએમ યોગી આદિત્યનાથે પીલોસ કર્મીને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યાં છે. તેમજ નુકસાનની ભરપાઇ કરવાનો પણ આદેશ કર્યો છે.


સીએમ યોગીને ઘટનાની જાણ થયા બાદ એસએસપી પ્રયાગરાજ સત્યાર્થ અનિરુદ્ધ પંકજે તાબડતોબ કાર્યવાહી કરતા દોષી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. આટલું જ નહીં આ સાથે જ એસએસપીએ સીઓને ઘટનાસ્થળે મોકલીને ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઇ પણ કરાવી હતી.

હાલ 11 ખેડૂતોને નુકસાનની રકમ આપવામાં આવી છે. આ સિવાય અન્ય ખેડૂતોને પણ તેના નુકસાન મુજબ આર્થિક સહાય આપવામાં આવશે. એસએસપીએ આ કૃત્યને ગંભીરતા પૂર્વક લેતા દોષી પોલીસકર્મી સામે વિભાગીય કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આટુલ જ નહીં એસએસપીએ આ પોલીસકર્મીને જનપદીય શાખામાં ન રાખવાનો પણ આદેશ ઉચ્ચ અધિકારીઓને આપ્યો છે. એસએસપી સત્યાર્થે જણાવ્યું કે, પોલીસ કર્મીના પગારમાંથી પણ ખેડૂતોના નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.

બુધવાર અને શુક્રવારે જ આ શાકભાજીની માર્કેટ ભરવાનું નક્કી થયેલ હતું પરંતુ કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વિના જ્યારે ખેડૂતોએ ગુરૂવારે શાકભાજીની માર્કેટ લગાવી તો 2 મહિલા અને એક પુરૂષ કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચ્યાં. અહીં પોલીસ કર્મીએ બે વખત બજાર ન લગાવવા માટે પણ જાહેરાત કરી હતી.

જો કે પોલીસની ચેતવણી બાદ પણ દુકાનો ના હટી તો પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઇ ગઇ ત્યારબાદ પોલીસકર્મીએ સાયરસ વગાડતા શાકભાજી પર ગાડી ચલાવી દીધી અને ખેડૂતની બધી જ શાકભાજી કચડી નાખી. પોલીસકર્મીની આવી દબંગાઇથી ખેડૂતોનો ભારે નુકસાન થયું અને આટલું જ નહીં પોલીસકર્મીની આવી હરકતના કારણે કોઇ દુર્ઘટના પણ થઇ શકતી હતી.

જો કે સસ્પેન્ડ પોલીસકર્મીએ જણાવ્યું છે કે, તેનાથી ભૂલ થઇ છે પરંતુ ભીડમાં ઘેરાઇ જવાથી ગભરાટમાં આવા એકશન લેવાઇ ગયા. ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. સીએમ યોગી આદિત્યનાથને પણ વીડિયો દ્રારા જ ઘટનાની જાણ થઇ અને તેમને તરત પોલીસકર્મીની આવી હરકત માટે પગલા લેવાનો આદેશ કર્યો

You cannot copy content of this page