Only Gujarat

Bollywood FEATURED

સ્ટાર અભિનેતા અક્ષય કુમાર પાસે કેટલા કરોડની છે પ્રોપર્ટી? આંકડો જાણીને તમે ચોંકી જશો

મુંબઈઃ બોલિવૂડમાં અક્ષય કુમારે સૌથી અલગ સ્થાન બનાવ્યું છે. અક્ષય કુમાર એક માત્ર એવા ભારતીય સેલેબ્સ છે જેમનું નામ ફોર્બ્સ 2020ના ટૉપ 100 લિસ્ટમાં સામેલ છે. અક્ષયે બોલિવૂડ અને હોલિવૂડ સ્ટારને પાછળ છોડી આ લિસ્ટમાં 52માં નંબરે સ્થાન મેળવ્યું છે. રિપોર્ટ મુજબ, જૂન 2019થી મે 2020 સુધી તેમની કમાણી 48.5 મિલિયન ડૉલર એટલે કે 364 કરોડ છે. અક્ષય કુમારની લાઇફ સ્ટાઇલ વિશે વાત કરીએ તો તેમની ખૂબ જ લક્ઝૂરિયસ લાઇફ સ્ટાઇલ પસંદ છે. અમે તમને જણાવીએ તેમની પ્રોપર્ટી, નેટવર્થ, બંગલો અને કાર વિશે.

અક્ષય કુમાર અરબો રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. તેમના નેટવર્થની વાત કરીએ તે 1800 કરોડ રૂપિયા છે. અક્ષય કુમારની જિંદગીમાં ભલે કડક અનુશાસનનું પાલન કરતા હોય પણ તેમે લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ પસંદ છે.

52 વર્ષના અક્ષય કુમારનું સાચુ નામ રાજીવ ભાટિયા છે. તેમણે 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની પહેલી ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. આ પછી 1992માં આવેલી ફિલ્મ ‘ખિલાડી’એ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ પછી તેમને પાછળ વળીને જોયું નહોતું.

અક્ષય માત્ર ફિલ્મોમાંથી જ નહીં પણ બ્રાન્ડ્સમાંથી પણ અધધધ કમાણી કરે છે. એક એક બ્રાન્ડની એડવર્ટાઇઝના લગભગ 6થી 7 કરોડ રૂપિયા ફી લે છે.

અક્ષય કુમાર દેશ-વિદેશમાં સફર કરવા માટે પોતાના પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. બોલિવૂડમાં માત્ર ગણતરીના સ્ટાર પાસે જ પ્રાઇવેટ જેટ છે. રિપોર્ટ્સ મુજબ, તેની કિંમત 260 કરોડ રૂપિયા છે.

મુંબઈના જુહૂ બીચ પર તે 80 કરોડ રૂપિયાના પ્રાઇમ બંગ્લોમાં રહે છે. આ ઘર તેમની પસંદગીનું છે. આ બંગલામાંથી દરિયો દેખાય છે. જેનું આખુ ઇન્ટેરિયર અક્ષયની વાઇફ ટ્વિન્કલ ખન્નાએ તૈયાર કર્યું છે.

અક્ષય કુમારના શોખ ખૂબ જ મોંઘા છે. જેને લીધે તેમની પાસે મોંઘી મોંઘી કાર છે. તેમની પાસે રોલ્સ રૉયસ ફેન્ટમ કાર છે, જેની કિંમત 3.34 કરોડ રૂપિયા છે. તેની પાસે બેન્ટલે કૉન્ટિનેન્ટલ ફ્લાઇંગ સ્પર પણ છે, જેની કિંમત 3.2 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત મર્સિડીઝ GLS, પોર્શ કેયેન (1.04 કરોડ રૂપિયા), રેન્જ રોવર વોગ (2.75 કરોડ રૂપિયા), મર્સિડીઝ GL350 CDI, હોન્ડા CRV જેવી 11 લગ્ઝૂઅરિઅસ કાર છે. આ સાથે જ તેમની પાસે યામાહા વી મેક્સ (25 લાખ રૂપિયા), અને હાર્લે ડેવિડસન (2 લાખ રૂપિયા) જેવી મોંઘા બાઇક્સનું કલેક્શન છે.

રિપોર્ટ મુજબ, અક્ષય એક ફિલ્મ માટે લગભગ 45 કરોડ રૂપિયા લે છે. કોઈ પણ ફિલ્મ માટે ફી ઉપરાંત તે ફિલ્મની કમાણી પણ શેર કરી મોટી રકમ લે છે. અક્ષય વર્ષમાં ચાર અથવા પાંચ ફિલ્મ કરે છે.

ફિલ્મો ઉપરાંત અક્ષય કુમાર રિઆલિટી શોને પણ હોસ્ટ કરે છે. રિપોર્ટસ મુજબ તેમણે લગભગ 3000 કરોડ રૂપિયાનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. તેમણે 2008માં હરિ ઓમ એન્ટરટેનમેન્ટ કંપનીથી પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે. આ પછી અક્ષય કુમારે 2012માં ગ્રેજિંગ ગોટ પિક્ચર્સ નામથી એક બીજી પ્રોડક્શન કંપની પણ શરૂ કરી છે. તે વર્લ્ડ કબ્બડી લીગમાં ‘ખાલસા વોરિઅર્સ’ના માલિક પણ છે.

અક્ષય કુમારની ખાસિયત છે કે તે લોકોની મદદ અને દાન કરવામાં પાછળ રહેતાં નથી. કોરોના પીડિતોની મદદ માટે તેમણે 25 કરોડ રૂપિયા આપ્યા હતાં. આ ઉપરાંત બીએમસીને 3 કરોડ અને મુંબઈ પોલીસને 2 કરોડ રૂપિયા દાન કર્યા હતા. તેમણે 2019માં પુલવામા આતંકી હુમલામાં શહીદના પરિવારોને મદદ માટે પાંચ કરોડ રૂપિયા દાન કર્યાં હતાં.

પત્ની ટ્વિન્કલ ખન્ના, દીકરી નિતારા અને દીકરા આરવ સાથે અક્ષય કુમાર

You cannot copy content of this page