Only Gujarat

Bollywood

અનુષ્કા શેટ્ટીથી નાગાર્જુનની વહુ સુધી, વગર મેકઅપે આવી દેખાય છે સાઉથની 8 સુંદર હીરોઈન

મુંબઈઃ બાહુબલીની દેવસેના અને સાઉથની સુપરસ્ટાર અનુષ્કા શેટ્ટી 39 વર્ષની થશે. 7 નવેમ્બર, 1981માં કર્ણાટકના મેંગલુરુમાં જન્મેલી અનુષ્કા શેટ્ટીનું સાચુ નામ સ્વીટી છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા નૉન ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવે છે. તેમના પરિવારમાંથી કોઈ પણ ફિલ્મોમાં નહોતું. અનુષ્કા ખુદ ફિલ્મોમાં આવ્યાં પહેલાં ભરત ઠાકુરના અંડરમાં યોગા ઇન્સ્ટ્રક્ટરનું કામ કરતી હતી. આ દરમિયાન એક ડિરેક્ટરની તેમના પર નજર પડી અને તેમણે અનુષ્કાને ફિલ્મ ઑફર કરી દીધી. આમ તો, તમે સાઉથની એક્ટ્રસના ગ્લેરસ ફોટો ખૂબ જ જોયા હશે, પણ વગર મેકઅપે તેમના ફોટો જોયા છે. તો અમે તમને સાઉથની ફૅમશ એક્ટ્રસના વગર મેકઅપના ફોટો બતાવીએ.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગુ ફિલ્મ ‘સુપર’થ ડેબ્યુ કર્યું હતું. જોકે, તેમને સાઉથમાં ઓળખ વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘વિક્રમરકુડૂ’થી મળી હતી. તેમણે ‘ડૉન’ (2007), ‘કિંગ’ (2008), ‘શૌર્યમ’ (2008), ‘બિલ્લા’ (2009), ‘અરુંધતિ’ (2009), ‘રગડા’ (2010), ‘વેદમ’ (2010), ‘વાનમ’ (2011), ‘રુદ્રમાદેવી’ (2015) અને ‘સિંઘમ – 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

નયનતારા
નયનતારાએ ‘લક્ષ્મી’ (2006), ‘બૉડીગાર્ડ’ (2010), ‘સિમ્હા’ (2010), ‘સુપર’ (2010), ‘રાજા-રાની’ (2013), ‘ઇરુ મુગન’ (2016) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલે ‘મગધીરા’ (2009), ‘ડાર્લિંગ’ (2010), ‘મિસ્ટર પરફેક્ટ’ (2011) જેવી ઘણી સુપરહિટ તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’માં પણ કામ કર્યું છે. કાજલે હાલમાં જ ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યાં છે.

નમિતા
નમિતાએ ‘સોંથમ’ (2002), ‘ચાણક્ય’ (2005), ‘કોવઇ બ્રધર્સ’ (2006), ‘બિલ્લા’ (2007), ‘ઇન્દ્રા’ (2008) સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

સમાંથા અક્કિનેની
સમાંથા રુથ પ્રભુએ ‘વિન્નાઇથાંડી વારુવાયા’, ‘ડૂકૂડૂ’ (2011), ‘નીથાને એન પૂનવસંતમ’ (2012), ‘અંતરિતિકી દારેદી’ (2013), ‘મનમ’ (2014), ‘કત્થી’ (2014) સહિતની હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તૃષા કૃષ્ણ
તૃષા કૃષ્ણને ‘મૌનમ પેસિયાધે’ (2002), ‘સૈમી’ (2003), ‘ઘિલી’ (2004), ‘વર્ષમ’ (2004), ‘પૌનાર્મી’ (2006), ‘સરવન’ (2009) સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

શ્રિયા સરન
શ્રિયા સરને ‘માનમ’ (2014), ‘શિવાજી ધી બૉસ’ (2007), ‘છત્રપતિ’ (2005), ‘તુઝે મેરી કસમ’ (2003), ‘થોડા તુમ બદલો થોડા હમ (2004), ‘બાબૂલ’ (2006), ‘દૃશ્યમ’ (2015), સહિતની બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સ્નેહા ઉજ્લાલ
સ્નેહા ઉજ્લાલે ‘નેનુ મીકુ ટેલુસા…’ (2008), સિમ્હા ‘2010), ‘દેવી’ (2011), ‘મોસ્ટ વેલકમ’ (2012) સહિતની સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page