Only Gujarat

Bollywood

લગ્નના સાત વર્ષ બાદ ‘શગુન’ છે પ્રેગ્નન્ટ, આ રીતે બતાવ્યો બેબી બમ્પ

મુંબઈઃ પોપ્યુલર ટીવી સિરિયલ ‘યે હે મોહબ્બતે’માં શગુનનો રોલ પ્લે કરનારી એક્ટ્રસ અનીતા હસનંદાની મા બનવાની છે. અનીતા અને તેમના પતિ રોહિત રેડ્ડીએ એક ક્યૂટ વીડિયો શેર કરી જણાવ્યું કે, ‘તેઓ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યાં છે.’ વીડિયોમાં અનીતા બેબીબંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અનીતા લગ્નના 7 વર્ષ પછી પ્રેગ્નન્ટ થઈ છે. જોકે, તેમની પ્રેગ્નન્સીના સમાચાર ઘણીવાર સોશિયલ મીડિયામાં ફરતાં થયાં હતાં, પણ તેમને દરેક વખતે તેને અફવા ગણાવી ટાળી દીધા હતાં. અનીતાએ થોડાં સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તે જલદી જ એક બેબી પ્લાન કરશે.’

હવે અનીતા અને તેમની પ્રેગ્નન્સી અંગે ચોંકાવનારી વાત સામે આવી રહી છે. હાલમાં જ બંનેએ જણાવ્યું કે, દુનિયાની નજરમાં તેમણે અત્યાર સુદી કેવી રીતે પોતાની પ્રેગ્નન્સીને છુપાવી હતી.

અનીતાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાર ફોટો શેર કર્યાં હતાં. જેના દ્વારા લોકોએ જણાવ્યું કે, કેવી રીતે તેમને કપડાનાં સિલેક્શન દ્વારા દુનિયાથી પોતાની પ્રેગ્નન્સીને છુપાવી હતી. કફ્તાન ડ્રેસ એક એવો ડ્રેસ છે, જેની મદદથી અનીતા આ સંભવ કરી શકી.

એક અન્ય ફોટોમાં અનીતા નાઇટ સૂટમાં જોવા મળી રહી છે. આ લૂઝ નાઇટ સૂટ તેમના બેબીબંપને હાઇલાઇટ થતાં બચાવી રહ્યો છે. જેનાથી તેમના પ્રેગ્નન્ટ હોવાની વાત કન્ફર્મ કરવી પણ મુશ્કેલ થઈ રહી છે.

અનીતાને ઓવરસાઇઝ્ડ શર્ટે પણ ખૂબ જ મદદ કરી. આ શર્ટમાં જ્યાં લોકો તેમના લુક માટે કાયલ છે. જેને કેરી કરી તેમને પોતાની પ્રેગ્નન્સીને છુપાવી રાખી.

ગણેશોત્સવ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અનીતા મા બનવાની છે, પણ તેમને આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નહોતી. આ ફોટો શેર કરી તેમણે લખ્યું કે, ‘ચાર વાર હું પોતાનું બેબી બંપ છુપાવવામાં સફળ રહી અને તમને બધાને ઉલ્લુ બનાવ્યાં.’

અનીતા અને રોહિત રેડ્ડીની પહેલી મુલાકાત જિમમાં થઈ હતી. બંને એક જ જિમમાં વર્કઆઉટ કરવા જતાં હતાં. અનીતા પહેલીવાર તેમની અહીં મળી હતી. બંનેની દોસ્તી થઈ અને કપલે સાથે પબ પાર્ટીમાં જવાનું શરૂ કરી દીધું.

થોડાં સમય પછી તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને અનીતાએ 14 ઑક્ટોબર 2013માં પોતાના તેલુગુ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. રોહિત રેડ્ડી બિઝનેસમેન છે. અનીતા અને રોહિતની જોડી ટીવી વર્લ્ડમાં ખૂબ જ ફૅમશ છે. બંનેએ નચબલિયેના છેલ્લાં સિઝનમાં પાર્ટીસિપેટ કર્યું હતું.

અનીતા અને રોહિત પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે. આ મોમેન્ટની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

અનીતા 39 વર્ષની છે. તેમને અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે અને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. અનીતા ‘કભી સૌતન કભી સહેલી’, ‘યે હૈ મોહબ્બતે’, ‘નાગિન 3’, ‘કાવ્યાંજલિ’, ‘ક્યોકિ સાસ ભી કભી બહુ થી’, ‘કસમ સે’, ‘યે હૈ મોહબ્બતે’ જેવી ટીવ સિરિયલોમાં કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page