Only Gujarat

Bollywood FEATURED

લગ્ન બાદ આ એક્ટર્સ થઈ ગયા સીધા દોર, બીજી સ્ત્રી સામે મળતાં જ ઝૂકાવી લે છે નજરો

મુંબઈઃ બૉલિવૂડમાં દરરોજ કોઈને કોઈ સેલેબ્સનું બીજી સેલેબ્રિટી સાથે નામ જોડાય છે. ભલે તે એક્ટ્રસ કે એક્ટર પરિણીત હોય કે નહીં. બૉલિવૂડમાં ઘણાં એવા એક્ટર છે જે પરફેક્ટ હસબન્ડનું ઉદાહરણ પુરું પાડે છે. આ એક્ટર એવા છે જેમનું લગ્ન પછી પણ કોઈ એક્ટ્રસ સાથે ક્યારેય નામ જોડાયેલું નથી. અમે તમને જણાવીએ એવા એક્ટર વિશે જેમને ફેન્સ આઇડલ કપલ કહીને બોલાવે છે.

અભિષેક બચ્ચન
આ લિસ્ટમાં પહેલું નામ આવે છે અભિષેક બચ્ચનનું. અભિષેક અને ઐશ્વર્યા રાયના લગ્નને 13 વર્ષ થઈ ગયાં છે. આ 13 વર્ષમાં અભિષેકનું નામ કોઈ બીજી એક્ટ્રસ સાથે જોડાયેલું નથી.

રિતેશ દેશમુખ
એક્ટર રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂજા બોલિવૂડના બેસ્ટ કપલના લિસ્ટમાં સામેલ છે. બંનેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ છે. રિતેશ દેશમુખે વર્ષ 2012માં જેનેલિયા સાથે લગ્ન કર્યાં હતાં. આ પહેલાં બંનેએ ઘણાં વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. લગ્ન પછી રિતેશનું કોઈ બીજી એક્ટ્રસ સાથે અફેર હોવાનું સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રિતેશ ક્યારેય અફેર્સને લીધે ચર્ચામાં રહ્યાં નથી. એવામાં ફેન્સ રિતેશને માત્ર પરફેક્ટ હસબન્ડ અને પરફેક્ટ સ્ટાર પણ કહે છે.

નીલ નિતિન મુકેશ
નીલ નિતિન મુકેશે વર્ષ 2017માં રુકમણિ સહાય સાથે લગ્ન કર્યાં હતાં. નીલનું નામ પણ લગ્ન પછી કોઈ બીજી એક્ટ્રસ સાથે જોડાયેલું નથી. નીલ અને રુકમણી પરફેક્ટ કપલ છે.

સાનૂ સૂદ
સોનૂ સૂદ ભલે બોલિવૂડના વિલન તરીકે ઓળખાતા હોય, પણ સોનૂ રિઅલ જિંદગીમાં દરેક રીતે હીરો છે. સોનૂએ જ્યારે બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી ત્યારે, તે પહેલાંથી જ પોતાની કોલેજ ટાઇમની ગર્લફ્રેન્ડ સોના સાથે લગ્ન કરી ચૂક્યાં હતાં. ગ્લેમર ઇન્ડસ્ટ્રીના નામી સ્ટાર હોવા છતાં સોનૂનું ક્યારેય કોઈ એક્ટ્રસ સાથે ચર્ચામાં રહ્યાં નથી. બંનેના લગ્નને 25 વર્ષ થઈ ગયાં છે પણ સોનૂનું નામ કોઈ બીજી એક્ટ્રસ સાથે સામે આવ્યું નથી.

શાહિદ કપૂર
લૉયલ હસબન્ડના લિસ્ટમાં શાહિદ કપૂરનું નામ પણ સામેલ છે. મીરા રાજપૂત, શાહિદની જિંદગીમાં પત્ની બનીને આવી તો શાહિદે પ્રામાણિકતાથી તેની નિભાવી. લગ્ન પહેલાં શાહિદનું નામ કરીના કપૂરથી પ્રિયંકા ચોપરા અને વિદ્યા બાલન સહિતની એક્ટ્રસ સાથે જોડાયેલું હતું, પણ લગ્ન પછી શાહિદનું નામ કોઈ બીજી એક્ટ્રસ સાથે જોડાયેલું નથી.

You cannot copy content of this page