Only Gujarat

FEATURED International

કોરોનાને કારણે ધંધો થઈ ગયો હતો ઠપ્પ, રાત્રે સૂઈ ગયો અને સવારે છ વાગે બન્યો અબજોપતિ

લંડનઃ કહેવાય છે કે ઉપરવાળો જ્યારે આપે છે, ત્યારે છપ્પર ફાડકે આપે છે. બ્રિટેનના ગ્રેટ મેન્ચેસ્ટરમાં રહેતા એક શખ્સને 58 મિલિયન પાઉન્ડ(લગભગ 5,45,45,39,114.14 રૂપિયા, (પાંચ અબજ અંદાજે)ની લૉટરી લાગી ગઈ. રેયાન હોયલે નામનો 38 વર્ષનો શખ્સ પોતાનો ધંધો કરતો હતો, પરંતુ લૉકડાઉનના કારણે તે બંધ થઈ ગયો હતો. તે પરેશાન હતો. ત્યારે તેને ખબર પડી કે તેને લૉટરી લાગી ગઈ છે. તે ખુશીનો માર્યો ઉછળી પડ્યો.

લૉટરીમાં આટલી મોટી રકમ જીત્યા બાદ નેશનલ લૉટરી મિલેનિયર્સ રિચ લિસ્ટમાં તેનો રેન્ક 20મો થઈ ગયો છે. આ લૉટરી જીત્યા બાદ હવે તે હેરી પોટર સ્ટાર એમા વૉટ્સન કરતા પણ ધનિક થઈ ગયો છે. લૉકડાઉનના કારણે તે પોતાના માતા-પિતા સાથે આ ખુશીની ઉજવણી નથી કરી શકતો. તેની માતા એક સ્કૂલમાં સફાઈકર્મીનું કામ કરે છે. તેમની તબિયત સારી નથી રહેતી. લૉટરીમાં દીકરો આટલી મોટી રકમ જીત્યા બાદ તેને આશા છે કે હવે તે નિવૃતિ લઈ લેશે.

રેયાન પહેલાં પણ ટિકિટ ખરીદતો હતો, પરંતુ લૉકડાઉનના કારણે તેણે ઑનલાઈન ટિકિટ લીધી હતી. જ્યારે તે લૉટરી જીત્યો હોવાનો મેઈલ આવ્યો તો તેને ભરોસો ના થયો, ત્યારબાદ તેણે પરિવારને આ વાત કરી.

લૉકડાઉન હોવાના કારણે રેયાન પોતાના માતા-પિતા સાથે લૉટરી જીતવાની ખુશી સેલિબ્રેટ ના કરી શક્યો. તેણે એકલા જ તેની ખુશી શેમ્પેઈન સાથે મનાવી. તેના પેરેન્ટ્સ લૉકડાઉન ખતમ થયા બાદ તેને મળશે.

આ પહેલાં 42 વર્ષના સ્ટીમ થૉમ્સન અને 41 વર્ષની તેમની પત્ની લેમ્કાએ ગયા વર્ષે 105 મિલિયન પાઉન્ડની લોટરી જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તેમને આ રકમ યૂરોમાં મળી હતી. તેઓ લોટરીના ઈતિહાસમાં સાતમાં સૌથી મોટા વિજેતા છે.

કૉલિન અને ક્રિય વીયર યૂરોપના સૌથી મોટા લૉટરી વિનર છે. તેમણે 2011માં 161 મિલિયન પાઉન્ડની લૉટરી જીતી હતી.

ડવે અને એંજેલા ડાવેસે ઑક્ટોબર 2011માં 101 મિલિયન પાઉન્ડની લૉટરી જીતી હતી. તેમને આ રકમની ચૂકવણી યૂરોમાં કરવામાં આવી હતી.

એડ્રિન અને ગિલિયન બેફોર્ડે ઑગસ્ટ, 2012માં 148 મિલિયન પાઉન્ડની લૉટરી જીતી હતી.

કાર મિકેનિક નીલ ટ્રૉટર પોતાના પાર્ટનર સાથે સેલિબ્રેટ કરતા. તેમણે માર્ચ 2014માં, 108 મિલિયન પાઉન્ડની લૉટરી જીતી હતી.

રેયાન હોયલે લૉટરી જીત્યા બાદ ઉજવણી કરતા.

રેયાન હોયલેના આ જ અકાઉન્ટમાં લૉટરીની જીતેલી રકમ આવી છે. લૉકાડાઉનમાં જ્યાં અનેક લોકો રોજગારને લઈને પરેશાન છે ત્યારે રેયાનનું નસીબ ખુલી ગયું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page