Only Gujarat

Gujarat

અમદાવાદની યુવતીએ પહેલાં કોરોનાને હરાવ્યો હવે કર્યું આવું હિંમતભર્યું કામ, શું છે આ પ્લાઝ્મા?

અમદાવાદ: અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોનાને હરાવનારી સુમિતિ સિંહ પોતાના પ્લાઝ્મા આપી ખુબ જ ખુશ છે. સુમિતિ ફિનલેન્ડથી આવ્યા બાદ જ કોરોના પોઝોટિવ થઇ ગઇ હતી. 17 માર્ચે તેણીને એસવીપીમાં ભરતી કરવામાં આવી હતી. તેણીનું કહેવું છે કે કોરોનાની જંગ સામે મારું નાનું યોગદાન છે. તેનાથી અનેક જીવન બચી શકે છે. તો આને હું મારું સૌભાગ્ય ગણીશ. મને આ વાતની ખુશી છે કે હું પ્લાઝમા ડોનેટ કરવા માટે ફિટ હતી.

પ્લાઝ્મા કાઢ્યામાં અંદાજે 30-40 મિનિટનો સમય લાગે છે. આ દરમિયાન શરૂઆતમાં એકદમ સાજી જ હતી પરંતુ પ્રોસેસ દરમિયાન 3-4 મિનિટ સુધી મને ઉલટી અને ચક્કર આવ્યા હતા. ત્યારબાદ રેડક્રોસના ડોક્ટર્સને વાત કરી તો તેઓએ મને સાંત્વના આપી મારી હિમ્મત વધારી હતી.

ફિનલેન્ડથી પરત આવ્યા બાદ સુમિતિ 18 માર્ચે એસવીપી હોસ્પિટલમાં એડમિટ થઇ હતી. ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 11 દિવસ સુધી હોસ્પિટલમાં રહેતા દરમિયાન 29 માર્ચે તેણીને સ્વસ્થ જાહેર કરવામાં આવી. આમ તે કોરોનાને હરાવનારી પ્રથમ યુવતી બની હતી.

એસવીપી હોસ્પિટલમાં સોમવારે 50 વર્ષિય મહિલાને સુમિતિના પ્લાઝ્મા આપવામાં આવ્યા હતા. તે હજુ ઓક્સિજન પર છે. તેની તબીયત સ્થિર છે. પ્લાઝમાએ તેના શરીરમાં શું બદલાવ કર્યા તે અંગે હજુ કહેવું મુશ્કેલ છે. તે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે.

પ્લાઝ્મા પણ બ્લડ ડોનેશનની પ્રક્રિયા જેમ જ હોય છે. એક સૂઇ દ્વારા તમારા શરીરમાં લોહી કાઢવામાં આવે છે. ત્યારબાદ ટ્યુબનું લોહી મશીનમાં નાખવામાં આવે છે. આ મશીન લોહીમાંથી પ્લાઝ્મા અલગ કરે છે ત્યારબાદ પ્લાઝ્માને લઇને એક કોથળીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ લોહીને ફરી શરીરમાં નાખી દેવામાં આવે છે. આ એક કુલ પ્રક્રિયા છે. જ્યાં સુધી તમારું આખું શરીર પ્લાઝ્મા લેવામાં આવે નહીં ત્યાં સુધી તમારા શરીરમાંથી લોહી કાઢવામાં આવે છે. આ બધુ વ્યક્તિની ડોનેટ ક્ષમતા પર નિર્ભર છે. મને ખુશી છે કે હું 500 ML પ્લાઝ્મા આપ્યું.

એક વખત આપણા લોહીમાંથી પ્લાઝ્મા લીધા બાદ શું શરીરમાં ફરીથી પ્લાઝ્મા બનવા લાગે છે તો આ પ્રશ્નના જવાબમાં ડોક્ટર્સે જણાવ્યું કે 24થી 48 કલાક વચ્ચે શરીરમાં પ્લાઝ્મા બની જાય છે. તેની પુર્તિ થઇ જાય છે. આપણું શરીર ફરીએકવાર એન્ટીબોડીઝ બની જાય છે. તેનાથી તમને કે તમારા પરિવારના કોઇ સભ્યને ફરી કોરોના થાય છે કે નહીં તે વિચારવાની હાલ જરૂર નથી.

You cannot copy content of this page