સુરતનો શરમજનક કિસ્સો, પતિએ પત્નીના પૈસા ઉડાવી દીઘા બાદ ફોન ઉપાડવાનું પણ કરી દીધું બંધ

સુરતમાં પતિ-પત્નીના ખટરાગના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, પણ હવે એક એવી ઘટના સામે આવી છે કે જેણે પોલીસને પણ પરેશાન કરી મુકી છે. પ્રેમ લગ્ન કરનારા પતિ-પત્નિ વચ્ચે પૈસાને લઈને ઝઘડા થતા હતા. પતિએ તમામ મર્યાદાઓને વટાવતા પત્નીને ધમકી આપી કે જો તે પૈસા નહીં આપે તો બંનેની અંગત પળોની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. આ શરમજનક કિસ્સા અંગે સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી ખુદ પતિ છે અને ફરિયાદી છે પત્ની.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાના પ્રેમ લગ્ન જીતેન્દ્ર કરશન મકવાણા સાથે થયા હતા. મહિલાની મુલાકાત જિતેન્દ્ર સાથે બેંક ખાતુ ખોલાવવા જતી વખતે થઈ હતી. બાદમાં મહિલા પણ બેંકમાં જિતેન્દ્ર સાથે નોકરી લાગી હતી અને બંને સાથે જ કામ કરવા લાગ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જિતેન્દ્ર મહિલાને લગ્ન કરવા દબાણ કરતો અને મહિલા તેમ ન કરે તો હાથની નસ કાપીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો. જિતેન્દ્ર મકવાણા ધમકી આપ્યા બાદ એકવાર મહિલાને વકીલને ઓફિસ લઈ ગયો હતો. બંનેએ 23-11-2017ના રોજ રજિસ્ટ્રર મેરેજ કર્યા હતા.

જો કે બંનેના લગ્ન અંગે માતા પિતા સંમત નહી હોવાથી તેઓ સંમત થાય ત્યારે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પણ લગ્ન બાદ જિતેન્દ્રએ અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. જિતેન્દ્ર એક અથવા બીજા કારણે વારંવાર પત્ની પાસેથી પૈસા પડાવતો હતો. બેંકમાં નોકરી કરતી પત્ની રૂપિયા આપતી હતી. પરંતુ રૂપિયા ન મળે તો ગુસ્સે થઇ માર મારતો અને અપશબ્દો પણ બોલતો હતો. થોડા સમય પહેલાં જિતેન્દ્ર મકવાણાએ એક લાખ રૂપિયા બે માસ માટે માગ્યા હતાં. મહિલા પાસે એટલા રૂપિયા નહોતા. છતાં બચતના રૂપિયા આપ્યા હતાં.

જિતેન્દ્રએ મહિલાને રૂપિયા આપવાની જગ્યાએ ફોન ઉપાડવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું. મહિલા તેના સાસરે ગઈ અને તેના સાસુ સસરાને વાત કરી હતી. તો તેમણે પણ ઘરમાં રાખવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ જિતેન્દ્ર મહિલાના કામકાજના સ્થળે પહોંચી ગયો અને ઝઘડો કરવા લાગ્યો હતો. પત્ની સાથે જાહેર રસ્તા પર હાથ ઉપાડી મારઝૂડ કરી હતી. એટલું જ નહીં પોતાના અંગત પળની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. એટલું જ નહીં તેની ફ્રેન્ડના ઘરે લઈ જઈને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ અંગે મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page