Only Gujarat

Religion

આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, વાંચો તમામ રાશિનું ફળ

રાશિફળ: 23-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો.

મેષઃ વિચારોને પોઝેટીવ રાખવા, અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવીદે તેવી શક્યતાઓ, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, કળાજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપની મહેનત રંગ લાવતી જણાય તથા કર્મચારીનો સહયોગ સારો મળી શકે.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, આપના પરિશ્રમનું ફળ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ बुधाय नमः

વૃષભઃ પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો, સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, આજે નવી યોજનાઓ બને, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમય જણાય, કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય.
  • પરિવાર: દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: ઉતાવળિયા નિર્ણયથી મૂડીરોકાણ કરવુ હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર સંભવ.
  • આજનો મંત્ર: ॐ बुधार्चिताय नमः


મિથુનઃ કાર્યક્ષેત્રમાં ઓછું બોલવું અને આપના કાર્યને બોલવા દેવું, અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય તેમજ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: શ્રેય બીજાને મળતો જણાય તથા કાર્યક્ષેત્રમાં ભાર વધારે જણાય.
  • પરિવાર: સામાજિક કાર્ય માં મધુર ફળ ચાખવા મળે તેમજ મોસાળમાં થી સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ હિતાવહ, મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: ॐ सौम्याय नमः

કર્કઃ વિચારો સકારાત્મક રાખવા હિતાવહ, પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, અતિ ભાવુકતાથી સાવધ રહેવું, નવા કાર્ય કરવા પ્રેરીત થવાય, અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, ખર્ચ પર કાબુ રાખવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે તેમજ વડીલની મદદ ઉપયોગી નીવડે.
  • નાણાકીય: મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર: ॐ शुभप्रदाय नमः

સિંહઃ આજે આપનું યોગ્ય આયોજન આપને સફળતા અપાવનાર બનશે, સામાજિક – વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા રહે, જાવકનું પ્રમાણ વધે, આધ્યાત્મિક ક્ષેત્રે વધારે સમય આપશો, સામાન્ય શારીરિક તકલીફ અનુભવાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય.
  • નાણાકીય: આવકના સ્રોતમાં વધારો થતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર જણાય તો નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.
  • આજનો મંત્ર: ॐ सत्यवचसे नमः

કન્યાઃ પોતાના વિચારોને અમલ કરાવવામાં વધુ જીદ ના કરવી, પોતાના કાર્યનું અભિમાન ન રાખવું, મૂડી રોકાણ વિચારીને કરવું, કાર્યક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહેશે, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે.
  • પરિવાર: વૈવાહિક જીવનનાં પ્રશ્નોનોનો સકારાત્મક ઉકેલ જણાય, સામાજિક કાર્યમાં બહાર જવાનું થાય.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધે, મનમાં અસંતોષની ભાવના રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सुखदाय नमः

તુલાઃ આજે વિરોધીઓ સાથે સમજુતી થાય, આપના મહેનતનું મધુર પરિણામ જોવા મળે, યોગ્ય સમય જોઈ આપની વાત મુકવી હિતાવહ, કળ થી કામ લેવું, રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય, ધન લાભની સંભાવના.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે સ્થાન પરિવર્તન સંભવ બને, મનદુઃખ ટાળવા હિતાવહ.
  • પરિવાર: ગૃહજીવનમાં સંવાદિતા જણાય તેમજ સાંજના કામ માં સાનુકુળતા જણાય.
  • નાણાકીય: વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ वेदविदे नमः

વૃશ્રિકઃ આજે આપના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, લાભકારક તક આવતી જણાય, યાત્રા-પ્રવાસ ટાળવા, ગેરસમજ મનદુઃખ ટાળવા, આપનું મૌન આપની અડચણો ની દવા બને, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, જોખમ ઉઠાવવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: સામાજિક સમસ્યા દૂર થતી જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • નાણાકીય: આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, નાણાવ્યય વધતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ ऋजवे नमः

ધનઃ મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય તેમજ કારણ વગરની ચિંતા ન કરવી, જૂની બીમારીમાંથી રાહત જણાય, આપની આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, તમારા અંગતપળ વધારે ખાસ બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: એકાએક આવી પડેલા પ્રશ્નો ને કુશાગ્રતા થી ઉકેલવા પડે.
  • પરિવાર: વડીલ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તથા આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ बुद्धिमते नमः

મકરઃ પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો જણાય, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય, ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકાય, ઉતાવળિયા નિર્ણયથી મૂડીરોકાણ કરવુ નહીં તેમજ મનમાં ધારેલુ કામ પાર પડતું જણાય.

  • કાર્યક્ષેત્ર: નવી યોજના પર કાર્ય આગળ વધે, કાર્યક્ષેત્રમાં આત્મા રેડી દઈને કાર્ય કરશો.
  • પરિવાર: કૌટુંબિક સહકાર સારો મળી રહે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • નાણાકીય: આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય, કર્જ વ્યાજની ચિંતા દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ वासवाय नमः

કુંભઃ મહત્વના કાર્યમાં પાછી પાની કરવી નહિ, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ બને, ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે, યાત્રા પ્રવાસ ટાળવા, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ, કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા પારિવારિક માધુર્યતા જળવાઈ રહે.
  • નાણાકીય: નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય તથા વ્યવહારિક સફળતા મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: પડવા-વાગવા અંગે તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ सत्यवते नमः

મીનઃ એકાએક કોઈ અસહ્ય પરિસ્થિતિ આવી પડે, કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ તેમજ ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ, તકને ઝડપવામાં વિલંબના કરવો હિતાવહ, થોડો સમય મેડીટેશનમાં કાઢવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: વેપારમાં લાભ સંભવ, કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વિચારીને પગલુ ભરવુ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાન-યોગમાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ सर्वरोगप्रशमनाय नमः
You cannot copy content of this page