Only Gujarat

Religion

આજે ધન અને મીન પર રહેશે ગુરુદેવની રહેશે કૃપા, જાણો કઈ રાશિને કયા મંત્રથી મળશે સિદ્ધિ?

રાશિફળ: 01-10-2020: આજે ધન અને મીન રાશિના જાતકો પર રહેશે ગુરુદેવની રહેશે કૃપા જાણો આપને કયા મંત્ર થી મળશે સિદ્ધિ

મેષઃ આજે ઓક્ટોબરમાસના પ્રથમ દિવસે પારિવારિક મદદથી ગણેશ મંડાય, તેમજ આર્થિક પ્રશ્નોમાં આતુરતાનો અંત આવતો જણાય, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય,પારિવારિક કલેસ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: નાણા વ્યવહાર માં સાચવવું તેમજ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ अव्ययाय नमः

વૃષભઃ આજે કાર્યક્ષેત્ર માં સહકર્મી સાથે બારમો ચંદ્રમાં ન થાય તે જોવું, પારિવારિક પ્રશ્નોની અંદરના કહેવાય અને ના સહેવાય તેવી સ્થિતિ જણાય, અશાંતિના વાદળો વિખરતા જણાય સાથે જ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય, જુના રોગમાંથી રાહત જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સ્થિતિ મજબુત જણાય સાથે કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય.
  • નાણાકીય: આર્થિક સ્રોતની તક મળતી જણાય, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રશ્નોને આપની કુશાગ્રતાથી ઉકેલવા પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ गोप्त्रे नमः

મિથુનઃ આજે ઊજળું એટલું દૂધ નહિ તે વિચારી ને નિર્ણય કરો, મહત્વના કામમાં ખાતર પર દીવેલ જણાય, આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું, વિચારોને પોઝેટીવ રાખવા, કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય.

  • કાર્યક્ષેત્ર: નવી તકોનું નિર્માણ થતું જણાય તેમજ કામનું વધારે દબાણ જણાય.
  • પરિવાર: અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિક્ષામાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાન યોગમાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ सर्वपूजिताय नमः

કર્કઃ આજે ઓળખાણ મોટી ખાણ છે તે સમજીને સંબંધ જાળવવો, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ રહે, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે સાથે જ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.

  • કાર્યક્ષેત્ર: વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે.
  • પરિવાર: દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે.
  • નાણાકીય: નવી યોજનાનું આયોજન સંભવ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સંવાદિતતા જણાય.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ सर्वदाय नमः

સિંહઃ મનના મનોરથો સફળ થતા જણાય, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી તેમજ મુસાફરી ટાળવી, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, પારિવારિક અવરોધો દુર થતા જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે તથા પ્રગતિ કારક તક મળી શકે.
  • પરિવાર: કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન જણાય, કળ થી કામ લેવું.
  • નાણાકીય: મિલકત સંબંધિત કોઈ વાદ-વિવાદમાં પડવુ હિતાવહ નથી, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા પ્રશ્નો મુશ્કેલી સર્જી શકે છે.
  • આજનો મંત્ર: ॐ सर्वगाय नमः

કન્યાઃ મહત્વના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, ધીરજના ફળ મીઠાતે ધ્યાનમાં રાખવું તેમજ નવું સાહસ વિચારીને કરવું હિતાવહ, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, સામાજિક માન સમ્માન વધે, વિરોધીઓ સાથે સમજુતી સંભવ.

  • કાર્યક્ષેત્ર: સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય અને કાર્યક્ષેત્રમાં લાભ સંભવ.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, પરિવારિક ચિંતા દૂર થતી જણાય.
  • નાણાકીય: આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવ ની અવગણનાન કરવી.
  • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

તુલાઃ કાર્યક્ષેત્રમાં ધાર્યો લાભ જણાય, સામાજિક કાર્યોમાં ધોબીનો કુતરો ન ઘરનો ન ઘાટનો તેવી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવું, વડિલની સલાહ લઈ કોઈ નિર્ણય લેવો, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય અને કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે અને સંબંધીના સહયોગથી મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ सत्यभाषणाय नमः

વૃશ્રિકઃ પારિવારિક મનભેદ-મતભેદ દૂર થતા જોવા મળે, વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, ચિંતા-ઉપાધીઓમાં વધારો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભ જોવા મળે તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: આવકનું પ્રમાણ વધતું જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે, નવા આવકના સ્ત્રોતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ सर्वज्ञाय नमः

ધનઃ વિદેશ કાર્યોમાં લાભ જણાય તેમજ આજે ભાવતું હતું ને વૈદે કહ્યું તેમ જણાય, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી, કારણવગરની ચિંતા ન કરવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહેશે તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ.
  • પરિવાર: પ્રિયજનથી મુલાકાત સંભવ, માંગલિક પ્રસંગો આગળ વધે.
  • નાણાકીય: નાણાકીય પ્રશ્નો હલ થાય અને ધાર્યું કાર્ય આગળ વધે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: જૂના રોગમાંથી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ सदानन्दाय नमः

મકરઃ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, સાથે જ આજે ભાવતું હતું ને વૈદે કહ્યું તેમ જણાય, કારણવગરની ચિંતા ન કરવી હિતાવહ, સર્જનાત્મક શક્તિઓ માં વધારો થતો જણાય,આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય.

  • કાર્યક્ષેત્ર: ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે, મહત્વના કામમાં પ્રગતિ જણાય.
  • પરિવાર: દામ્પત્ય જીવન માં શાંતિ જળવાઈ રહેશે તેમજ કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ धनदाय नमः

કુંભઃ સામાજિક પ્રશ્નો વધુ ધેરાતાં જણાય, અંગત સંબંધોમાં મીઠા ઝાડના મૂળ ના ખોદાય તે ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ તેમજ કાર્યક્ષેત્રમાં પદોન્નતિની શક્યતા, ખર્ચાઓ વધે નહિ તેની તકેદારી રાખવી, યાત્રા – પ્રવાસ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાવધ રહેવું, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: પારિવારિક સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ पुष्यनाथाय नमः

મીનઃ આજે મનની બેચેનીમાં વધારો જોવા મળે, નવસર્જનના વિચારો આવે, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ તથા આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી, સાંજનો સમય યાદગાર બની રહેશે, માનસિક શાંતિ અનુભવાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય તથા કાર્યનું ફળ જોવા મળે.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: આવકના માર્ગ ખુલે, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ हेमवपुषे नमः
You cannot copy content of this page