Only Gujarat

Religion

આજે કોના ઉપર રહેશે શ્રીવિષ્ણુજીની મહેરબાની તો કોને રાખવી પડશે અગમચેતી, વાંચો રાશિફળ

રાશિફળ: 17-09-2020: આજે કમલા એકાદશીના દિવસે કોના ઉપર રહેશે શ્રીવિષ્ણુજીની મહેરબાની તો કોને રાખવી પડશે અગમચેતી! જુઓ તમારું રાશિફળ…

મેષઃ આજે કમલા એકાદશીના શુભ દિવસે ભાગીદારીના કાર્યોમાં લાભની તકો જણાય સાથે જ મહત્વના કાર્ય માં ઉતાવળિયું પગલું ભરવું નહિ, સગા-સ્નેહી સાથે યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને તેમજ આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: પારિવારિક કલેશથી દુર રહેવું, ગૃહસ્થજીવન આનંદમય રીતે પસાર થાય.
  • નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, આર્થિક ઉતાર ચઢાવ સંભવ બને.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: श्री विष्णवे नम:

વૃષભઃ આપને મનમાં ઉત્સાહ જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય, આર્થિક રોકાણમાં સાચવવું, દિવસ ધીરજાતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ સંભવ, મનોવાંછિત આવક મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: श्री परमात्मने नम:

મિથુનઃ મિત્રવર્તુળનો સાથ સહકાર મળી રહે સાથે જ આપનું મૌન આપની અડચણોની દવા બને તેમજ પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો, ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: કરજ- વ્યાજ કરવા નહિ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ હિતાવહ.
  • આજનો મંત્ર: श्री विराट पुरुषाय नम:

કર્કઃ આજે પારિવારિક સમરસતા જળવાઈ રહેશે, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, ધાર્યું કાર્ય આગળ વધે તેમજ મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ, બિનજરૂરી ખર્ચ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવી શકે, કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: પરિવાર તરફથી સહકાર મળી રહે,સ્વજનથી મિલન સંભવ.
  • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ થાય
  • આજનો મંત્ર: श्री क्षेत्र क्षेत्राज्ञाय नम:

સિંહઃ આજે મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય, પારિવારિક કોઈ નિર્ણય વિચારીને કરવો, કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતું જણાય, સામાજિક માન-સમ્માનમાં વૃદ્ધિ જણાય, જૂની શારીરિક સમસ્યાનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્ય માટે એકાએક કરેલો પ્રયાસ હકારાત્મક પરિણામ લાવશે.
  • પરિવાર: ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય, પ્રિય વ્યક્તિથી મુલાકાત સંભવ.
  • નાણાકીય: આજે મળેલી તક હાથતાળી આપતી જણાય, આર્થિક પ્રશ્નો ઉદ્ભવે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: श्री केशवाय नम:

કન્યાઃ પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય તેમજ યાત્રા – પ્રવાસ આવશ્યક હોય તો જ કરવું, કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતું જણાય.

  • કાર્યક્ષેત્ર: ધારેલા કામ સફળ થતા જણાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.
  • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ભાગીદારીમાં મધ્યમ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • આજનો મંત્ર: श्री पुरुषोत्तमाय नम:

તુલાઃ આજે પરિવારનું ઉલ્લાસમય વાતાવરણ આપની માનસિક શાંતિ બમણી કરશે સાથે જ કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, રાજકીયક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, પોતાના મનની વાત મૂકવામાં સંકોચના કરવો.

  • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય તથા સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બાબતોમાં મધુર પરિણામ જોવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લક્ષણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: श्री ईश्वराय नम:

વૃશ્રિકઃ આજે કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે તેમજ વિનમ્ર વ્યવહાર રાખવો, આપની પારિવારિક શાંતિ જળવાઈ રહે, સમય – નાણાનો વ્યય કરવો હિતાવહ નથી, કાર્યભાર વધતો જણાય, માંગલિક કાર્યો આગળ વધે.

  • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, સહયોગી સાથેના અણબનાવથી દૂર રહેવુ.
  • પરિવાર: અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે, માતૃ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય કાળજીમાંગી લેતું જણાય.
  • આજનો મંત્ર: श्री पद्मनाभाय नम:

ધનઃ આજે ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ બને અને આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય, મકાન મિલકતનાં પ્રશ્નો હલ થાય, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, બિનજરૂરી બાબતોની દલીલબાજી ટાળવી.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, વિચારોને પોઝેટીવ રાખવા.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: श्री विश्वकर्मणे नम:

મકરઃ આજે કમલા એકાદશીના શુભ દિવસે આપની સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, પારિવારિક મતભેદ ટાળવા, આર્થિક નવી તક સંભવ તેમજ મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર માં દિવસ આનંદમય પસાર થાય, ઉતાવળીયો નિર્ણય નુકસાન કરાવી શકે છે.
  • પરિવાર: કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેની ચિંતા આપને બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર: श्री सुरेशाय नम:

કુંભઃ આજે આજે કોઈ નવા સંબંધની શરૂઆત થતી જણાય, રમત-ગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક મળી શકે છે, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી તથા કૌટુંબિક મકભેદનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઊચ્ચ અધિકારી આપના પર મહેરબાન રહે, કોઈ લાભકારક તક આવતી જણાય.
  • પરિવાર: સામાજિક કાર્યો આગળ વધતા જણાય, ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મનમાં બેચેની જણાય.
  • આજનો મંત્ર: श्री जनार्दनाय नम:

મીનઃ આજે મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, તમારા ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવો, મૂડીરોકાણમાં સલાહ લઈ આગળ વધવું, પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય, દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો, કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય પરંતુ જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: श्री सहस्त्राक्षाय नम:
You cannot copy content of this page