Only Gujarat

Religion

સિંહનું વાર્ષિક રાશિફળઃ શત્રુ પર મેળવશો વિજય, આકસ્મિક ધન લાભથી આવશે સારો સમય

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ સિંહ રાશિના (મ.ટ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ છઠ્ઠા સ્થાનથી પસાર થાય અને ગુરુ દેવ પ્રારંભના પાંચ મહિના આપને શત્રુઓ ઉપર વિજય અપાવશે તથા ખોટા ખર્ચાઓથી સાવધ રહેવું. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. ગુસ્સા ઉપર કાબુ રાખવો. ખોટા વાદ–વિવાદ ન કરવા. આપના ધારેલા કાર્યો વિલંબ બાદ સફથ આકસ્મિક ધન લાભ થશે. સાહસથી જ સિદ્ધિ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખૂબ જ સારો સમય છે. અવિવાહિત માટે સારું રહેશે. દાંપત્ય જીવનમાં સારું રહે. સંતાનોની ચિંતાઓ દૂર થશે. નિઃસંતાન દંપત્તિઓ માટે ખુશીનો સમય રહે. આરોગ્ય માટે બેદરકારી ન રાખવી સાથે જ નોકરી–ધંધાનાં પ્રશ્નો હલ થશે. નોકરીમાં નવીન તકો મળે. યાત્રા–પ્રવાસ સારો રહે. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસમાં ન રહેતા સખત પરિશ્રમ કરવો પડે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સુવર્ણ તક જણાય સાથે આપણે પ્રમોશન મળી શકે છે ખાસ કરી ને જે લોકો પાણી, લાકડા, ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેમના માટે તો આ વર્ષ સોને પે સુહાગા જેવું જણાય. વ્યસાયિક યાત્રા માટે જતા ઇચ્છતા હોવ તો ફેબ્રુઆરી થી એપ્રિલ સુધી અતિ ઉત્તમ જણાય.

પરિવાર: પારિવારિક સુખાકારી જળવાઈ રહેશે સાથે વર્ષના પ્રારંભમાં શુભ પ્રસંગો આવે સાથે જ અવિવાહિતો માટે ફેબ્રુઆરી થી જૂન સુધી મંગુ આવી શકે છે પરંતુ વડીલ વર્ગ થી મત ભેદ ટાળવો હિતાવહ રહે. કૌટુંબિક રીતે વર્ષમાં સાનુકૂળતા જણાય સાથે મોસાળ તરફ થી લાભ સંભવ બને.

નાણાકીય: આપણા કાર્યનું સુમધુર પરિણામ ચાખવા મળે સાથે આહિક મનોકામના પૂર્ણ થતી જણાય। જે લોકો મેનેજમેન્ટ, ઈમ્પોર્ટ – એક્ક્ષપોર્ટ, પેટ્રોલિયમ, સંગીત જેવા ક્ષેત્ર માં જોડાયેલા છે તેમને તે લોકો માટે સુવર્ણ તક જોવા મળે. નાણાકીય પ્લાનિંગ કરવું અને તે માટે આ વર્ષ મહત્વ પૂર્ણ બની રહેશે.

સ્ત્રી વર્ગ: માન – સમ્માનમાં વધારો જોવા મળે સાથે જ મનોકામના પુરી થાય. જે લોકો અપરણિત છે તે લોકો ને આ વર્ષ માં મનગમતું પાત્ર મળી શકે છે. કાર્યક્ષેત્ર માં મનોભાર વધારે જણાય સાથે જ આપણા સહ કર્મચારી તરફથી મન દુઃખ થવા ની સંભાવના છે. એપ્રિલ થી મે ની વચ્ચે કોઈ નવી વસ્તુ ખરીદી શકાય સાથે જ વર્ષ દરમ્યાન માનસિક રીતે સામાન્ય મૂંઝવણ જોવા મળી શકે છે.

વિદ્યાર્થી વર્ગ: આ વર્ષ દરમ્યાન તમારે સખત મહેનત કરાવી પડે સાથે જ અતિ ઉત્સાહ માં આવી ભણવાનું બગાડે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું। જે લોકો એન્જીનીયરીગ લાઈન માં છે તેમને માટે આ વર્ષ અતિ મહત્વ પૂર્ણ બની રહેશે સાથે જ વિદેશ જવા ઇચ્છતા લોકો માટે વર્ષ નો મધ્યાહન નો સમય મધુરમય બની રહેશે

સ્વાસ્થ્ય: આરોગ્ય બાબતે વર્ષના પ્રારંભ માં આપણું આરોગ્ય સારું જણાય પરંતુ પછી કોઈ બીમારી આપણી પરેશાની માં વધારો કરી શકે છે. જે લોકો ડિપ્રેસન, પગ કે પેટના રોગ થી પીડાઈ રહ્યા છે તેઓએ વિશેષ તકેદારી રાખવી. વર્ષ ના અંત માં કોઈ બીમારી થી આર્થિક ભીંસ જોવા મળે પરંતુ એકંદરે વર્ષ આરોગ્ય બાબતે સારું જણાય.

શુભ ઉપાય: જાતકો એ તેમના ઇષ્ટદેવ અને શ્રી સૂર્ય દેવ ની વિશેષ પૂજા કરવી અને તેમના સ્તોત્રનો પાઠ કરવાથી વર્ષ દરમ્યાન સાનુકૂળતા જળવાઈ રહેશે.

You cannot copy content of this page