Only Gujarat

Religion

કન્યાનું વાર્ષિક રાશિફળઃ ખોટા ખર્ચ ના કરશો, આર્થિક સંકડામણને કારણે ઘરની સ્થિતિ રહેશે તંગ

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ કન્યા રાશિના (પ.ઠ.ણ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ આપના થી પંચમ ભુવનમાંથી પસાર થાય છે અને ગુરુ દેવની કૃપાથી નવીન કાર્યો શરૂ થશે સાથે જ ગૃહપ્રવેશનાં યોગો બને. પ્રેમસંબંધોમાં વિયોગ થાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે. આર્થિક સંકડામણો થશે. ખોટા મોટા ખર્ચાઓ પર કાબુ રાખજો. દાંપત્ય જીવનમાં વાદ–વિવાદથી દૂર રહેજો. કોર્ટ–કચેરીનાં કાર્યોમાં સફળતા મળશે. સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો જણાશે. સંતાનો પ્રત્યે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખજો. આરોગ્ય એકંદરે સામાન્ય રહે. નોકરી–ધંધામાં સારી સફળતા મળે. બિનજરૂરી યાત્રા–પ્રવાસો ન કરવા અને આરોગ્યની કાળજી રાખવી. ઊચ્ચ અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડે.

કાર્યક્ષેત્ર: વર્ષ દરમ્યાન કાર્યક્ષેત્ર માં આપણા સહકર્મી અને અધિકારીઓ નો સાથ સહકાર સારો મળી રહે સાથે મહત્વ ના કાર્ય આગળ વધે. એપ્રિલ થી ઓગસ્ટ મહિમા માં સ્થાન પરિવર્તન થવાના યોગ બની રહે સાથે જ વર્ષના મધ્ય ભાગમાં નવી આર્થિક તક જોવા માળો શકે છે. જે લોકો જમીન, પાણી, ટ્રાન્સપોર્ટ અને ધાતુ ના વ્યવસાય સાથે જોડાયેલા છે તેને આ વર્ષ મધુરતાવાળું જોવા મળે

પરિવાર: વર્ષની શરૂવાતમાં પારિવારિક મન ભેદ માટે ભેદ થી દૂર રહેવું આપના માટે હિતકારી બની રહેશે સાથે જ કૌટુંબિક નિર્ણયો માં વડીલ વર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહેશે. આપના જે સામાજિક પ્રશ્નો છે તેનો વર્ષ દરમ્યાન ઉકેલ જોવા મળે સાથે જ દામ્પત્ય જીવન માં મધુતરતા જોવા મળી શકે છે.

નાણાકીય: વર્ષ દરમ્યાન તમારા જે પૂર્વે વિચારેલા આર્થિક કાર્યો છે તે પુરા થતા જણાય અને વેપાર માં નવી આર્થિક યોજના બની શકે છે પરંતુ વશ દરમ્યાન પૈસા નો દૂર ઉપયોગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ રહે. વર્ષ દરમ્યાન આર્થિક નવી તકો આપણી ખુશની ને બમણી કરશે સાથે આર્થિક સ્થિતિ માં સુધારો થતો જોવા મળે.

સ્ત્રી વર્ગ: વર્ષના પ્રારંભમાં આપણે સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે પણ ડોન્ટ વરી તે લમ્બો સમય ચાલશે નહિ. કાર્યક્ષેત્ર અને કૌટુંબિક લોકોને ખુશ રાખવા જીવ રેડી દેવો પડે તો પણ અચકાવું નહિ અને નોકરિયાત વર્ગ માટે આ વર્ષ સાચવી ને પસાર કરવું હિતકારી બની રહેશે સાથે જ પ્રેમ સંબંધ માં નવો વળાંક જોવા મળી શકે છે.

વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસ માં સામાન્ય મુશ્કેલી નો સામનો કરવો પડે પરંતુ મક્કમ મનોબળ ના કારણે તમે તે સફળતા પ્રાપ્ત કરશો સાથે જ મન ગમતા વિષય માં આગળ વધાય। ટેક્નિકલ શાખા સાથે જોડાયેલા લોકો ને આ સામે અતિ ઉત્તમ જોવા મળે એકંદરે વિદ્યાભાય સારો જણાય.

સ્વાસ્થ્ય: આરોગ્યક્ષેત્રે વર્ષ દરમ્યાન સામાન્ય શારીરિક પીડા જણાય પરંતુ ચિતા કરવાની જરૂર નથી યોગ્ય તકેદારી થી તમે તેને સારું કરી શકશો। વાઇરલ બીમીરીથી વર્ષ દરમ્યાન સાચવવું સાથે જ માનસિક શાંતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા હિતાવહ બની રહેશે

શુભ ઉપાય: જાતકો એ બુધ ભગવાન સાથે જ નીલકંઠ ભગવાન મહાદેવજી ની પૂજા કરવી સાથે જ દર મંગળવારે શ્રીગણેશજી ની વિશેષ પૂજા અર્ચના કરવાથી વર્ષદરમ્યાન સાનુકૂળતા જળવાઈ રહેશે.

You cannot copy content of this page