Only Gujarat

Religion

તુલાનું વાર્ષિક રાશિફળઃ ખોટા સાહસો કરવા નહીં, સમજી વિચારીને રોકાણ કરજો

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ તુલા રાશિના (ર.ત.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ ચોથા સ્થાનેથી પસાર થતા સાથે જ ગુરુ દેવની કૃપા સાથે જ મન ના મનોરથો સફળ થતા જણાય સાથે જ તબિયતનું ધ્યાન રાખજો. ખોટા મોટા સાહસો ન કરવા. આર્થિક ચિંતા રહેશે. અકસ્માતનાં યોગો બને. ફસાયેલા નાણાં છુટા થશે. ખૂબ જ વિચારપૂર્વક નવું રોકાણ કરવું. ધર્મકાર્યોમાં સફળતા મળશે. આર્થિક સંકડામણો જોવા મળે. મહેનતના પ્રમાણમાં ફળ ન મળે. ખોટા ખર્ચાઓ પર કાબુ રાખજો. અવિવાહિત માટે યોગ્ય પાત્ર મેળવવા કાર્યશીલ રહેવું પડશે. પતિ–પત્ની વચ્ચે ગેરસમજ ન ઊભી થાય તેનું ધ્યાન રાખજો. સંતાનોનાં પ્રશ્નો ઉકેલવા જાગૃત રહેવું પડશે. નોકરી–ધંધામાં અડચણો રહે. યાત્રા–પ્રવાસમાં આરોગ્યની કાળજી રાખવી. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ જોવા મળશે.

કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વર્ષના પ્રારંભમાં જાતકો ને સામાન્ય અડચણો નો સામનો કરવો પડે પરંતુ ફેબ્રુઆરી થી મનોવાંછિત ગતિ જોવા મળે. જે લોકો ખાણીપીણી, આર્ટ, ડિઝાઇનિંગ જેવા ક્ષેત્ર માં છે તે લોકો માટે આ વર્ષ અતિ મહત્વનું બની રહેશે। રાજકીય ક્ષેત્ર ના લોકો માટે આ વર્ષ સાનુકૂળ જણાય સાથે જ નવી તક નું નિર્માણ સંભવ બને.

પરિવાર: વર્ષદરમ્યાન પારિવારિક સહયોગ અકલ્પનિય રીતે મળી રહે સાથે જ યાત્રા – પર્યટન ના યોગ બની શકે. સામાજિક દેખાદેખી માં સાચવવું અને વર્ષ ના અંત માં કૌટુંબિક ખુશી આવતી જણાય। પારિવારિક નિર્ણય વિચારી ને કરવા હિતાવહ રહે સાથે નવવિવાહિત માટે આ વર્ષ મહત્વપૂર્ણ બની રહે.

નાણાકીય: વર્ષના શરૂવાતમાં સામાન્ય આર્થિક પ્રશ્નો આપણી બેચેની માં વધારો કરશે પરંતુ માર્ચ પછી પરિસ્થિતિ સુધરતી જણાય પરંતુ વર્ષદરમ્યાન ધાર્યા કરતા આર્થિક પરિણામ ભોગવાય નહિ. હોટેલ, પેટ્રોલિયમ, ખનીજ અને જમીન સાથે સંકળાયેલા વ્યક્તિ ઓ માટે આ વશ અતિ ઉત્તમ સાબિત થાય એકંદરે વર્ષ દરમ્યાન આર્થિક સાનુકૂળતા જણાય.

સ્ત્રી વર્ગ: પ્રેમ સંબંધમાં મધુર પરિણામ જણાય સાથે જે લોકો આ પરણિત છે તે લોકોને માટે આ વર્ષમાં સાનુકૂળતા જણાય। સામાજિક અમુક લોકો ના કારણે જગડા સંભવ બને પરંતુ તેનાથી દૂર રહેવું હિતાવહ રહે. પતિ – પ્રિયતમ વચ્ચે કોઈ અણબનાવ હોય તો તે દૂર થાય. કાર્યક્ષેત્રમાં એપ્રિલ મહિના પછી મહત્વ ની તક જણાય સાથે જ વર્ષ દરમ્યાન આપણી ખુશી બમણી થતી જોવા મળે.

વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં વર્ષદરમ્યાન ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડે તો પણ અચકાવવું નહિ. કાનૂની વિષય, સાયન્સ, પી.એચ.ડી. સાથે જોડાયેલા વ્યક્તિઓ ને આ વર્ષ મહત્વ પૂર્ણ બની રહે સાથે જ વર્ષ દરમ્યાન તમારી જાતને અભ્યાસ માં બીજા સાથે ન સરખાવી હિતકારી બની રહેશે.

સ્વાસ્થ્ય: પેટ, હૃદય અને ચામડી ના રોગ ધરાવતી વ્યક્તિએ વર્ષ દરમ્યાન વિશેષ કાળજી રાખવી અને સાથે જ પરિવારના સભ્યોની તબિયતની વિશેષ ધ્યાન રાખવું પડે. રોજિંદાજીવનમાં યોગ – પ્રાણાયામ આપના માટે ઉપયોગી નીવડે અને એકંદરે વર્ષ આરોગ્ય ક્ષેત્રે મધ્યમ ફળદાયી જણાય.

શુભ ઉપાય: વર્ષદરમ્યાન શનિદેવની વિશેષ પૂજા અચના કરવી જેમ કે શનિ ચાલીશા, શનિ મંત્ર વિશેષ ઉપયોગી નીવડે સાથે જ તમારી કુળદેવી કે શ્રીદુર્ગાજી ની પૂજા થી વર્ષદરમ્યાન સાનુકૂળતા જળવાઈ રહે.

You cannot copy content of this page